Corona Vaccination : જાણો કોરોના વેક્સિન ઈ-વાઉચર શું છે, ભેટ તરીકે આપી શકાશે આ ઈ-વાઉચર!

ભારત સરકાર ઇ-વાઉચર (E-Voucher) જારી કરશે કે જે અંતર્ગત લોકો ગરીબોને રસીકરણ આપવા માટે આ વાઉચરને ખરીદી શકશે. કોઈપણ આ ઇ-વાઉચર્સ જાણીતા વ્યક્તિ, સહાયક અથવા સ્ટાફના નામે ખરીદી શકે છે.

Corona Vaccination : જાણો કોરોના વેક્સિન ઈ-વાઉચર શું છે, ભેટ તરીકે આપી શકાશે આ ઈ-વાઉચર!
Corona Vaccination
Follow Us:
Mamta Gadhvi
| Edited By: | Updated on: Jun 09, 2021 | 6:49 PM

Corona : કેન્દ્રએ ગરીબો માટે કોરોનાં વેક્સિનનાં ભંડોળને પૂરું પાડવા માટે નવી યોજના ‘Each One Pay One’ નામની યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત સરકાર ગરીબ અને જરૂરીયાતમંદો માટે વેક્સિન ડોઝની ચૂકવણી કરવા તૈયાર હોય તેવા લોકોને ચૂકવણી કરવાની મંજૂરી આપશે.

કેન્દ્ર નોન ટ્રાન્સફરેબલ (Non-Transferable) ઈલેક્ટ્રોનિક વાઉચર લાવી રહ્યું છે, જેનો હેતુ ‘લોક કલ્યાણ’ ની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે. દેશમાં 21 જૂનથી રસીકરણ નીતિ અમલમાં આવશે જેમાં કેન્દ્ર કુલ રસી ઉત્પાદનમાં 75 % રસીની ખરીદી કરશે, જે રસી રાજ્યોને મફતમાં આપવામાં આવશે. ઉપરાંત દેશમાં વેક્સિન ઉત્પાદનની 25 % રસીઓ સીધા ખાનગી ક્ષેત્રની હોસ્પિટલોમાં પૂરી પાડવામાં આવશે અને ખાનગી હોસ્પિટલોનાં (Private Hospital) ચાર્જ પણ ઘટાડવામાં આવ્યા છે.

ઇ-વાઉચર

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ભારત સરકાર ઇ-વાઉચર (E-Voucher) જારી કરશે કે જે અંતર્ગત લોકો ગરીબોને રસીકરણ આપવા માટે આ વાઉચરને ખરીદી શકશે. કોઈપણ આ ઇ-વાઉચર્સ જાણીતા વ્યક્તિ, સહાયક અથવા સ્ટાફના નામે ખરીદી શકે છે. જેનાથી કોઈપણ વ્યક્તિ વાઉચર આપીને હોસ્પિટલમાં રસી લઈ શકે છે.

ઇ-વાઉચર્સ અંતર્ગત કોઈ પણ વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં રસીનો સ્લોટ ખરીદી શકે છે અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને તે દાન આપી શકે છે, જેથી વેક્સિનેસને વેગ મળશે. મુખ્યત્વે ઇ-વાઉચર નોન-ટ્રાન્સફરેબલ હશે અને કોઈ પણ વ્યક્તિ આ વાઉચર ખરીદી શકે છે, ઈ-વાઉચરની સંખ્યા પર કોઈ મર્યાદા રહેશે નહીં. જેનો મુખ્ય હેતુ લોક કલ્યાણનો છે.

ભારત સરકાર 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકો (Citizen) માટે 21 જૂનથી દરેક રાજ્યોમાં નિ:શુલ્ક રસી આપશે. ઉપરાંત, કેન્દ્ર કુલ રસી ઉત્પાદનમાં 75 % રસીની ખરીદી કરશે, જે રસી રાજ્યોને મફતમાં આપવામાં આવશે. દેશમાં વેક્સિન ઉત્પાદનની 25 % રસીઓ સીધા ખાનગી ક્ષેત્રની હોસ્પિટલોમાં પૂરી પાડવામાં આવશે અને આ માટે ખાનગી હોસ્પિટલો રસીના નિયત ભાવ કરતા વધુ ફી વસુલી શકશે નહિ.

સરકારના આંકડા મુજબ, દેશમાં કોરોનાં રસીના ડોઝની કુલ સંખ્યા 23.59 કરોડને વટાવી ગઈ છે. સરકારે આ વર્ષે ડિસેમ્બર સમગ્ર દેશમાં રસી આપવાનું લક્ષ્ય રાખ્યું છે.

ભેટ તરીકે અપાશે આ ઈ-વાઉચર

જો તમે કોઈ ખાનગી રસીકરણ કેન્દ્ર (Private Vaccination Center) પરથી રસી લેવા માટે તમારે ચુકવણી કરવી પડશે. પરંતુ કોવિશિલ્ડ, કોવેક્સિન અને સ્પુટનિક વી માટે પૈસા ચૂકવવા પડશે નહીં. ઇ-વાઉચર્સ અંતર્ગત કોઈ પણ વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં રસીનો સ્લોટ ખરીદી શકે છે અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને તે ભેટ આપી શકે છે. આ ઇ-વાઉચર્સ જાણીતા વ્યક્તિ, સહાયક અથવા સ્ટાફના નામે ખરીદી શકાશે અને ભેટ સ્વરૂપે આપી શકશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">