AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Fungus : સસ્તા સેનીટાઇઝરથી પણ થઇ શકે છે Mucormycosis, સંશોધનમાં સામે આવ્યું આ તારણ

સસ્તા સેનીટાઇઝર (cheap sanitizer) માં મિથેનોલ (Methanol) વધારે પ્રમાણમાં હોય છે, જે આંખોને નુકસાન કરે છે.

Black Fungus : સસ્તા સેનીટાઇઝરથી પણ થઇ શકે છે Mucormycosis, સંશોધનમાં સામે આવ્યું આ તારણ
રચનાત્મક તસ્વીર
| Updated on: May 23, 2021 | 6:06 PM
Share

દેશમાં કોરોના મહામારી સાથે Mucormycosis એટલે કે બ્લેક ફંગસની મહામારી પણ વધી રહી છે. આ બ્લેક ફંગસ થવાના કારણો અંગે અનેક ચર્ચાઓ થઇ રહી છે. વિવિધ ડોક્ટર્સ પોતાના અનુભવોના આધારે વિવિધ આશંકાઓ પણ વ્યકત કરી રહ્યા છે. આ તમામ બાબતો વચ્ચે બ્લેક ફંગસ (Black Fungus) નું સંક્રમણ થવા પાછળ સસ્તું સેનીટાઇઝર (cheap sanitizer) જવાબદાર હોવાની પણ આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.

બ્લેક ફંગસ પાછળ સસ્તું સેનીટાઇઝર જવાબદાર ? જો તમે કોરોનાના સંક્રમણથી બચવા માટે સસ્તા હેન્ડ સેનિટાઈઝર (cheap sanitizer) નો ઉપયોગ કરી રહ્યા છો તો તરત જ તેનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. આ સસ્તા સ્પ્રે સેનિટાઈઝર તમને નુકસાન પહોંચાડી શકે છે. આજે કોરોના કોરોના સંક્રમિત દર્દીઓમાં Mucormycosis એટલે કે બ્લેક ફંગસના થતા સંક્રમણ અંગે આ સસ્તા સેનીટાઇઝરની ભૂમિકા જોવામાં આવી રહી છે.

એક સંશોધનમાં આ તારણ સામે આવ્યું છે કે છે કે સ્ટીરોઈડ ઉપરાંત ધૂળના કણો અને સસ્તા તેમજ નકલી સેનિટાઇઝર (cheap sanitizer) પણ બ્લેક ફંગસના થતા સંક્રમણ માટે જવાબદાર છે. આ સસ્તા સેનિટાઇઝરમાં મિથેનોલ (Methanol) નું પ્રમાણ જરૂર કરતાં ઘણું વધારે હોય છે. જે આંખ અને નાકના કોષોને મારીને બ્લેક ફંગસ થવા માટે જરૂરી વાતાવરણ બનાવે છે.

સંશોધનમાં સામે આવ્યું આ તારણ IIT-BHU ના સિરામિક એન્જિનિયર્સ વિભાગના વૈજ્ઞાનિક ડો.પ્રિતમસિંહે એક મીડિયા રીપોર્ટસમાં જણાવ્યું હતું કે, જ્યારે આપણે આ સ્પ્રે સેનિટાઇઝરને આપણા ચહેરાની આસપાસ લઈ જઈએ છીએ અને તેનો સ્પ્રે કરીએ છીએ, ત્યારે તેની થોડી માત્રા આપણી આંખો અને નાકમાં પ્રવેશ કરે છે. જેના કારણે આંખ અને નાકની કોષિકાઓ નિષ્ક્રિય થઇ જાય છે.

સસ્તા સેનિટાઇઝર (cheap sanitizer) માં મિથેનોલનું પ્રમાણ જરૂર કરતાં ઘણું વધારે 5% જેટલું હોય છે જે બ્લેક ફંગસ થવા માટે જરૂરી વાતાવરણ બનાવે છે. બ્લેક ફંગસના કારણે આંખોની રેટિના બગડે છે સાથે જ ધીરે ધીરે આંખોનું તેજ ઓછું થાય છે અને વ્યક્તિ અંધ બની જાય છે.

સસ્તા સેનિટાઇઝર ખરીદવાનું અને ઉપયોગ કરવાનું ટાળો આજે શહેરમાં દરેક જગ્યાએ સસ્તા સેનિટાઇઝર (cheap sanitizer) મળતા થયા છે. આ સસ્તા સેનિટાઇઝરમાં મિથેનોલનું પ્રમાણ વધારે હોય છે માટે આવા સસ્તા સેનિટાઇઝર ખરીદવાનું અને ઉપયોગ કરવાનું ટાળવું વધારે હિતાવહ છે. અથવા તો સ્પ્રે વગરના લીક્વીડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી તેના ડ્રોપલેટ્સ ઉડે નહિ અને આપણા શરીરને સ્પર્શે નહિ.

આ પણ વાંચો : Black Fungus : બ્લેક ફંગસના સંક્રમણ અંગે AIIMS ના Dr.Uma Kumar એ ચોંકાવનારી આશંકા વ્યક્ત કરી, જાણો શું કહ્યું

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
g clip-path="url(#clip0_868_265)">