Booster Dose: કોવિશીલ્ડ વેક્સિન લેનાર માટે ‘કોવોવૈક્સ’ વેક્સિન બુસ્ટર ડોઝ તરીકે છે વધુ સારી, જાણો વધુ વિગત
વાઈરોલોજિસ્ટ ડૉ. ગગનદીપ કાંગે કહ્યું કે ભારતમાં હાલમાં કોઈ ડેટા ઉપલબ્ધ નથી કે રસીના ત્રીજા ડોઝ તરીકે કઈ રસીનો ઉપયોગ કરવો જોઈએ.
ભારતના જાણીતા વાઈરોલોજિસ્ટ ડૉ. શાહિદ જમીલે (Shahid Jameel) જણાવ્યું હતું કે કોરોના સામે દેશમાં મંજૂર કરાયેલી રસીઓમાંથી કોવોવૈક્સ (Covovax) એ લોકો માટે વધુ સારો બૂસ્ટર ડોઝ (Boosterdose) હશે જેમને અગાઉ કોવિડશિલ્ડ (Covishield) રસી આપવામાં આવી છે. તેમનું માનવું છે કે અત્યારે ઉપલબ્ધ ડેટા અનુસાર,કોવોવૈક્સ એ કોવિશિલ્ડના બૂસ્ટર ડોઝ કરતાં વધુ સારો વિકલ્પ હશે. ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) ના સલાહકાર જૂથના ભૂતપૂર્વ વડા જમીલે જણાવ્યું હતું કે હાલમાં રસીના બીજા કોમ્બિનેશન માટે કોઈ ડેટા ઉપલબ્ધ નથી.
સમાચાર એજન્સી સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, “હાલના ડેટા સૂચવે છે કે ભારતમાં મંજૂર કરાયેલી રસીઓ પૈકી જે લોકોને કોવિશિલ્ડ સાથે રસી આપવામાં આવેલ છે તેઓને લો-બુસ્ટર ડોઝ તરીકે તે જ રસી નહીં પરંતુ કોવોવૈક્સ આપવામાં આવે તે કરતાં વધુ સારો બૂસ્ટર ડોઝ હશે.” જોકે, અધિકારીઓએ જણાવ્યું હતું કે “પ્રીકોશન ડોઝ” એ જ રસીનો ત્રીજો ડોઝ હશે જે વ્યક્તિએ અગાઉ રસીના 2 ડોઝ લીધા હોય.
કોવોવૈક્સ અમેરિકા સ્થિત રસી નિર્માતા નોવાવેક્સ ઇન્ક દ્વારા વિકસાવવામાં આવી છે અને તેણે વ્યાપારી ઉત્પાદન માટે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) સાથે લાઇસન્સ કરારની જાહેરાત કરી છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એ સોમવારે કોવોવૈક્સ મંજૂરી આપી છે.
ત્રીજા ડોઝ માટે રસી વિશે કોઈ ડેટા ઉપલબ્ધ નથી એક ઈન્ટરવ્યુમાં વાઈરોલોજિસ્ટ ડૉ. ગગનદીપ કાંગે કહ્યું હતું કે, ભારતમાં હાલમાં કોઈ ડેટા ઉપલબ્ધ નથી કે કઈ રસીનો ત્રીજા ડોઝ તરીકે ઉપયોગ કરવો જોઈએ. જો કે, તેમણેબ્રિટનના અભ્યાસને ટાંક્યો હતો. જેમાં એવી વ્યક્તિઓમાં પેદા થતી રોગપ્રતિકારક પ્રતિભાવનું મૂલ્યાંકન કરવામાં આવ્યું કે જેમણે એસ્ટ્રાઝેનેકા (કોવિશિલ્ડ) રસીના બે ડોઝ પહેલેથી જ મેળવ્યા હતા અને બૂસ્ટર ડોઝ તરીકે સમાન રસીનો ત્રીજો ડોઝ લીધો હતો અથવા તો ત્રીજા ડોઝ તરીકે નોવા વૈક્સ આ એટલે કે ભારતમાં જેને કોવોવૈક્સ તરીકે ઓળખવામાં આવે છે તેનો બુસ્ટર ડોઝ લગાવ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે અભ્યાસમાં જાણવા મળ્યું છે કે Covishield ના ત્રીજા ડોઝથી ભૌમિતિક સરેરાશ ગુણોત્તર (GMR) 3.25 નો વધારો થયો છે, જ્યારે CovoVax ના બૂસ્ટર ડોઝના પરિણામે આઠ ગણો વધારો થયો છે અને mRNA રસી 24 ગણો વધારો થયો છે.
તમને જણાવી દઈએ કે, 10 જાન્યુઆરીથી, હેલ્થ કેર અને ફ્રન્ટલાઈનવર્કર્સ તેમજ અન્ય ગંભીર રોગોથી પીડિત 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ડોકટરોની સલાહ પર વધારાનો ડોઝ આપવામાં આવશે. તે જ સમયે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત અનુસાર, 3 જાન્યુઆરીથી, 15 થી 18 વર્ષની વયના કિશોરો માટે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે.