વેક્સિન લીધા પછી પણ કોરોના પોઝિટિવ થશો તો Super immunity બનશે

જો તમે કોરોના (Corona)થી બચવા માટે રસી લીધા પછી પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છો, તો ગભરાવાની જરૂર નથી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ પ્રકારના ઈન્ફેક્શનને કારણે વ્યક્તિના શરીરમાં સુપર ઈમ્યુનિટી (Super immunity) વિકસે છે. અમેરિકન વૈજ્ઞાનિકોએ લોહીમાં એન્ટિબોડીઝ (Antibodies)ની હાજરીના આધારે આ દાવો કર્યો છે.

વેક્સિન લીધા પછી પણ કોરોના પોઝિટિવ થશો તો Super immunity બનશે
super immunity (Symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 1:14 PM

Vaccination : યુએસની ઓરેગન હેલ્થ એન્ડ સાયન્સ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ રસીના બે ડોઝ મેળવનારા 104 લોકોના લોહીના નમૂનાઓનો અભ્યાસ કર્યો હતો. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે, જે લોકો અત્યાર સુધી કોરોના (Corona)થી બચી ગયા છે તેની સરખામણીએ તેનાથી સંક્રમિત લોકોમાં એન્ટિબોડીઝ(Antibodies)નું સ્તર દસ ગણું વધારે જોવા મળ્યું છે. ઉપરાંત જે લોકો એન્ટી-કોરોના રસી મેળવતા પહેલા સંક્રમિત થયા હતા તેમના લોહીમાં એન્ટિબોડીઝનું સ્તર વધુ સારું હોવાનું પણ જાણવા મળ્યું હતું.

ઓમિક્રોન સામે અસરકારક

એ પણ નોંધનીય છે કે, આ સંશોધન ઓમિક્રોન વેરિઅન્ટના આગમન પહેલા કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં વૈજ્ઞાનિકોને આશા છે કે, સુપર ઇમ્યુનિટી ઓમિક્રોનને પણ હરાવી શકે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સુપર ઇમ્યુનિટીના પરિણામ સુધી પહોંચવા માટે વૈજ્ઞાનિકોએ સંશોધનમાં સામેલ તમામ લોકોના બ્લડ સેમ્પલને કોરોનાના ત્રણ વેરિઅન્ટ આલ્ફા, બીટા, ગામા સામે સંપર્ક કરવામાં આવ્યો હતો. બધા લોકોએ ફાઈઝર રસીના બંને ડોઝ મેળવ્યા હતા. ટેસ્ટમાં સામેલ લોકોને અગાઉના ચેપના આધારે ત્રણ જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા. તેમાંથી 42 એવા લોકો હતા જેમને ક્યારેય ચેપ લાગ્યો ન હતો.

સુપર ઇમ્યુનિટી વાયરસ સામે લડવામાં સક્ષમ છે

સંશોધક ડો. ફિકાડુ તફાસેના જણાવ્યા અનુસાર, તમને પહેલા ચેપ લાગ્યો છે, પછી રસી આપવામાં આવી છે અથવા પહેલા રસી આપવામાં આવી છે અને પછી ચેપ લાગ્યો છે તેનાથી કોઈ ફરક પડતો નથી. બંને કિસ્સાઓમાં, એન્ટિબોડીઝનું સ્તર ઊંચું હોવાનું જાણવા મળ્યું છે, જે વાયરસ સામે લડવા માટે સુપર ઇમ્યુનિટી તરીકે કામ કરશે.

જેમને રસી આપવામાં આવતી નથી તેઓને વધુ જોખમ રહેલું છે

સંશોધનમાં સામેલ ચેપી રોગના નિષ્ણાત ડૉ. માર્સેલ કર્લિન કહે છે કે, જેમને હજુ સુધી રસી લીધી નથી તેમના માટે જોખમ વધારે છે. ચેપ પછી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો જોવા મળ્યો છે. ચેપ પછીના રસીકરણમાં રક્ષણાત્મક કવચ સમાન રીતે મજબૂત હોય છે. જો કે, સાવચેતી જરૂરી છે.

આ પણ વાંચોઃ

Covid-19 Vaccination: દેશની 95% વસ્તીને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળ્યો- કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય

આ પણ વાંચોઃ

Corona Virus: ઓમિક્રોનના વધતા જોખમ વચ્ચે રાજ્યોને કેન્દ્રની કડક સૂચના, કોરોના પ્રતિબંધ 28 ફેબ્રુઆરી સુધી લંબાવાયો

g clip-path="url(#clip0_868_265)">