AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતમાં હવે થોડી જ સેકન્ડમાં WhatsApp પર ઉપલબ્ધ થશે કોરોના વેક્સીન સર્ટિફિકેટ, MyGov કોરોના હેલ્પડેસ્કની પણ લઈ શકો છો મદદ

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાના કાર્યાલયે રવિવારે જણાવ્યું હતું કે જેમને કોવિડ રસી મળી છે તેઓ હવે વોટ્સએપ દ્વારા થોડી જ સેકંડમાં તેમના પ્રમાણપત્ર મેળવી શકશે. હાલમાં, લોકોએ કોવિન પોર્ટલ પર લોગ ઇન કરીને તેમનું રસીકરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવું પડે છે.

ભારતમાં હવે થોડી જ સેકન્ડમાં WhatsApp પર ઉપલબ્ધ થશે કોરોના વેક્સીન સર્ટિફિકેટ, MyGov કોરોના હેલ્પડેસ્કની પણ લઈ શકો છો મદદ
Mansukh Mandaviya - File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 8:44 PM
Share

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાના (Mansukh Mandaviya) કાર્યાલયે રવિવારે જણાવ્યું હતું કે જેમને કોવિડ રસી (Covid vaccine) મળી છે તેઓ હવે વોટ્સએપ (WhatsApp) દ્વારા થોડી જ સેકંડમાં તેમના પ્રમાણપત્ર મેળવી શકશે. હાલમાં, લોકોએ કોવિન પોર્ટલ પર લોગ ઇન કરીને તેમનું રસીકરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવું પડે છે. સ્વાસ્થ્ય મંત્રીના કાર્યાલયે ટ્વીટ કર્યું, ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સામાન્ય માણસના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવામાં આવી રહ્યું છે. હવે ‘MyGov કોરોના હેલ્પડેસ્ક’ પરથી ત્રણ સરળ સ્ટેપમાં કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્ર મેળવો. સંપર્ક નંબર +91 9013151515 ને સેવ કરો. WhatsApp પર ટાઈપ કરીને ‘કોવિડ સર્ટિફિકેટ’ મોકલો અને થોડીક જ સેકંડમાં તમારું પ્રમાણપત્ર મેળવો.

કોંગ્રેના વરિષ્ઠ નેતા શશિ થરૂરે, જેમણે કોવિડ-19 સામેની લડાઈ અંગે સરકારની વારંવાર ટીકા કરી છે, તેમણે વોટ્સએપ દ્વારા રસીકરણ પ્રમાણપત્ર આપવાના નિર્ણયની પ્રશંસા કરી છે. તેમણે ટ્વીટ કર્યું કે, જ્યારે પણ સરકાર સારું કામ કરે છે, ત્યારે હું હંમેશા તેને સ્વીકારું છું અને વખાણ કરું છું. કોવિનના ટીકાકાર તરીકે હું કહેવા માંગુ છું કે તેણે અદ્ભુત કામ કર્યું છે. WhatsApp દ્વારા 9013151515 પર ‘ડાઉનલોડ સર્ટિફિકેટ’ મેસેજ મોકલો, OTP મેળવો અને WhatsApp પર તમારું રસીકરણ પ્રમાણપત્ર મેળવો.

છેલ્લા 24 કલાકમાં 7 લાખથી વધુ લોકોએ રસી લીધી

છેલ્લા 24 કલાકમાં 7 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. ભારતનું COVID-19 રસીકરણ કવરેજ 175.46 કરોડ (1,75,46,25,710) ને વટાવી ગયું છે. અત્યાર સુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને 172.32 કરોડ (1,72,32,34,000) થી વધુ રસીના ડોઝ પૂરા પાડવામાં આવ્યા છે. 11.18 કરોડથી વધુ બાકી રહેલા અને વણવપરાયેલ કોવિડ રસીના ડોઝ હજુ પણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ છે.

ભારતમાં કોરોનાથી મૃત્યુઆંક 5 લાખને પાર

કોરોના ચેપના ત્રીજી લહેરનું જોખમ નોંધપાત્ર રીતે ઘટ્યું છે. ચેપનો ગ્રાફ ઝડપથી નીચે જઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં માત્ર 16 હજાર નવા કેસ સામે આવ્યા છે. જો કે, નિષ્ણાતોએ સાવચેત રહેવાની ચેતવણી આપી છે. દેશમાં 0.47% સક્રિય કેસ બાકી છે. છેલ્લા 24 કલાકમાં 37,901 દર્દીઓ સાજા થયા છે અને સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા હવે વધીને 4,21,24,284 થઈ ગઈ છે.

ભારતમાં હાલમાં 2,02,131 સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં કુલ 8,31,087 લોકોની તપાસ કરવામાં આવી છે. ભારતે અત્યાર સુધીમાં 76.01 કરોડ લોકોની કોરોના તપાસ હાથ ધરી છે. CSSE અનુસાર, વિશ્વમાં અમેરિકામાં કોરોનાને કારણે સૌથી વધુ મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 5 લાખથી વધુ છે.

આ પણ વાંચો : Hijab Row: હિજાબ ફરજિયાત ધાર્મિક પરંપરા નથી, તેને શૈક્ષણિક સંસ્થાઓની બહાર રાખવી જોઈએ, જાણો રાજ્ય સરકારે હાઈકોર્ટમાં શું દલીલ કરી

આ પણ વાંચો : Fodder Scam: સજા મળ્યા બાદ લાલુ યાદવની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- તેઓ હરાવી શકતા નથી, તેથી મને કાવતરામાં ફસાવે છે

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
g clip-path="url(#clip0_868_265)">