UAE : 6 મહિના ICU માં વિતાવ્યા, કૃત્રિમ ફેફસાની મદદથી કોરોના સામે લડાઇ લડી આ ભારતીયે મોતની આપી માત

|

Jan 28, 2022 | 5:11 PM

કોરોના કાળ દરમિયાન ફ્રન્ટલાઈન વર્કર તરીકે ફરજ બજાવતા Arunkumar Nairની કહાણી હાલમાં સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની છે.

UAE : 6 મહિના ICU માં વિતાવ્યા, કૃત્રિમ ફેફસાની મદદથી કોરોના સામે લડાઇ લડી આ ભારતીયે મોતની આપી માત
Frontline worker Arunkumar Nair defeats corona after spending 6 months in hospital

Follow us on

કહેવાય છે ને કે જેને રામ રાખે તેને કોણ ચાખે. આ કહેવત સાચી પડી છે એ ભારતીય પર, જી હાં, કોરોના કાળ દરમિયાન ફ્રન્ટલાઈન વર્કર (Frontline workers) તરીકે ફરજ બજાવતા એક ભારતીયની (Indian) કહાણી હાલમાં સમગ્ર જગ્યાએ ચર્ચાનો વિષય બની છે.

સંયુક્ત આરબ અમીરાત (UAE) માં કોરોના સામેની લડાઈમાં ફ્રન્ટલાઈન વર્કર રહેલા 38 વર્ષીય ભારતીયે મૃત્યુને પરાજય આપ્યો છે અને છ મહિના પછી તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ એક ચમત્કાર જ કહેવાશે કે કોવિડ-19 એ આ યુવકના ફેફસાને ગંભીર રીતે નુકસાન પહોંચાડ્યું હતું અને તે ઘણા મહિનાઓ સુધી બેભાન હતો, તેમ છતાં તે સ્વસ્થ થઈને ઘરે પાછો ફર્યો હતો.

OT ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા અરુણકુમાર એમ નાયર કૃત્રિમ ફેફસાની મદદથી કોરોના વાયરસ સામે તેમની છ મહિના લાંબી લડાઈ લડ્યા અને આ દરમિયાન તેમને ECMO મશીનનો સપોર્ટ આપવો પડ્યો હતો. આ દરમિયાન તેમને હાર્ટ એટેક સહિત અનેક જટિલ સમસ્યાઓમાંથી પસાર થવું પડ્યું હતું. તેણે ટ્રેચેઓસ્ટોમી અને બ્રોન્કોસ્કોપી જેવી અનેક તબીબી પ્રક્રિયાઓમાંથી પણ પસાર થવું પડ્યું.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

રાષ્ટ્ર માટે તેમની સેવા અને લડાઈ ક્ષમતાને માન્યતા આપતા, બહુરાષ્ટ્રીય આરોગ્યસંભાળ જૂથ ‘VPS હેલ્થકેર’ એ આ ભારતીય નાગરિકને રૂ. 50 લાખની આર્થિક સહાય પૂરી પાડી. હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, અમીરાતમાં તેમના સાથીઓએ ગુરુવારે અબુ ધાબીની બુર્જિલ હોસ્પિટલમાં આયોજિત એક સમારોહમાં તેમને સહાયની રકમ સોંપી. હોસ્પિટલ જૂથ તેમની પત્નીને નોકરી પણ આપશે અને તેમના બાળકના શિક્ષણનો ખર્ચ પોતે ઉઠાવશે.

કેરળના રહેવાસી અરુણકુમાર એમ નાયરને (Arunkumar M Nair) એક મહિના પહેલા હોસ્પિટલના જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. તેઓ પાંચ મહિનાથી હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં લાઇફ સપોર્ટ સિસ્ટમ પર હતા. નાયરે કહ્યું, ‘મને કંઈ યાદ નથી. હું માત્ર એટલું જ જાણું છું કે હું મૃત્યુના ‘મુખ’માંથી બચીને આવી ગયો છું. મારા પરિવાર, મિત્રો અને અન્ય સેંકડો લોકોની પ્રાર્થનાને કારણે જ હું આજે જીવિત છું.

આ પણ વાંચો –

Corona Vaccination: દેશમાં રસીકરણની કામગીરી પૂરજોશમાં, માત્ર 19 દિવસમાં 1 કરોડથી વધુ લોકોને અપાયો પ્રિકોશન ડોઝ

આ પણ વાંચો –

Intranasal Booster Dose : ભારત બાયોટેકના ઇન્ટ્રાનેઝલ બૂસ્ટર ડોઝના ટ્રાયલને DCGIએ આપી મંજૂરી, અમદાવાદ સહિત 9 સ્થળોએ યોજાશે પરિક્ષણ

આ પણ વાંચો –

વાયરસ ફેક્ટરી Wuhanથી નવું સંકટ- વૈજ્ઞાનિકોએ દર 3 માંથી 1 દર્દીનું મૃત્યુ થઈ શકે તેવા Variant NeoCov પર આપી ચેતવણી

Next Article