રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, પાછલા 24 કલાકમાં નોંધાયા 14,605 કેસ અને 173 દર્દીઓના મોત

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 14 હજાર 605 કેસ નોંધાયા છે, જ્યારે 173 દર્દીઓ મોતને ભેટ્યા છે.

  • TV9 Webdesk13
  • Published On - 20:25 PM, 30 Apr 2021
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, પાછલા 24 કલાકમાં નોંધાયા 14,605 કેસ અને 173 દર્દીઓના મોત
File Photo

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 14 હજાર 605 કેસ નોંધાયા છે, જ્યારે 173 દર્દીઓ મોતને ભેટ્યા છે. 24 કલાકમાં 10 હજાર 180 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે અને કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 4 લાખ 18 હજાર 548 ને પાર પહોંચી છે. તો નવા મોત સાથે કુલ મૃત્યુઆંક 7,183 પર પહોંચ્યો છે, જ્યારે એક્ટિવ કેસોમાં ધરખમ વધારો થયો છે. કુલ એક્ટિવ કેસ વધીને 1 લાખ 42 હજારને પાર પહોંચ્યા છે, જ્યારે વિન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 613 પર પહોંચી છે. તો સાજા થવાનો દર ઘટીને 73.72 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યના મહાનગરોની જો વાત કરીએ તો, અમદાવાદમાં સર્વાધિક 5,439 કેસ સાથે 23 દર્દીઓના મોત નિપજ્યા. સુરતમાં 2,011 કેસ સાથે 23 દર્દીઓના મોત થયા. આ તરફ વડોદરામાં 921 કેસ સાથે 17 દર્દીઓના મૃત્યુ થયા, જ્યારે રાજકોટમાં 663 કેસ સાથે 17 દર્દીઓના મોત થયા. જામનગરમાં 748 કેસ સાથે 17 દર્દીઓના મોત નોંધાયા છે, જ્યારે ભાવનગરમાં 10 તો સાબરકાંઠામાં 9 દર્દીઓના મોત થયા.

આ તરફ જૂનાગઢમાં 8 અને સુરેન્દ્રનગરમાં 7 દર્દીના મોત થયા. કચ્છમાં 5, ગાંધીનગર અને વલસાડમાં 4-4 દર્દીના મોત થયા, જ્યારે મહેસાણા, દાહોદ, મોરબી અને બોટાદમાં 3-3 દર્દીએ જીવ ગુમાવ્યો. પાટણ, અમરેલી, ભરૂચ, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ અને દેવભૂમિદ્વારકામાં 2-2 દર્દીએ જીવ ગુમાવ્યો.