AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું આ રીતે શિક્ષકો બનશે રોલ મોડેલ ? આ રાજ્યના શિક્ષકો નથી લઈ રહ્યા વેક્સિન, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

શિક્ષણ પ્રધાને કહ્યું કે, "રાજ્ય સરકારે નિર્દેશ આપ્યો છે કે જે શિક્ષકો રસી નહીં લે તેમને વર્ગો લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. શિક્ષકો રોલ મોડલ છે અને સરકાર તેમના વર્તનને ગંભીરતાથી જોઈ રહી છે.'

શું આ રીતે શિક્ષકો બનશે રોલ મોડેલ ? આ રાજ્યના શિક્ષકો નથી લઈ રહ્યા વેક્સિન, કારણ જાણીને તમે પણ ચોંકી જશો
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 10:12 AM
Share

Kerala : કેરળમાં લગભગ 5,000 શાળાના શિક્ષકો અને કર્મચારીઓએ હજુ સુધી કોવિડ-19ની વેક્સિન (Corona Vaccine) લીધી નથી. રાજ્યના શિક્ષણ પ્રધાન વી શિવનકુટ્ટીએ રવિવારે કહ્યું હતુ કે, શિક્ષકો ધાર્મિક માન્યતાઓ અને ખરાબ સ્વાસ્થ્યને કારણે વેક્સિન લઈ રહ્યા નથી. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્ય સરકાર (Kerala Government) ટૂંક સમયમાં બાળકોની સુરક્ષાને લઈને પરિસ્થિતિની સમીક્ષા કરશે.ઉપરાંત જે શિક્ષકો અને કર્મચારીઓએ વેક્સિન લીધી નથી,તેઓ શાળામાં પ્રવેશી શકશે નહિ.હાલ આ અંગે ડેટા એકત્રિત કરવાનું શરૂ કરવામાં આવ્યુ છે.

વર્ગો લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં

શિક્ષણ પ્રધાને કહ્યું કે, “રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર જે શિક્ષકો રસી નહીં લે તેમને વર્ગો લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. શિક્ષકો રોલ મોડલ છે અને સરકાર તેમના વર્તનને ગંભીરતાથી જોઈ રહી છે. આ બાબત પર સમિતિનું પણ ધ્યાન દોરવામાં આવશે, કારણ કે તે બાળકોની સુરક્ષાની બાબત છે.”તમને જણાવી દઈએ કે, રાજ્યમાં લગભગ 1.6 લાખ શાળાના શિક્ષકો અને 25,000 નોન-ટીચિંગ સ્ટાફ છે.

બાળકોની સુરક્ષા અમારી મુખ્ય ચિંતા : શિક્ષણ પ્રધાન

વી શિવનકુટ્ટીએ કહ્યુ કે, બાળકોની સુરક્ષા અમારી મુખ્ય ચિંતા છે. અમે શિક્ષકોના રસી ન લેવાના નિર્ણયને યોગ્ય ઠેરવી શકતા નથી. અમે તેમને થોડો વધુ સમય આપીશું. આ પછી સરકાર તેમની સામે કાર્યવાહી કરશે.તમને જણાવી દઈએ કે, રસી ન લેતા મોટાભાગના શિક્ષકો ઉત્તર કેરળના મલ્લપુરમ અને કાસરગોડ જિલ્લાના છે. એક અધિકારીએ જણાવ્યું હતુ કે, આ શિક્ષકો હજુ સુધી શાળાએ ગયા નથી,કારણ કે હજુ ઓનલાઈન વર્ગો ચાલી રહ્યા છે.

જાગૃતિ વધારવાની અપીલ કરી

અહેવાલ મુજબ, ઘણા આરોગ્ય કર્મચારીઓ અને શિક્ષક સંગઠનોએ સરકારને આ માટે જાગૃતિ ફેલાવવાની અપીલ કરી છે. જાહેર આરોગ્ય નિષ્ણાત ડૉ. પમનાભા શેનોયે કહ્યું, “આધુનિક સમાજ આ બાબતને સ્વીકારી શકતો નથી. સાઉદી અરેબિયા અને વેટિકન જેવા ધાર્મિક દેશો પણ ગંભીરતાથી રસીકરણ અભિયાન ચલાવી રહ્યા છે. કોઈપણ પ્રકારના આવા વર્તનને સ્વીકારી શકાય નહી.”બીજી બાજુ, કેરળ પ્રદેશ શાળા શિક્ષક સંઘના નેતા એમ સલાહુદ્દીને કહ્યું કે, તમામ શિક્ષકોએ રસી લેવી જોઈએ. ઘણા નિષ્ણાતોએ આમાં હસ્તક્ષેપ કરવા અને શિક્ષકોને કોવિડ -19 સામે રસીકરણ વિશે જાગૃત કરવા પણ તેઓએ વિનંતી કરી છે.

આ પણ વાંચો : Crime: સાચી ઓળખ છુપાવીને હિન્દુ બનેલા યુવકે, અનેક વાર યુવતીને કરાવ્યો ગર્ભપાત, ધર્મ પરિવર્તન માટે દબાણ કરનાર આરોપની ધરપકડ

આ પણ વાંચો : આ 16 સહકારી બેંકના ખાતેદારો માટે સારા સમાચાર, આજે ખાતેદારોને ચૂકવાશે રૂપિયા પાંચ લાખ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">