Coronavirus in India : કોરોનાના નવા કેસમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 9 હજારથી વધુ નવા કેસ

|

Jun 21, 2022 | 11:47 AM

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 9,923 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે અને હવે આ સંખ્યા વધીને 79,313 થઈ છે

Coronavirus in India : કોરોનાના નવા કેસમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 9 હજારથી વધુ નવા કેસ
Covid Virus
Image Credit source: PTI

Follow us on

Coronavirus in India : દેશમાં કોરોના કેસ (Corona case) વધી રહ્યા છે છેલ્લા 4 દિવસથી 12 હજારથી વધુ કેસ નોંધાયા છે આજે મંગળવારના રોજ કેસમાં ધટાડો જોવા મળ્યો છે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (Union Home Ministry) જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના (Corona)ના 9,923 નવા કેસ નોંધાયા છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે અને હવે આ સંખ્યા 79,313 થઈ ગઈ છે

કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા અનુસાર દેશમાં એક દિવસમાં કોરોનાના કેસ સામે આવ્યા છે બાદ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,33,19,396 થઈ ગઈ છે, જ્યારે કોરોના વાયરસના કારણે 17 લોકોના મોત થતા મૃતકોની સંખ્યામાં 5,24,890 વધારો થયો છેનવા આંકડા અનુસાર સોમવારે 12,781 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે રવિવારના રોજ 12,899 કેસ નોંધાયા હતા, 18 જૂને 13,216 નવા કેસ 17 જુને કોરોનાના 12,847 કેસ નોંધાયા હતા,છેલ્લા 4 દિવસમાં કોરોનાના રોજના 12 હજાર થી વધુ કેસ આવી રહ્યા હતા પરંતુ આજે નવા કેસ 10 હજાર થી નીચે નોંધાયા છે

મહારાષ્ટ્ર થાણે જિલ્લામાં 500 થી વધુ નવા કેસ

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં કોરોના સંક્રમણના 526 નવા કેસ સામે આવ્યા છે ત્યારબાદ જિલ્લામાં સંક્રમિતની સંખ્યા વધીને 7,20,259 થઈ ગઈ છે, સ્વાસ્થ વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓએ જણાવ્યું કે, સંક્રમણના આ નવા કેસમાં સોમવારે સામે આવ્યા છે,અધિકારિક આંકડા અનુસાર થાણે જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સંક્રમણ પ્રતિદિન 800થી વધુ આવી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

કોરોના ચેપનો દૈનિક પોઝિટિવિટી દર 2.55 ટકા અને સાપ્તાહિક પોઝિટિવિટી દર 2.67 ટકા નોંધાયો હતો.આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,27,15,193 થઈ ગઈ છે જ્યારે મૃત્યુ દર 1.21 ટકા છે. રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં 196.32 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

હાલમાં 1374 એક્ટિવ કેસ

ગુજરાતમાં કોરોનાના કેસમાં(Corona case) નજીવો ઘટાડો થતાં તંત્રની ચિંતામાં થોડો ઘટાડો થયો છે.રાજ્યમાં (Gujarat) સતત 5 દિવસથી 200થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે.ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 217 નવા કેસ નોંધાયા છે. જ્યારે 130 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ(Corona recovery rate) 98.99 ટકા થયો છે. હાલમાં 1374 એક્ટિવ કેસ છે. તો સતત પાંચમા દિવસે રાજ્યમાં શૂન્ય મોત નોંધાયું છે.જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1461 એક્ટિવ કેસ (Corona active case) છે.5 દર્દી વેન્ટિલેટર પર છે..અને 1456 દર્દીઓની હાલત સ્થિર છે.

Next Article