COVAXIN : ‘વાછરડાના સીરમનો રસીમાં ઉપયોગ કરવામાં આવતો નથી’, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનું સ્પષ્ટીકરણ

COVAXIN : કોરોના રસી અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ્સ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવેલા દાવા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે.

COVAXIN : 'વાછરડાના સીરમનો રસીમાં ઉપયોગ કરવામાં આવતો નથી', કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનું સ્પષ્ટીકરણ
COVAXIN
Follow Us:
| Updated on: Jun 16, 2021 | 4:56 PM

COVAXIN : કોરોના રસી અંગે સોશિયલ મીડિયામાં પોસ્ટ્સ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવેલા દાવા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે.

સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે કેટલાક સોશ્યલ મીડિયા પોસ્ટ્સ દ્વારા કોવેક્સિન વિશે કરવામાં આવતા દાવાઓ મામલે સ્પષ્ટતા આપી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે કેટલીક સોશ્યલ મીડિયા પોસ્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નવજાત વાછરડાના સીરમનો ઉપયોગ કોવેક્સિન બનાવવા માટે કરવામાં આવે છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા તથ્યોને વિકૃત કરવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે નવજાત વાછરડાના સીરમનો ઉપયોગ વેરો કોષો બનાવવા માટે થાય છે. આ વેરો કોષો વાયરલ વૃદ્ધિ દરમિયાન નાશ પામે છે. આ સમય દરમિયાન વિકસિત કોઈપણ વાયરસનું મૃત્યુ પણ થાય છે. તેના પછી બાકી રહેલા વેરો સેલ્સનો ઉપયોગ રસી બનાવવા માટે કરવામાં આવે છે.

આ તકનીકનો ઉપયોગ ઘણી રસી બનાવવા માટે કરવામાં આવતો હતો. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે પ્રાણી સીરમ એક પ્રમાણભૂત ઘટક છે, જેનો ઉપયોગ સમગ્ર વિશ્વમાં વેરો કોષોના વિકાસ માટે થાય છે. વેરો કોષો બનાવવા માટે વપરાય છે. જે રસીના ઉત્પાદનમાં મદદ કરે છે. આ તકનીકીનો ઉપયોગ દાયકાઓથી પોલિયો, હડકવા અને ઈન્ફલ્યુએન્ઝાની રસી બનાવવા માટે કરવામાં આવે છે.

વેરો સેલ કેટલીકવાર રસાયણોથી ધોવાઇ જાય છે મંત્રાલયે કહ્યું કે વેરો કોષો વિકસિત થયા પછી, તેઓ પાણી અને રસાયણોથી ઘણી વખત સંપૂર્ણ રીતે સાફ થાય છે, જેથી તેઓ નવજાત વાછરડાના સીરમથી મુક્ત થાય છે. આ પછી, વેરો કોષોને કોરોના વાયરસનો ચેપ લગાવાય છે, જેથી કોરોના વાયરસ વિકસી શકે. આ પ્રક્રિયામાં વેરો કોષો સંપૂર્ણ નાશ પામે છે. આ પછી વિકસિત વાયરસ પણ નાશ (નિષ્પ્રભાવી) અને સાફ થઈ જાય છે. આ વાયરસ કે જેનો નાશ થયો છે અથવા નિષ્પ્રભાવી કરવામાં આવ્યો છે તે આખરે રસી બનાવવા માટે વપરાય છે.

અંતિમ રસીમાં ઉપયોગ થતો નથી આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે અંતિમ રસી બનાવવામાં વાછરડાના સીરમનો ઉપયોગ થતો નથી. અંતિમ રસી (COVAXIN) માં સંપૂર્ણપણે કોઈ નવજાત વાછરડાનું સીરમ હોતું નથી અથવા તેના કોઈપણ ઘટકોનો સમાવેશ થતો નથી.

કોંગ્રેસે RTI દસ્તાવેજ વહેંચીને દાવો કર્યો છે આ અગાઉ કોંગ્રેસના રાષ્ટ્રીય સંયોજક ગૌરવ પંથીએ આ મામલે આરટીઆઈ જવાબ શેર કર્યો છે. દસ્તાવેજ વહેંચતા તેમણે લખ્યું કે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) એ વિકાસ પટણી નામના વ્યક્તિની આરટીઆઈ પર આ જવાબ આપ્યો છે. ગૌરવે કહ્યું કે નવજાત વાછરડાના સીરમનો ઉપયોગ કોવેક્સિન બનાવવા માટે થાય છે. તેમણે કહ્યું કે આ સીરમ 20 દિવસથી ઓછા સમયના વાછરડાની છે. અગાઉ એક સંશોધન પેપરમાં કહેવામાં આવ્યું હતું કે નવજાત પ્રાણીના લોહીના સીરમનો ઉપયોગ કોવેક્સિન બનાવવા માટે થાય છે.

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">