MP: ભીડ ભારે કરશે, ધાર જિલ્લામાં વેક્સિનેશન સેન્ટર પર લોકોની પડીપડી, જુઓ VIDEO

|

Jul 20, 2021 | 9:55 AM

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો વેક્સિન લેવા માટે પહોંચ્યા હતા. ભારે ભીડને પગલે લોકો કોરોના નિયમોનો ભંગ કરીને કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

MP: ભીડ ભારે કરશે, ધાર જિલ્લામાં વેક્સિનેશન સેન્ટર પર લોકોની પડીપડી, જુઓ VIDEO
madhya pradesh: a stampede like situation witnessed at a vaccination centre in madhya pradesh

Follow us on

MP: કોરોના(Corona)થી બચવા માટે એકમાત્ર રામબાણ ઈલાજ વેક્સિનને(Vaccine) જ માનવામાં આવે છે. ત્યારે લોકો પણ વેક્સિન અંગે જાગૃત થઈ રહ્યા છે પરંતુ વેક્સિનની અછતને પગલે લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વેક્સિન મેળવવા માટે વધતી જાગૃતિને લીધે મોટી સંખ્યામાં લોકો વેક્સિનેશન સેન્ટર(Vaccination center) પર પહોંચી રહ્યા છે. જેના કારણે ભીડને કાબૂમાં રાખવી મુશ્કેલ બની છે.કંઈક આવા દ્રશ્યો મધ્યપ્રદેશના ધાર જીલ્લામાં (Dhar District)જોવા મળ્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

વેક્સિનેશન સેન્ટર પર ભીડ બની બેકાબુ

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં વેક્સિનેશન સેન્ટર(Vaccination Center) પર કોરોનાને આમંત્રણ આપતા દ્રશ્યો જોવા મળ્યા છે.વેક્સિન લેવા માટે મોટી સંખ્યામાં લોકો વેક્સિનેશન સેન્ટર પર પહેંચતા ભીડ બેકાબુ બની હતી.પરિસ્થિતિ ત્યાં સુધી વણસી કે લોકોએ વેક્સિન લેવા માટે પડાપડા કરી. આ ભીડમાં મહિલાઓ, પુરુષો  અને બાળકો શામેલ હતા.

 

ધાર જિલ્લાના કલેક્ટર(District Collector) નીરજસિંહે જણાવ્યું હતું કે ,આ વિસ્તારમાં આજે રસીકરણ કેન્દ્રની બહાર લોકોની લાંબી કતારો જોવા મળી હતી અને વધુમાં જણવ્યું કે, વેક્સિન મેળવવા અંગે લોકોમાં જાગૃતિ વધી છે અને આ જ કારણ છે કે લોકો વેક્સિનેશન સેન્ટર પર મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા(Administration) તમામ વ્યવસ્થા કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો.

વેક્સિન લેવા માટે લોકોની લાંબી કતાર

ધાર જિલ્લામાં વેક્સિનેશન સેન્ટર હજારો લોકો વેક્સિન માટે લાઈનોમાં રાહ જોતા જોવા મળ્યા હતા. આ દરમિયાન સુરક્ષા(Safety) અને યોગ્ય વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. પરંતુ બેકાબુ બનેલી ભીડને રોકવા તંત્ર અસમર્થ રહ્યું.

 

 

ઉલ્લેખનીય છે કે,લોકો વેક્સિન માટે જાગુત બન્યા છે, પરંતુ કોરોના વેક્સિન લેવા ગયેલા લોકોએ કોરોના નિયમોનો ભંગ કરીને કોરોનાને(Corona) આમંત્રણ આપ્યું હોય તેવું લાગી રહ્યું છે.

 

આ પણ વાંચો: Kalyan Singh Health Update: ઉતરપ્રદેશના પૂર્વ CM કલ્યાણ સિંહની હાલત નાજુક, મુખ્યમંત્રી યોગી સહિતના નેતાઓ પહોંચ્યા હોસ્પિટલ

આ પણ વાંચો: Corona Update: શું કોરોનાની ત્રીજી લહેર માટે ભીડ હશે જવાબદાર ? જાણો આઈસીએમઆરે શું આપી ચેતવણી

Published On - 9:54 am, Tue, 20 July 21

Next Article