WhatsApp ઉપર પણ કોરોના રસીનું પ્રમાણપત્ર મેળવી શકાય છે, જાણો ડાઉનલોડ કરવાની સૌથી સરળ રીત

|

Jan 17, 2022 | 5:12 PM

તમે જાણો છો કે કોવિન એપ પર રસીનું પ્રમાણપત્ર (Vaccine certificate) કેવી રીતે ડાઉનલોડ કરવું. આ માટે તમારે ફક્ત તમારો મોબાઈલ નંબર વેરીફાઈ કરવાનો રહેશે. સરકારે WhatsApp માટે કોવિડ ટેસ્ટ હેલ્પલાઇનની સેવા શરૂ કરી છે. જેના વડે તમે કોરોના રસીનું પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી શકો છો.

WhatsApp ઉપર પણ કોરોના રસીનું પ્રમાણપત્ર મેળવી શકાય છે, જાણો ડાઉનલોડ કરવાની સૌથી સરળ રીત
Corona vaccine certificate on WhatsApp

Follow us on

જો તમે કોવિડ રસી (Covid vaccine) લીધી છે, તો તેનું પ્રમાણપત્ર પણ તમારી સાથે રાખો. વિવિધ સરકારી કચેરી, કેટલાક મેગાસ્ટોર્સ અને મોલ વગેરેમાં પ્રવેશવા માટે કોવિડ વેક્સિન સર્ટિફિકેટ માંગવામાં આવે છે. જો ફોનમાં સર્ટિફિકેટ નથી, તો તમારે મોલ કે સરકારી કચેરીમાં ગયા વીના જ બહારથી પરત ફરવું પડશે. ઓમિક્રોનને (Omicron) કારણે, કેટલાક વધુ નિયંત્રણો લાદવામાં આવ્યા છે અને જો તમારે તેમાં થોડી છૂટછાટ જોઈતી હોય, તો બંને રસીઓનો ડોઝ જરૂરી છે. આ પછી, તેની સાથે તેનું પ્રમાણપત્ર બતાવવું જરૂરી છે. આ જ કારણ છે કે સરકારે કોવિડ સર્ટિફિકેટ મેળવવાના માધ્યમોને ખૂબ જ સરળ બનાવી દીધા છે. હવે તમે તેને WhatsApp પર પણ ડાઉનલોડ કરી શકો છો.

જે લોકોએ કોવિડ રસીના બંને ડોઝ લીધા છે તેમને વિવિધ સુવિધાઓ આપવામાં આવી રહી છે. ક્યાંક ટ્રેનની મુસાફરીમાં તો ક્યાંક હવાઈ મુસાફરીમાં સુવિધા આપવામાં આવી રહી છે. ઘરની બહાર નિકળ્યા બાદ, તમે આ પ્રમાણપત્રની મદદથી મોલ અને સુપરસ્ટોર્સમાં પ્રવેશ કરી શકશો. જ્યારે સર્ટિફિકેટ આટલું મહત્ત્વનું છે તો તેને તમારી સાથે લઈ જવામાં શું નુકસાન છે. આ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવું પણ મુશ્કેલ કાર્ય નથી. માત્ર એક ક્લિકમાં તે તમારા ફોનમાં આવી જશે. કોવિન એપ અથવા પોર્ટલ પરથી તેને ડાઉનલોડ કરવાનો સૌથી લોકપ્રિય નિયમ છે. પરંતુ હવે તે વોટ્સએપ પર પણ શરૂ થઈ ગયું છે.

કોવિન પર વિશેષ સુવિધા ઉપલબ્ધ છે
જો તમે કોવિન એપ અથવા વેબસાઇટનો ઉપયોગ કર્યો હોય તો તમને ખબર પડશે કે ત્યાંથી કોવિડ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવું કેટલું સરળ છે. તમારે ફક્ત વેબસાઇટ ખોલવાની છે, તેમા તમારો મોબાઇલ નંબર દાખલ કરવો પડશે અને મોબાઇલ પર પ્રાપ્ત OTP પરથી પ્રમાણપત્ર ડાઉનલોડ કરવું પડશે. આ સમગ્ર પ્રક્રિયા 1-2 મિનિટમાં પૂર્ણ થાય છે. આ ઉપરાંત, ડિજીલોકર જેવા અન્ય ઘણા માધ્યમો છે, જ્યાંથી કોવિડ પ્રમાણપત્ર શોધી અને જોઈ શકાય છે. આજથી મોટાભાગના લોકો પાસે સ્માર્ટફોન છે અને એક મેસેન્જર એપ વોટ્સએપ છે, તેથી આ પ્લેટફોર્મ પર કોવિડ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનો નિયમ પણ શરૂ કરવામાં આવ્યો છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

whatsapp પર કેવી રીતે ડાઉનલોડ કરવું
કેન્દ્ર સરકારે તાજેતરમાં જ WhatsApp પર કોવિડ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાની સુવિધા શરૂ કરી છે. આ માટે તમારે તમારા ફોનમાં એક હેલ્પલાઈન નંબર સેવ કરવો પડશે અને માત્ર થોડા જ સ્ટેપમાં તમારા વોટ્સએપ પર કોવિડ સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ જશે. આ સેવાને કોવિડ ટેસ્ટ હેલ્પલાઇન કહેવામાં આવી રહી છે. આવો જાણીએ આ કરવાની સૌથી સરળ રીત-

(1)– હેલ્પલાઈન નંબર – 9013151515 – તમારા મોબાઈલ ફોનમાં સેવ કરો
(2)– તે તમારા WhatsApp પર COVID ટેસ્ટ હેલ્પલાઇન તરીકે દેખાશે
(3)-ચેટ ખોલો, ‘પ્રમાણપત્ર’ લખો અને મોકલો દબાવો
(4)– તમને 6 અંકનો OTP પ્રાપ્ત થશે
(5)– 3 મિનિટની અંદર નંબર પર OTP મોકલો
(6)– તમને મોબાઇલ ફોન પરથી રજિસ્ટર્ડ ઇમ્યુનાઇઝેશન વ્યક્તિઓના નામ મળશે
(7)– જે વ્યક્તિ માટે તમારે રસીનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાની જરૂર છે તેનું નામ મોકલો
(8)- તમને 30 સેકન્ડની અંદર રસી પ્રમાણપત્રનું PDF ફોર્મેટ પ્રાપ્ત થશે

આ પણ વાંચોઃ

Covid Vaccination: ‘વ્યક્તિની સંમતિ વિના વેક્સિનેશન થઈ શકે નહીં’, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે આપ્યો જવાબ

આ પણ વાંચોઃ

Good News : કોરોનાની ત્રીજી લહેર વચ્ચે આવ્યા સારા સમાચાર, 12-14 વર્ષના બાળકોને આ મહીનાથી આપવામાં આવશે વેક્સિન

 

Next Article