Coronavirus variants : જાણો કોરોના વાયરસના ડેલ્ટા, ડેલ્ટા પ્લસ, લેમ્બડા અને કપ્પા વેરીએન્ટ એકબીજાથી કેટલા અલગ છે

Difference between Coronavirus variants : કોરોના વાયરસના ડેલ્ટા વેરીએન્ટને ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર માટે જવાબદાર માનવામાં આવે છે. ડેલ્ટા ઉપરાંત ડેલ્ટા પ્લસ વેરીએન્ટના કેસો પણ ભારતમાં સામે આવ્યાં છે. આ ઉપરાંત લેમ્બડા અને કપ્પા જેવા અન્ય ગંભીર ચેપી વેરીએન્ટ પણ સામે આવ્યાં છે.

Coronavirus variants : જાણો કોરોના વાયરસના ડેલ્ટા, ડેલ્ટા પ્લસ, લેમ્બડા અને કપ્પા વેરીએન્ટ એકબીજાથી કેટલા અલગ છે
Difference between Delta, Delta Plus, Lambda and Kappa variants
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 5:33 PM

Coronavirus variants : COVID-19 ની ઉત્પત્તિ બાદ કોરોના વાયરસમાં અનેક વાર પરિવર્તન આવ્યાં છે. વાયરસના દરેક નવા પ્રકારની તીવ્રતા અને તેના સંક્રમણને લગતા નવા પ્રશ્નો ઉભા થયા છે. કોરોના વાયરસ (Coronavirus) નો ડેલ્ટા વેરીએન્ટ (Delta Variant) જે ભારતમાં ઉભરી આવ્યો હતો તે મૂળ વેરીએન્ટ કરતા વધુ ચેપી હતો અને તેને દેશમાં કોરોના વાયરસની બીજી લહેર માટે જવાબદાર માનવામાં આવે છે. આનાથી આગળ ડેલ્ટા પ્લસ (Delta plus Variant) વેરીએન્ટ બન્યો જે ડેલ્ટાથી વધુ ઘાતક અને ચિંતાનું મોટું કારણ બની ગયો છે. આ ઉપરાંત લેમ્બડા (​Lambda Variant) અને કપ્પા (​Kappa Variant) જેવા અન્ય ગંભીર ચેપી વેરીએન્ટ પણ સામે આવ્યાં છે. ચાલો એક નજર કરીએ કે કોરોના વાયરસના આ પ્રકારો કેવી રીતે એક બીજાથી અલગ છે.

1. Delta Variant – ડેલ્ટા વેરીએન્ટ ડેલ્ટા વેરિઅન્ટ અથવા B.1.617.2 એ B.1.617 વાયરસનો પેટા પ્રકાર છે, જે આ વર્ષના પ્રારંભમાં ભારતમાં મળી આવ્યો હતો. સંશોધનોથી જાણવા મળ્યું છે કે સૂચવે છે કે આ ડેલ્ટા વેરિઅન્ટ મૂળ ડેલ્ટા વેરિઅન્ટ કરતા વધુ ફેલાય છે, જેને કારણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) તેને ચિંતાજનક પ્રકાર તરીકે વર્ગીકૃત કર્યો છે.ડેલ્ટા વેરિઅન્ટ ઉચ્ચ સંક્રમણ ક્ષમતા ધરાવે છે અને અન્ય ઘણા દેશોમાં તે ફાટી નીકળ્યો છે. આ ઉપરાંત તે કરોના વાયરસના મૂળ પ્રકાર કરતાં પણ વધુ ગંભીર લક્ષણો પેદા કરે છે. સંશોધનમાં એ પણ સામે આવ્યું છે કે કોવીડની સારવાર માટે ઉપલબ્ધ કોરોના રસીઓ આ પ્રકારના વાયરસ સામે આઠ ગણી ઓછી અસરકારક છે. ડેલ્ટા વેરિઅન્ટના કેસ લંડન અને ઇઝરાઇલમાં પણ નોંધાયા છે.

