સર્વોચ્ચ ન્યાયાલય પર કોરોનાનો કહેર, સુપ્રીમ કોર્ટના 4 જજ કોરોના સંક્રમિત થયા

સર્વોચ્ચ ન્યાયાલય પર કોરોનાનો કહેર, સુપ્રીમ કોર્ટના 4 જજ કોરોના સંક્રમિત થયા
Supreme Court Judges test positive for Corona

સુપ્રીમ કોર્ટે તમામ સુનાવણી ઓનલાઈન મોડ પર લઈ જવાનો નિર્ણય કર્યો હતો જ્યાં ન્યાયાધીશોએ કોર્ટની જગ્યાએ પોતાના આવાસથી કેસની સુનાવણી હાથ ધરી હતી.

TV9 GUJARATI

| Edited By: Bhavesh Bhatti

Jan 08, 2022 | 8:21 PM

દેશમાં અને રાજધાની દિલ્લીમાં (Delhi) કોરોના સંક્રમણ વધતાં 7 જાન્યુઆરીથી દેશની સર્વોચ્ચ અદાલતમાં (Supreme Court) તમામ કેસની કાર્યવાહી વર્ચુયલ મોડમાં શરૂ થઈ હતી તેના એક દિવસ બાદ જ સુપ્રીમ કોર્ટના 4 ન્યાયાધીશ કોરોનાથી (Corona) સંક્રમિત થયા છે. સુપ્રીમ કોર્ટે તમામ સુનાવણી ઓનલાઈન મોડ પર લઈ જવાનો નિર્ણય કર્યો હતો જ્યાં ન્યાયાધીશોએ કોર્ટની જગ્યાએ પોતાના આવાસથી કેસની સુનાવણી હાથ ધરી હતી.

સુનાવણી ઓનલાઈન થશે

મહત્વનું છે કે ખૂબ જ અગત્યના કેસ, જામીન કે સ્ટેને લગતા કેસ જ 10મી જાન્યુઆરીથી સુપ્રીમ કોર્ટ દ્વારા ચલાવવામાં આવશે. ગુજરાત (Gujarat) સહિત અનેક રાજ્યની હાઇકોર્ટ દ્વારા સુનાવણી ઓનલાઈન રાખવાનો નિર્ણય કરાયો છે. બોમ્બે (Bombay), ઉત્તરાખંડ (Uttarakhand), કલકત્તા અને અલ્હાબાદ (Allahabad) હાઈકોર્ટના ન્યાયાધીશો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.

દેશમાં 1 લાખ 41 હજાર જેટલા કેસ નોંધાયા

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાતા આંકડા મુજબ 21.3 ટકાના ઉછાળા સાથે આજે દેશમાં 1 લાખ 41 હજાર જેટલા કેસ નોંધાયા હતા. તેમા 40,925 કેસ મહારાષ્ટ્રના, 18,213 પશ્ચિમ બંગાળમાં, 17,335 દિલ્લીમાં, 8,981 કેસ તમિલનાડુ અને 8,449 કેસ કર્ણાટકમાં નોંધાયા હતા. હવે દેશમાં સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 3,53,68,372 થઈ ગઈ છે.

એક અઠવાડિયા પહેલા જે 22,000ની આસપાસ હતી, તે માત્ર એક અઠવાડિયામાં 6 ગણી વધીને 1.50 લાખની નજીક પહોંચી ગયા છે. દેશમાં કોરોનાના વધતા કેસની વચ્ચે છેલ્લા 24 કલાકમાં કુલ 40,895 દર્દી સાજા થયા છે. જેનાથી દેશમાં રિક્વર થયેલા દર્દીઓની સંખ્યા 3,44,12,740 થઈ ગઈ છે. ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા 4,72,169 છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસમાં 1,00,806નો વધારો થયો છે.

ગુજરાતમાં 5,677 કેસ નોંધાયા

ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં 5,677 કેસ નોંધાયા હતા. તેવા સમયે ગુજરાત હાઇકોર્ટમાં (Highcourt) કોરોનાનો વિસ્ફોટ થયો હતો. એક સાથે હાઇકોર્ટમાં કાર્યરત 45 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતો. ગુરૂવારે તમામ કર્મચારીઓનો RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 45 કર્મચારીઓ પોઝિટિવ આવતા ચિંતા વધી હતી. ત્યારે હજી પણ હાઇકોર્ટમાં પોઝિટિવ કેસની સંખ્યા વધી શકે તેમ છે.

એક તરફ જ્યા ઓમિક્રોન (Omicron) સંક્રમણ દેશમાં પગ પેસારો કરી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે રાજ્યોને ઓમીક્રોન સામે સતર્ક રહેવા સૂચના આપી છે. અલગ અલગ રાજ્યની સરકારોએ કોરોના મહામારીના પ્રકોપથી બચવા માટે રાત્રિ કર્ફ્યૂ (Night Curfew), વીકેન્ડ કર્ફ્યૂ (Weekend Curfew) લાગુ કર્યા છે અને જરૂર વગર ઘરની બહાર ન નીકળવા માટે પણ અપીલ કરી છે.

આ પણ વાંચો : Assembly Election 2022: કોંગ્રેસે ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર ઉઠાવ્યા સવાલ, જ્યારે ભાજપ અને અકાલી દળે કર્યું સ્વાગત

આ પણ વાંચો : Goa Assembly Election 2022: અમદાવાદ જિલ્લાથી અડધો વિસ્તાર ધરાવતા ગોવા માટે 4 રાષ્ટ્રીય પાર્ટી વચ્ચે ચૂંટણી જંગ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati