કોવિડ સંકટમાં ભારતીય નાગરિકોની કાળજી લેવા માટે PM મોદીએ UAEના વખાણ કર્યા, કહ્યું- બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત થઈ રહ્યા છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું અત્યંત ખુશ છું કે બંને દેશોએ આજે ​​વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ વર્ષ બંને દેશો માટે ઘણું મહત્વનું છે.

કોવિડ સંકટમાં ભારતીય નાગરિકોની કાળજી લેવા માટે PM મોદીએ UAEના વખાણ કર્યા, કહ્યું- બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત થઈ રહ્યા છે
PM Modi praises UAE for taking care of Indian citizens in Covid crisis
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 11:00 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ (Crown Prince of Abu Dhabi) અને UAE સશસ્ત્ર દળોના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને આજે ડિજિટલ માધ્યમથી એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. જેમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. મીટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાહ્યાને કહ્યું કે કોવિડ સંકટ (Corona Crisis) દરમિયાન તમે UAEમાં ભારતીય નાગરિકોની સંભાળ લીધી, તે માટે હું હંમેશા તમારો આભારી રહીશ. આ વર્ષ બંને દેશો માટે ઘણું મહત્વનું છે. તમે UAEની સ્થાપનાના 50મા વર્ષની ઉજવણી કરશો અને અમે અમારી આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવીશું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું અત્યંત ખુશ છું કે બંને દેશોએ આજે ​​વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નરની UAEની મુલાકાત બાદ UAEની ઘણી કંપનીઓએ જમ્મુ અને કાશ્મીરમાં રોકાણ કરવામાં રસ દાખવ્યો છે. અમે જમ્મુ અને કાશ્મીરમાં લોજિસ્ટિક્સ, હેલ્થકેર સહિતના તમામ ક્ષેત્રોમાં UAEના રોકાણને આવકારીએ છીએ.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અમારા સંબંધોને મજબૂત બનાવવામાં તમારી અંગત ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. કોવિડ રોગચાળા દરમિયાન પણ તમે UAE ના ભારતીય સમુદાયની જે રીતે કાળજી લીધી તેના માટે હું હંમેશા તમારો આભારી રહીશ. પીએમ મોદીએ કહ્યું, અમે યુએઈમાં તાજેતરના આતંકવાદી હુમલાની સખત નિંદા કરીએ છીએ. ભારત અને UAE આતંકવાદ સામે ખભે ખભા મિલાવીને ઊભા રહેશે.

પીએમ મોદીએ કહ્યું કે હું ખૂબ જ ખુશ છું કે આજે આપણા બંને દેશો વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કરી રહ્યા છે. નોંધનીય છે કે અમે ત્રણ મહિનાથી ઓછા સમયમાં આવા મહત્વપૂર્ણ કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવામાં સક્ષમ હતા. સામાન્ય રીતે આ પ્રકારના કરાર માટે વર્ષો લાગે છે.

આ કરાર બંને દેશો વચ્ચે ઊંડી મિત્રતા, સહિયારી દ્રષ્ટિ અને વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. મને ખાતરી છે કે આ આપણા આર્થિક સંબંધોમાં નવા યુગની શરૂઆત કરશે અને આગામી પાંચ વર્ષમાં આપણો વેપાર $60 બિલિયનથી વધીને $100 બિલિયન થઈ જશે.

આ પણ વાંચો: યુક્રેનના અશાંત પૂર્વ ભાગમાં સરહદ પર ભારે ગોળીબાર, જીપીએસ સિગ્નલ જામને કારણે ડ્રોન અને મોબાઈલ નેટવર્ક ખોરવાયા

આ પણ વાંચો: Russia Ukraine Crisis: યૂક્રેનની સીમાથી દૂર નથી ગયુ રશિયા, પુતિનના દાવાને USએ ફગાવી દીધુ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">