Coronavirus: દેશમાં કોવિડના કેસમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 67084 નવા કેસ નોંધાયા, મૃત્યુઆંકે વધારી ચિંતા

છેલ્લા 24 કલાકમાં દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યામાં 102039નો ઘટાડો થયો છે. દેશમાં દૈનિક પોઝિટીવિટી દર 4.44 ટકા છે. રિકવરી રેટ હવે વધીને 96.95 ટકા થયો છે.

Coronavirus: દેશમાં કોવિડના કેસમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 67084 નવા કેસ નોંધાયા, મૃત્યુઆંકે વધારી ચિંતા
Covid Update India Reports 67084 Cases Image Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2022 | 10:03 AM

Coronavirus: ભારતમાં આજે કોવિડ-19 (Covid-19)ના 67000 થી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 1,241 દર્દીઓના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના સક્રિય દર્દીઓની સંખ્યા હવે ઘટીને 7.90 લાખ થઈ ગઈ છે.  છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 1,67,882 લોકો સંક્રમણથી સાજા પણ થયા છે, જે બાદ અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 4,11,80,751 થઈ ગઈ છે. તે જ સમયે, 67084 નવા કેસ આવ્યા પછી, દેશમાં દર્દીઓની કુલ સંખ્યા 4,24,78,060 ને વટાવી ગઈ છે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

અત્યાર સુધીમાં 5,06,520 લોકોના મોત

અહીં સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 5,06,520 લોકોના મોત થયા છે. મંત્રાલયે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યામાં 102039નો ઘટાડો થયો છે. દેશમાં દૈનિક પોઝિટીવિટી દર 4.44 ટકા છે. જ્યારે વિકલી પોઝિટીવિટી રેટ 6.58 ટકા છે. રિકવરી રેટ હવે વધીને 96.95 ટકા થઈ ગયો છે.ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ જણાવ્યું કે, બુધવારે દેશમાં કોરોના વાયરસ માટે 15,11,321 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા હતા, ત્યારબાદ દેશમાં નમૂના પરીક્ષણનો આંકડો હવે વધીને 74,61,96,071 થઈ ગયો છે.

રસીકરણનો કુલ આંકડો 171.28 કરોડને વટાવી ગયો છે

ભારતમાં કોરોના વાયરસના ચેપના સક્રિય દર્દીઓ હાલમાં 7,90,789 છે, જે કુલ કેસના 1.86 ટકા છે. તે જ સમયે, દેશભરમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 171.28 કરોડ ડોઝ લગાવવામાં આવ્યા છે. બુધવારે દેશમાં 46,44,382 લાખથી વધુ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.  ભારતમાં રસીકરણનો કુલ આંકડો હવે 1,71,28,19,947 છે.

મહારાષ્ટ્રમાં ચેપને કારણે સૌથી વધુ મૃત્યુ નોંધાયા છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે ટ્વિટ કરીને લખ્યું, ‘યુવા ભારતનું ઐતિહાસિક પગલું. 15-18 વર્ષની વય જૂથના એક કરોડથી વધુ કિશોરોનું સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, 2 ફેબ્રુઆરીએ દેશમાં કોરોનાના 167,059 કેસ હતા અને 959 લોકોના મોત થયા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 67084 નવા કેસ સામે આવ્યા છે અને 1,241 દર્દીઓના મોત થયા છે. મોટાભાગના મૃત્યુ કેરળ અને મહારાષ્ટ્રમાં નોંધાયા છે.

આ પણ વાંચો : Hijab Controversy: કર્ણાટક હાઈકોર્ટની સિંગલ બેંચમાં હિજાબ વિવાદનો ઉકેલ આવ્યો નથી, આજે મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળ સુનાવણી થશે

g clip-path="url(#clip0_868_265)">