શું ઓમિક્રોનના નવા સબ-વેરિઅન્ટથી આવશે વધુ એક લહેર ? જાણો શું કહે છે નિષ્ણાંત

|

Feb 22, 2022 | 7:46 AM

ઓમીક્રોમના નવા BA.2 Sub-Variant માટે નિષ્ણાંતોએ પોતાના મત રજુ કર્યા છે, જેમા તેમણે BA.2 Sub-Variant ને ઓમિક્રોમ સાથે સરખાવ્યો છે,જોણો આ નવા વેરિઅન્ટની ગંભરતા વિશે

શું ઓમિક્રોનના નવા સબ-વેરિઅન્ટથી આવશે વધુ એક લહેર ? જાણો શું કહે છે નિષ્ણાંત
Omicron-subvariant-BA.2 (symbolic image )

Follow us on

ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BA.2 (BA.2 Sub-Variant of Omicron) વિશે વિવિધ પ્રકારની આશંકા અને અટકળો છે. એવું કહેવાય છે કે કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનું સબ-વેરિઅન્ટ BA.2 મૂળ વેરિઅન્ટ (BA.1 Sub-Variant) કરતાં વધુ ઝડપથી ફેલાશે. આ સબ-વેરિઅન્ટ ડેલ્ટાથી પણ ખતરનાક હોવાની આશંકા સેવાઈ રહી છે. જો કે, ભારતના વરિષ્ઠ આરોગ્ય અધિકારી અને નેશનલ IMA કોવિડ ટાસ્ક ફોર્સના કો-ચેરમેન ડૉ. રાજીવ જયદેવને દિલાસો આપનારી વાત કહી છે. તેમનું કહેવું છે કે BA.2 સબ-વેરિઅન્ટથી વધુ એક લહેર આવે તેવી શક્યતા ઓછી. આટલું જ નહીં, જે લોકો પહેલાથી જ BA.1 સબ-વેરિઅન્ટના સંપર્કમાં આવી ચૂક્યા છે તેમને ફરીથી ચેપ લાગશે નહીં.

ટોચના એપિડેમિયોલોજિસ્ટની ચેતવણી બાદ આવ્યું નિવેદન

રાજીવનું નિવેદન જાણીતા એપિડેમિયોલોજિસ્ટન નિષ્ણાત ડૉ એરિક ફીગલ-ડિંગની ચેતવણી પછી આવ્યું છે. તેમણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ને BA.2 સબ-વેરિયન્ટને ‘વેરિઅન્ટ્સ ઓફ કન્સર્ન’ તરીકે જાહેર કરવા આવે. એરિકે એમ પણ જણાવ્યું કે BA.2 સબ-વેરિઅન્ટમાં ગંભીરતા કરવાની ક્ષમતા છે. જાપાનમાં કરવામાં આવેલા પ્રયોગશાળાના પ્રયોગોને ટાંકીને ડૉ. એરિકે એમ પણ કહ્યું કે BA.2 સબ-વેરિઅન્ટ કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટ જેટલો જ ખતરનાક બની શકે છે. તેમણે BA.2 સબ-વેરિયન્ટને ખરાબ સમાચાર ગણાવ્યા.

WHOએ શું કહ્યું?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ અગાઉ જણાવ્યું હતું કે BA.2 સબ-વેરિઅન્ટ અગાઉના પેટા વેરિઅન્ટ કરતાં વધુ ટ્રાન્સમિસિબલ છે, પરંતુ ગંભીર નથી. WHO ના કોવિડ-19 ટેકનિકલ લીડ મારિયા વાન કેરખોવાએ એક વિડિયોમાં જણાવ્યું હતું કે, ‘બધા પેટા વેરિઅન્ટ્સમાં BA.1 કરતાં Ba.2 વધુ ફેલાઇ શકે તેમ છે. જો કે, ગંભીરતાના બંને વચ્ચે કોઇ ખાસ અંતર નથી.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

જાપાનના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે BA.2 એ ઓમિક્રોન પ્રકાર હોવાનું માનવામાં આવે છે. પરંતુ, તેનો જીનોમિક ક્રમ BA.1 કરતા ઘણો અલગ છે. આ સૂચવે છે કે BA.2 ના વાઈરોલોજીકલ લક્ષણો BA.1 કરતા અલગ છે.

આ પણ વાંચો :Child care: આ ફુડ વિશેની ગેરમાન્યતાનાં કારણે બાળકો બની શકે છે સ્થુળતાનો શિકાર, જાણો સમગ્ર અહેવાલ

આ પણ વાંચો :Sugar Level : અનિયંત્રિત સુગર લેવલને કંટ્રોલમાં કરવા માટે ખાઓ આ એક ફળ

Next Article