દેશમાં કોરોના સંક્રમણના 16,167 નવા કેસ, ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કેસોએ ચિંતા વધારી

|

Aug 08, 2022 | 10:41 AM

દેશમાં ચેપના સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 1.35 લાખ થઈ ગઈ છે, જે કુલ કેસના 0.31 ટકા છે.

દેશમાં કોરોના સંક્રમણના 16,167 નવા કેસ, ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કેસોએ ચિંતા વધારી
દેશમાં કોરોના સંક્રમણના 16,167 નવા કેસ, એક્ટિવ દર્દીઓમાં ફરી વધારો
Image Credit source: PTI

Follow us on

Coronavirus : ભારતમાં કોરોના (Corona) સંક્રમણના 16,167 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 15,549 લોકો કોવિડ-19 (Covid-19 )થી સાજા પણ થયા છે. આજે જાહેર કરાયેલા સરકારી આંકડા મુજબ દેશમાં ચેપના એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 1.35 લાખ થઈ ગઈ છે, જે કુલ કેસના 0.31 ટકા છે. દર્દીઓનો સાજા થવાનો દર 98.50 ટકા અને મૃત્યુ દર 1.19 ટકા છે. નવા કેસ આવ્યા બાદ દેશમાં ચેપના કુલ કેસોની સંખ્યા વધીને 4,41,61,899 થઈ ગઈ છે.

કોરોના રિકવરી રેટ 98.66 ટકા

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસો હજુ પણ યથાવત છે. જેમાં 08 ઓગષ્ટના રોજ કોરોનાના નવા 768 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસ 5895 એ પહોંચ્યા છે. જયારે કોરોના રિકવરી રેટ 98.66 ટકા થયો છે. જયારે કોરોનાથી આજે 899 લોકો સાજા થયા છે. જેમાં અમદાવાદમાં 230, વડોદરામાં 68, ગાંધીનગરમાં 58, મહેસાણામાં 55, વડોદરામાં 45, સુરતમાં 40, રાજકોટમાં 34, અમરેલીમાં 28, સુરતમાં 28, રાજકોટમાં 26, અમરેલીમાં 28, સુરતમાં 28, રાજકોટ જિલ્લામાં 26, ગાંધીનગરમાં 25, બનાસકાંઠામાં 21, ભરૂચમાં 18, કચ્છમાં 14, સાબરકાંઠા 14, નવસારીમાં 09, પાટણમાં 09, જામનગરમાં 08, અમદાવાદ જિલ્લામાં 07, મોરબીમાં 07, વલસાડમાં 06, ખેડામાં 03, આણંદમાં 02, ભાવનગરમાં 02, દ્વારકામાં 02, પોરબંદરમાં 02, સુરેન્દ્રનગરમાં 02, તાપીમાં 02, ભાવનગરમાં 01, ગીર સોમનાથમાં 01 અને જામનગરમાં 01 કેસ નોંધાયા છે.

 સ્વાઈન ફ્લુના કેસનો પણ રાફડો ફાટી નીક્ળ્યો

મદાવાદના શહેરમાં રોગચાળાએ ભરડો લીધો છે. ગુજરાતમાં (Gujarat) કોરોના સહિતના અન્ય રોગચાળા વચ્ચે હવે સ્વાઇન ફ્લૂએ પણ ચિંતા વધારી છે. અમદાવાદમાં (Ahmedabad) શહેરમાં સ્વાઇન ફ્લૂના (Swine flu) કેસમાં વધારો થતો જઇ રહ્યો છે. ખાસ કરીને સ્વાઈન ફ્લૂના વધતા કેસોએ ચિંતા વધારી દીધી છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સ્વાઈન ફ્લૂના દર્દીનો આંકડો વધીને 32ને પાર કરી ગયો છે. અઠવાડિયા પહેલા હજુ માંડ 12 કેસ જ હતા. પરંતુ કોરોનાની સાથે સ્વાઈન ફ્લૂએ ધીમે ધીમે સ્પીડ પકડી છે. સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો થતા આરોગ્ય તંત્ર પણ દોડતુ થઇ ગયુ છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કોવિડ-19ના સક્રિય કેસોની સંખ્યામાં 577 નો વધારો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ભારતમાં અત્યાર સુધીમાં 4,34,99,659 લોકો સાજા થયા છે. તે જ સમયે, એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 1,35,510 થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના સક્રિય કેસોની સંખ્યામાં 577 નો વધારો નોંધાયો છે. જ્યાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા આગલા દિવસે 1,34,933 હતી. તે જ સમયે તે હવે વધીને 1,35,510 થઈ ગઈ છે. દરમિયાન, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જણાવ્યું કે, દેશમાં છેલ્લા દિવસે 2,63,419 લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યા. જેના કારણે કુલ સેમ્પલ ટેસ્ટિંગનો આંકડો 87.81 કરોડ (87,81,88,162) પર પહોંચી ગયો છે.

છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં 34,75,330 કોરોના રસી આપવામાં આવી છે. જેના કારણે કુલ આંકડો 2,06,56,54,741 પર પહોંચી ગયો છે.

Next Article