દેશમાં કોરોના વાયરસના 16,464 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંકડો 1.44 લાખની નજીક પહોંચ્યો

|

Aug 02, 2022 | 10:06 AM

Coronavirus: સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 24 લોકોના મોત થયા છે.

દેશમાં કોરોના વાયરસના 16,464 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંકડો 1.44 લાખની નજીક પહોંચ્યો
દેશમાં કોરોના વાયરસના 16,464 નવા કેસ નોંધાયા
Image Credit source: PTI

Follow us on

Coronavirus: દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. દરમિયાન, સોમવારે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોના વાયરસના 16,464 નવા કેસ નોંધાયા છે. આ પછી દેશમાં કોવિડ-19 (Covid-19)ના એક્ટિ કેસ વધીને 1.44 લાખ થઈ ગયા છે. દેશમાં 24 કલાકમાં કોરોનાના કારણે 24 લોકોના મોત થયા છે. દેશમાં કોરોના વાયરસના ચેપના કુલ કેસ વધીને 4,40,36,275 થઈ ગયા છે.

દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કારણે એક્ટિવ કેસની સંખ્યા 1,43,989 થઈ છે. દેશમાં અત્યારસુધીમાં કોરોના સંક્રમણના કુલ 4,33,65,890 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોના સંક્રમણથી અત્યારસુધીમાં કુલ 5,26,396 લોકોના મૌત થયા છે. દેશમાં રસીકરણના કુલ 2,04,34,03,676 ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો

ગુજરાતમાં (Gujarat) કોરોનાના(Corona) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 31 જુલાઇના રોજ કોરોનાના નવા 942 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6537 એ પહોંચી છે. જયારે કોરોના રિકવરી રેટ 98.61 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 679 દર્દીઓ સાજા થયા છે. જયારે આજે અમદાવાદમાં 321,( વડોદરામાં 98, મહેસાણામાં 54, બનાસકાંઠામાં 47, સુરતમાં 42,વડોદરા જિલ્લામાં 42, સુરતમાં 41, રાજકોટમાં 34, ગાંધીનગર જિલ્લામાં 32, અમરેલીમાં 23, ગાંધીનગરમાં 22, રાજકોટમાં 22, ભાવનગરમાં 19, નવસારીમાં 15, આણંદમાં 14, પાટણમાં 13,સાબરકાંઠામાં 13, ભરૂચમાં 12, પોરબંદરમાં 10, જામનગરમાં 09, અમદાવાદ જિલ્લામાં 08, કચ્છમાં 08, મોરબીમાં 08, વલસાડમાં 08, ગીર સોમનાથમાં 04, સુરેન્દ્રનગરમાં 04, બોટાદમાં 03, ખેડામાં 03, પંચમહાલમાં 03,દ્વારકામાં 02, જૂનાગઢમાં 02, તાપીમાં 02, ભાવનગરમાં 01, દાહોદમાં 01, જામનગરમાં 01 અને મહીસાગરમાં 01 કેસ નોંધાયો છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

આરોગ્ય તંત્ર દ્વારા લોકમેળામાં જાગૃતિની અપીલ

એક તરફ કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને બીજી તરફ તહેવારોની મોસમ જામી રહી છે ત્યારે આરોગ્ય તંત્ર લોકમેળાના આયોજનને પગલે ચિંતિંત છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં જન્માષ્ટમીનું પર્વ શરૂ થશે અને તેવા સમયે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં લોકમેળા યોજાશે જેમાં લાખોની સંખ્યામાં જનમેદની એકત્ર થશે

કોવિડનો મૃત્યુ દર 1.20% છે

દૈનિક સંક્રમણ દર 6.01 ટકા છે, જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર 4.80 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,33,65,890 લોકો સંક્રમણ મુક્ત થયા છે અને કોવિડ-19થી મૃત્યુદર 1.20 ટકા છે. તે જ સમયે, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 204.34 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 313નો વધારો થયો છે. દર્દીઓના સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.48 ટકા છે.

ગુજરાત (Gujarat)માં લમ્પી ચામડીના રોગનો પ્રકોપ જોવા મળ્યો છે. આ રોગને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં હજારો પશુઓના મોત થયા છે. આ અંગે માહિતી આપતાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં લમ્પી રોગ (Lumpy skin diseases)થી 1240 પશુઓના મોત થયા છે.

Published On - 11:31 am, Mon, 1 August 22

Next Article