Corona Cases in India: ગઈકાલની સરખામણીમાં એક દિવસમાં 2 હજારથી વધુ નવા કેસ વધ્યા, એક્ટિવ કેસ ફરી 1.46 લાખને વટાવી ગયા

|

Jul 28, 2022 | 2:38 PM

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા અપડેટ મુજબ આજે દેશમાં કોરોનાના 20,557 નવા કેસ નોંધાયા છે. જ્યારે 24 કલાક પહેલા જાહેર કરાયેલ અપડેટમાં ભારતમાં એક દિવસમાં કોરોનાના 18,313 નવા કેસ નોંધાયા હતા.

Corona Cases in India: ગઈકાલની સરખામણીમાં એક દિવસમાં 2 હજારથી વધુ નવા કેસ વધ્યા, એક્ટિવ કેસ ફરી 1.46 લાખને વટાવી ગયા
ગઈકાલની સરખામણીમાં એક દિવસમાં 2 હજારથી વધુ નવા કેસ વધ્યા
Image Credit source: PTI

Follow us on

Corona Cases in India: દેશમાં કોરોના વાયરસ (Corona virus)સંક્રમણના કેસમાં સતત ઉતાર -ચઢાવ જોવા મળી રહી છો, કેન્દ્રિય સ્વાસ્થય મંત્રાલય દ્વારા આજે એટલે કે, ગુરુવારના રોજ બહાર પાડેલા નવા અપટેડ મુજબ ગઈ કાલની તુલનામાં આજે 2,244 નવા કેસ નોંધાયા છે, ભારતમાં એક દિવસમાં કોરોના સંક્રમણના 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 4,39,59,321 થઈ ગઈ છે. જ્યારે સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 1,46,323 થઈ ગઈ છે.

સ્વાસ્થય મંત્રાલય દ્વારા આપવામાં આવેલા અપટેડ મુજબ દેશમાં આજે 20,557 નવા કેસ નોંધાયા છે. 24 કલાક પહેલા જાહેર કરાયેલા અપટેડમાં ભારતમાં એક દિવસમાં કોરોનાના 18,313 નવા કેસ સામે આવ્યા હતા.

છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 44ના મોત

કેન્દ્રિય સ્વાસ્થય મંત્રાલય દ્વારા આજે સવારે 8 કલાકે જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશમાં કોરોના સંક્રમણના કારણે 44 લોકોના મોત થયા છે. કોરોનાથી મૃત્યુઆંક વધીને 5,26,211 થયો છે.જ્યારે દેશમાં કોરોનાની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ફરીથી વધવા લાગી છે. સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 1,46,323 થઈ ગઈ છે, જે કુલ કેસના 0.33 ટકા છે. એક દિવસ પહેલા દેશભરમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 1,45,026 થઈ ગઈ હતી. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યામાં 1,297 નો વધારો થયો છે. જોકે દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.47 ટકા છે. થોડા દિવસો પહેલા એક્ટિવ કેસ પણ 1.50 લાખને પાર કરી ગયા હતા.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો

ગુજરાતમાં કોરોનાના(Corona)  કેસમાં આજે ઉછાળો જોવા મળ્યો છે. જેમાં 27 જુલાઇના રોજ કોરોનાના નવા 979 કેસ નોંધાયા છે. જેના પગલે રાજયમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5781 થવા પામી છે. જેમાં રાજયમાં સૌથી વધારે 335 કેસ અમદાવાદમાં(Ahmedabad) નોંધાયા છે. જયારે મહેસાણામાં 103, વડોદરામાં 66 , સુરતમાં 49, કચ્છમાં 46, રાજકોટમાં 33, ભાવનગરમાં 31, ગાંધીનગરમાં 27, ગાંધીનગર જિલ્લામાં 24, બનાસકાંઠામાં 23, સુરતમાં 23, રાજકોટમાં 22, ભરૂચમાં 21, મોરબીમાં 20, પાટણમાં 18 , સાબરકાંઠામાં 18, આણંદમાં 16, નવસારીમાં 15, વલસાડમાં 12, અમરેલીમાં 11, અમદાવાદ જિલ્લામાં 09, વડોદરા જિલ્લામાં 08, ભાવનગરમાં 07, જામનગર જિલ્લામાં 07, જામનગરમાં 07, પંચમહાલમાં 06, પોરબંદરમાં 05, સુરેન્દ્રનગરમાં 05 તાપીમાં 05, જૂનાગઢમાં જિલ્લામાં 02, જૂનાગઢમાં 02, બોટાદમાં 01, દાહોદમાં 01 અને  ગીર સોમનાથમાં 01 કેસ નોંધાયો છે.

કોરોનાના કેસમાં ફરી વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું છે.

Next Article