AHMEDABAD : અનેક વિસ્તારોમાં વેપારીઓનો સ્વંયભૂ બંધનો નિર્ણય, જુઓ આ વિસ્તારોમાં રહેશે હવે બંધ

AHMEDABAD : હવે રાજયમાં કોરોનાના કેસો હવે 10 હજારને આંબી ગયા છે. તેમાં પણ રાજયમાં સૌથી વધારે કેસો અમદાવાદ શહેરમાં નોંધાઇ રહ્યાં છે. અમદાવાદમાં શહેરમાં હવે તો કોરોનાનો આંક 3 હજારને પાર પહોંચી ગયો છે.

AHMEDABAD : અનેક વિસ્તારોમાં વેપારીઓનો સ્વંયભૂ બંધનો નિર્ણય, જુઓ આ વિસ્તારોમાં રહેશે હવે બંધ
સ્વંયભૂ બંધ
Follow Us:
| Updated on: Apr 19, 2021 | 5:37 PM

AHMEDABAD : હવે રાજયમાં કોરોનાના કેસો હવે 10 હજારને આંબી ગયા છે. તેમાં પણ રાજયમાં સૌથી વધારે કેસો અમદાવાદ શહેરમાં નોંધાઇ રહ્યાં છે. અમદાવાદમાં શહેરમાં હવે તો કોરોનાનો આંક 3 હજારને પાર પહોંચી ગયો છે. ત્યારે સતત કેસોના વધારાને પગલે લોકોમાં લૉકડાઇનની માગ પણ થઇ રહી છે. જોકે, રાજય સરકારે લોકડાઉનની પરિસ્થિતિ ન હોવાનું કહી લોકડાઉન નહિ થાય તેમ પણ જણાવી દીધું છે. ત્યારે અમદાવાદ શહેરમાં હવે તો ભાજપના નેતાઓ અને કોર્પોરેટરો હવે સ્વૈચ્છિક લોકડાઉન કરાવવા માટે લોકો અને વેપારીઓને અપીલ કરી રહ્યા છે.

શહેરના અનેક વિસ્તારોમાં સ્વંયભૂ લોકડાઉન કરાયું અમદાવાદ શહેરનાં સાબરમતી, રાણીપ, ન્યુ રાણીપ, સરદારનગર, કુબેરનગર, નરોડા, નરોડા પાટિયા વિસ્તારમાં બપોરે ત્રણ વાગ્યા બાદ દુકાનો, વેપાર-ધંધા સ્વૈચ્છિક બંધનું એલાન અપાયું છે. આ એલાનના પગલે રાણીપ ગામ, બલોલનગર, ન્યુ રાણીપ, માણકી સર્કલ, ચેનપુર રોડ, સાબરમતી, રામનગર, ધર્મનગર, રામનગર શાકમાર્કેટ સહિતના વિસ્તારમાં સજ્જડ બંધ જોવા મળ્યા હતા. આ વિસ્તારોમાં માત્ર દવાની દુકાનો અને દવાખાના જ ચાલુ રહ્યાં હતા.

30 એપ્રિલ સુધી 3 વાગ્યા પછી સાબરમતી વિસ્તારની દુકાનો બંધ સાબરમતી વેપારી મહાજન દ્વારા સાબરમતી વિસ્તારમાં બપોરે 3 વાગ્યા બાદ દુકાનોને બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. સ્થાનિક કાઉન્સિલર ચેતન પટેલ અને અન્ય નેતાઓએ વેપારીઓ સાથે બેઠક યોજી હતી અને બપોર બાદ દુકાનો બંધ રાખવા સૂચન કર્યું હતું. જેમાં વેપારીઓએ તૈયારી દર્શાવી હતી. અને, હવે 30 એપ્રિલ સુધી સાબરમતીમાં બપોરે 3 વાગ્યા બાદ બંધ પાડવામાં આવશે. આ સાથે માત્ર દવાની દુકાનો ચાલુ રાખવાની છૂટ અપાઇ છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

બપોરે 2 વાગ્યા બાદ દુકાનો અને વેપાર બંધ રાણીપ અને ન્યુ રાણીપમાં સાબરમતીના ધારાસભ્ય અરવિંદ પટેલે સ્થાનિક વેપારીઓ સાથે બેઠક યોજી હતી. અને, કોરોનાનું સંક્રમણ બાબતે ચર્ચા કરી અને વેપારીઓને સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરી હતી. જેને લઈ તમામ વેપારીઓ 25 એપ્રિલ 2021 સુધી બપોરે 2 વાગ્યા બાદ દુકાનો અને વેપાર બંધ રાખવાના નિર્ણય પર સહમતિ સધાઇ છે.

શનિ-રવિ શહેરના માર્કેટ બંધ રહ્યા

અમદાવાદમાં શનિવાર અને રવિવારે માધુપુરા, કાલુપુર ચોખાબજાર, માણેકચોક સોની બજાર, ખોખરા વિસ્તારમાં સ્વયંભુ લોકડાઉન કરવામાં આવ્યું હતું. શહેરના ખોખરા વિસ્તારમાં પણ રાધે મોલ આખો દિવસ બંધ જોવા મળ્યા હતા. મણિનગર સિંધી બજાર પણ સંપૂર્ણપણે બંધ જોવા મળ્યું હતું.

Latest News Updates

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">