2.Delta Plus Variant – ડેલ્ટા પ્લસ વેરીએન્ટ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ એ ભારતમાં ઉદ્ભવતા ડેલ્ટા વેરિઅન્ટનો પેટા પ્રકાર છે. તે પ્રથમ મહારાષ્ટ્રમાં જોવા મળ્યો હતો અને ત્યાં મોટાભાગના COVID સંક્રમણ માટે જવાબદાર હતો. કોરોના વાયરસના સંક્રમણના પ્રાથમિક લક્ષણો ઉપરાંત, ડેલ્ટા પ્લસ વેરિઅન્ટથી પેટમાં દુખાવો, ઉબકા, ભૂખ ઓછી થવી, ઉલટી તવાઈ વગેરે છે. તેની લાંબા ગાળાની અસરોમાં સાંધાનો દુખાવો અને સાંભળવાની શક્તિ ઓછી થવી એ પણ સામેલ છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ભારત સિવાય વિશ્વના નવ અન્ય દેશોમાં મળી આવ્યો છે.ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કેસ લંડન, પોર્ટુગલ, સ્વિટ્ઝરલેન્ડ, પોલેન્ડ, જાપાન, નેપાળ, ચીન, ભારત અને રશિયામાં નોંધાયા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

3.Kappa Variant – કપ્પા વેરીએન્ટ કપ્પા વેરિઅન્ટ કે જેને B.1.167.1 તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની શોધ ભારતમાં પ્રથમ વખત ઓક્ટોબર 2020 માં થઈ હતી. તે કોરોનાવાયરસનો ડબલ મ્યુટન્ટ સ્ટ્રેન (double mutant strai)છે કારણ કે તે બે કોરોના વાયરસના બે મ્યુટન્ટ E484Q અને L452R થી બનેલો છે.E484Q એ બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકામાં ચિંતાજનક રૂપે તરીકે ઓળખાતા E484K મ્યુટન્ટ જેવો જ છે, જ્યારે કે કેલિફોર્નિયામાં ઉત્પન્ન થયેલ L452R મ્યુટન્ટ આપણી રોગપ્રતિકારક શક્તિના કુદરતી સુરક્ષા કવચને તોડે છે.સંશોધનથી સામે આવ્યું છે કે કપ્પા વેરિઅન્ટના એન્ટિબોડીઝને નિષ્ક્રિય કરે છે અને રસી અને પ્રતિરક્ષા બંનેની અસરકારકતા ઘટાડે છે. કપ્પા વેરીએન્ટને કારણે ફોલ્લીઓ થવી, તીવ્ર તાવ આવવો, નાક વહેવું અને આંખોમાંથી પાણી આવવું જેવી સમસ્યાઓ આવે છે.

​4. Lambda Variant – લેમ્બડા વેરીએન્ટ કોરોનાનો લેમ્બડા વેરિઅન્ટ પ્રથમ વખત ઓગસ્ટ 2020 માં પેરુમાં મળી આવ્યો હતો અને ત્યારબાદ તે લગભગ 31 દેશોમાં ફેલાયો છે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે લેમ્બડા વેરીએન્ટના સ્પાઇક પ્રોટીનમાં ઘણા મ્યુટેશન જોવા મળ્યાં છે, જે તેની સંક્રમણ ક્ષમતાને મોટા પ્રમાણમાં વધારે છે. તાજેતરના અહેવાલોમાં યુકેમાં આ પ્રકારનાં કેસો ખૂબ ઝડપથી વધી ગયા છે.લેમ્બડા વેરિઅન્ટ એ આલ્ફા (Alpha) અને ગામા (Gamma) વેરીએન્ટ કરતાં વધુ ચેપી છે.હાલમાં ભારતમાં લેમ્બડા વેરિએન્ટના કેસ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય પરિવહન ચાલુ હોવાને કારણે ભવિષ્યમાં તેની શક્યતા નકારી શકાય નહીં.

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">