AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid vaccination certificate : કેન્દ્ર સરકારે આપી ચેતવણી, રસીકરણનું સર્ટીફીકેટ સોશિયલ મીડિયા પર શેર ન કરો

Covid Vaccination : આજકાલ ઘણા લોકો સોશિયલ મીડિયા પર પોતાનું કોવીડ રસીકરણ સર્ટીફીકેટ (Covid vaccination certificate) મુકી મિત્રોને જાણ કરે છે કે તેમનું રસીકરણ થયું છે.

Covid vaccination certificate : કેન્દ્ર સરકારે આપી ચેતવણી, રસીકરણનું સર્ટીફીકેટ સોશિયલ મીડિયા પર શેર ન કરો
સાંકેતિક તસ્વીર
| Updated on: May 26, 2021 | 5:39 PM
Share

Covid vaccination certificate : દેશમાં કોરોના વિરૂદ્ધ રસીકરણ અભિયાન જોરશોરથી શરૂ છે. 25 મે 2021 સુધીમાં દેશમાં 20 કરોડથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. કોવીડ રસીકરણ વખતે કેન્દ્ર સરકાર તરફથી કોવીડ રસીકરણ સર્ટીફીકેટ આપવામાં આવે છે. આજકાલ ઘણા લોકો સોશિયલ મીડિયા પર પોતાનું કોવીડ રસીકરણ સર્ટીફીકેટ મુકી મિત્રોને જાણ કરે છે કે તેમનું રસીકરણ થયું છે. પરંતુ કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે કે રસીકરણનું સર્ટીફીકેટ સોશિયલ મીડિયા પર શેર ન કરવું જોઈએ.

સોશિયલ મીડિયા પર શેર ન કરો રસીકરણનું સર્ટીફીકેટ સામાન્ય રીતે એવું જોવા મળે છે કે કોરોનાની રસી લીધા પછી લોકો સેલ્ફી શેર કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી રહ્યા છે અને આ સાથે પોતાનું કોવીડ રસીકરણનું સર્ટીફીકેટ (Covid vaccination certificate) પણ શેર કરી રહ્યાં છે. જો તમે પણ સોશિયલ મીડિયા પર કોવીડ રસીકરણનું સર્ટીફીકેટ શેર કરનારા લોકોમાંથી એક છો, તો હવે સાવચેત રહો. સોશિયલ મીડિયા પર રસીકરણનું પ્રમાણપત્ર લગાવવા અંગે સરકારે ચેતવણી જાહેર કરી છે.

સાયબર સુરક્ષાની દૃષ્ટિએ અયોગ્ય કોવીડ રસીકરણનું પ્રમાણપત્ર કોરોના રસી આપ્યા પછી આપવામાં આવતું સર્ટીફીકેટ છે. આ કોવીડ રસીકરણનું સર્ટીફીકેટ (Covid vaccination certificate) સોફ્ટ કોપી અને હાર્ડ કોપી બંને રીતે મેળવી શકાય છે. કોરોનાની રસી લીધા બાદ આ સર્ટિફિકેટ રસી લેનારા વ્યક્તિના મોબાઇલ નંબર પર મોકલવામાં આવે છે અને લોકો તરત જ તેને શેર પણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે સાયબર સુરક્ષાની બાબતમાં આ યોગ્ય નથી.

શું કહ્યું સરકારે ? કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલય દ્વારા સાયબર સુરક્ષા (Cyber Security) અને જાગૃતિ માટે સાયબર દોસ્ત નામનું ટ્વિટર હેન્ડલ બનવવામાં આવ્યું છે. આ સાયબર દોસ્ત (Cyber Dost) ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કરવામાં આવ્યું છે અને લોકોને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ કોવિડ -19 રસીનું પ્રમાણપત્ર (Covid vaccination certificate) ઓનલાઇન શેર ન કરે. રસીકરણ પ્રમાણપત્રમાં રસી લેનારનું નામ, ઉંમર, લિંગ, સરનામું અને આગામી ડોઝની તારીખ સહિતની ઘણી વિગતો શામેલ હોય છે. ટ્વિટમાં જણાવ્યું છે કે આ માહિતીનો ઉપયોગ છેતરપિંડી માટે થઈ શકે છે. આથી કોવીડ રસીકરણનું પ્રમાણપત્ર શેર ન કરવું જોઈએ.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">