Vaccination for children: કોરોના રસી લીધા પછી બાળકોને આ સમસ્યાઓ થાય તો ગભરાશો નહીં, ડૉક્ટરની સલાહ લો

|

Jan 01, 2022 | 9:32 PM

રસીકરણ પછી તાવ આવવો,  રસી જે હાથ પર લગાવવામાં આવી હોય તે હાથ પર સોજો આવવો સામાન્ય વાત છે. મોટા ભાગના કિસ્સાઓમાં, તાવ એક દિવસમાં જ ઉતરી જાય છે. આ અંગે ચિંતા કરવાની જરૂર નથી.

Vaccination for children: કોરોના રસી લીધા પછી બાળકોને આ સમસ્યાઓ થાય તો ગભરાશો નહીં, ડૉક્ટરની સલાહ લો
Vaccination for children (Symbolic Image)

Follow us on

CORONA : 15 થી 18 વર્ષની વયના બાળકો માટે 3 જાન્યુઆરીથી દેશભરમાં બાળકોનું રસીકરણ (Children vaccination) શરૂ થશે. રસીકરણ માટે બાળકોની નોંધણી (Registration) પણ શરૂ થઈ ગઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે કોરોનાની રસી (Vaccine) બાળકો માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. આવી સ્થિતિમાં તમામ બાળકોને રસી આપવી જ જોઇએ. જો રસી લીધા પછી બાળકને તાવ કે શરીરમાં દુખાવો થતો હોય તો તેના માટે ગભરાવાની જરૂર નથી.

લેન્સેટ કમિશન ફોર કોવિડ ટાસ્ક ફોર્સ ઈન ઈન્ડિયાના સભ્ય પ્રોફેસર ડૉ. સુનિલા ગર્ગ કહે છે કે બાળકોને રસી વિશે કોઈ ખચકાટ ન હોવો જોઈએ. આ માટે જરૂરી છે કે, વાલીઓ તેમને રસી લેવા માટે પ્રોત્સાહિત કરે. જો બાળક રસીથી ડરતું હોય તો તેને સમજાવો. બાળકને રસી આપતા પહેલા, ધ્યાનમાં રાખો કે તેણે યોગ્ય રીતે ભોજન લીધું છે. ખાલી પેટે રસી લેવાનું ટાળવું જોઈએ. એ પણ ખાતરી કરો કે બાળકે આખી રાત સારી નિંદર કરી છે. ઉપરાંત, તેને ભારે તાવ કે ઉલટી-ઝાડા ન હોવા જોઈએ.

ડો.ગર્ગના જણાવ્યા અનુસાર, ઓમિક્રોનના વધતા જોખમને ધ્યાનમાં રાખીને બાળકોનું રસીકરણ ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં રસી આપવી જ જોઇએ. જે બાળકો પહેલેથી જ કોઈપણ રોગથી પીડિત હોય તો તેમને પ્રાથમિકતાના આધારે રસી આપવી જોઈએ.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

રસીકરણ પછી થતી આ સામાન્ય સમસ્યાઓ

બાળરોગના વરિષ્ઠ  નિષ્ણાંત ડો.પ્રદીપ કુમાર કહે છે કે, રસીકરણ પછી તાવ આવવો,  રસી જે હાથ પર લગાવવામાં આવી હોય તે હાથ પર સોજો આવવો સામાન્ય વાત છે. મોટા ભાગના કિસ્સાઓમાં, તાવ એક દિવસમાં જ ઉતરી જાય છે. આ અંગે ચિંતા કરવાની જરૂર નથી. આ બધા લક્ષણો રસીકરણ પછી સામાન્ય છે. આવું ઘણા લોકોને થાય છે.

જો કે,બાળકોમાં એલર્જીના ગંભીર લક્ષણો દેખાઈ રહ્યા છે. તાવ ખૂબ જ વધી રહ્યો છે જે સતત બની રહે છે. અથવા જો ચક્કર આવી રહ્યા હોય, તો આ સ્થિતિમાં ડૉક્ટરનો સંપર્ક કરો. જ્યારે પણ બાળકને રસી આપવામાં આવે ત્યારે ઓછામાં ઓછા અડધો કલાક રસીકરણ કેન્દ્રમાં જ રહો.

કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે

ડોક્ટર્સની સલાહ  છે કે રસી લીધા પછી પણ બાળકોને કોવિડથી રક્ષણના નિયમોનું પાલન કરવું પડશે. બાળકોએ સમજવું પડશે કે રસી લગાવવાથી સંક્રમણનું જોખમ જરૂરથી ઓછું થઈ ગયું છે, પરંતુ એવું નથી કે તેનાથી તેમને ક્યારેય કોરોના થશે નહીં.

આ પણ વાંચો :  GUJARAT : કોરોનાનો મોટો વિસ્ફોટ, નવા 1069 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 3927 થયા, ઓમિક્રોનના નવા 23 કેસ

Next Article