શું ડબલ માસ્ક પહેરવાથી કોવિડ-19 ના સંક્રમણથી બચી શકાય છે? જાણો ડબલ માસ્કની વાસ્તવિકતા

નિષ્ણાતો લોકોને કોવિડ-19ના સંક્રમણથી માટે Double Mask પહેરવાની સલાહ આપી રહ્યા છે.

શું ડબલ માસ્ક પહેરવાથી કોવિડ-19 ના સંક્રમણથી બચી શકાય છે? જાણો ડબલ માસ્કની વાસ્તવિકતા
FILE PHOTO
Nakulsinh Gohil

|

May 09, 2021 | 7:40 PM

Double Mask : દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં દરરોજ 4 લાખ કોરોના કેસ આવી રહ્યા છે, જેનાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. કોરોના સંક્રમણને રોકવા માટે ઘણા રાજ્યોએ પોતાને લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. કોરોના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવે છે. આ સાથે સોશિયલ મીડિયામાં કોવિડ-19ના સંક્રમણથી માટે Double Mask પહેરવાના સમાચારો વાયરલ થઈ રહ્યાં છે. શું ડબલ માસ્ક પહેરવાથી કોવિડ-19 ના સંક્રમણથી બચી શકાય છે?

અમેરિકામાં અભ્યાસ કરવામાં આવ્યો થોડા દિવસો પહેલા અમેરિકામાં માસ્ક વિશે એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ સ્ટડી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે Double Mask પહેરવાથી કોરોના વાયરસના ફેલાવાને 95 ટકા સુધી રોકી શકાય છે. જો દરેક વ્યક્તિ ડબલ માસ્ક પહેરે તો પરિસ્થિતિમાં ઘણો સુધારો થઈ શકે છે. આ અભ્યાસના આધારે ઘણા આરોગ્ય નિષ્ણાતોએ લોકોને ડબલ માસ્ક પહેરવાની અપીલ કરી હતી.

ડબલ માસ્ક કેવી રીતે પહેરવું ઘણીવાર લોકો Double Mask નો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે મૂંઝવણમાં છે. આવો જણીએ ડબલ માસ્ક કેવી રીતે પહેરવું જોઈએ

1. જો તમારી પાસે બે સર્જિકલ માસ્ક છે, તો પછી તે બંનેને એવી રીતે પહેરો કે તમારૂં નાક અને મોં સારી રીતે ઢાંકી શકાય. જો કે, એક સાથે બે સર્જિકલ માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવતી નથી.

2. જો તમારી પાસે કાપડનું માસ્ક અને બીજું સર્જિકલ માસ્ક છે, તો પછી તમારે સૌ પ્રથમ સર્જિકલ માસ્ક પહેરવું જોઈએ અને તેના પર કપડાનું માસ્ક પહેરવું જોઈએ.

3. જો તમે N-95 માસ્કનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમારે Double Mask પહેરવાની જરૂર નથી. આ માસ્ક સારી ગુણવત્તાનું હોય છે.

આ બાબતો ધ્યાનમાં રાખો તમે ફક્ત એક જ વાર સર્જિકલ માસ્કનો ઉપયોગ કરી શકો છો. ઉપયોગ પછી સર્જિકલ માસ્કનો યોગ્ય રીતે નિકાલ કરો. આ સિવાય દરરોજ કાપડના માસ્કને ગરમ પાણીથી ધોઈ લો. મોઢા પરથી માસ્ક દૂર કરતી વખતે તમારે વાત ન કરવી જોઈએ. માસ્ક મોઢા પરથી માસ્ક દૂર કર્યા પછી તમારા હાથને સારી રીતે ધુઓ.

આ પણ વાંચો : 5G Technology ના કારણે મનુષ્યો અને જીવો પર જોખમ વધ્યું? જાણો આ ટેકનોલોજીથી શું ફેરફારો થશે

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati