AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, રાજ્યમાં નવા 179 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 61 કેસ

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ વધીને 837 થયા છે. તો આજે રાજકોટમાં 2 દર્દીઓના મૃત્યુ થયા છે.

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, રાજ્યમાં નવા 179 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 61 કેસ
GUJARAT CORONA UPDATE
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 9:18 PM
Share

GANDHINAGAR : ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ થયો છે. આજે 25 ડિસેમ્બરે રાજ્યમાં નવા 179 કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 61 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ વધીને 837 થયા છે. તો આજે રાજકોટ જિલ્લામાં 2 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 8 લાખ 29 હજાર 182 થઇ છે, તેમજ મૃત્યુઆંક વધીને 10,113 થયો છે.

રાજ્યમાં આજે અન્ય મહાનગરો અને નગરોમાં નોધાયેલા નવા કેસની વાત કરીએ તો સુરત શહેરમાં 20, આણંદમાં 18, વડોદરા શહેરમાં 14, રાજકોટ શહેરમાં 13, સુરત જિલ્લામાં 9, અને નવસારીમાં 5 કેસ નોધાયા છે, અન્ય શહેર જિલ્લાઓમાં 4 અને તેથી ઓછા કેસ નોંધાયા છે.

ગઈકાલ કરતા બમણા જેટલા નવા કેસ નોંધાયા રાજ્યમાં ગઈકાલે 24 ડિસેમ્બરે કોરોના વાયરસના નવા 98 કેસ નોધાયા હતા, જયારે આજે સીધા બમણા જેટલા કેસો નોંધાયા છે. નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસમાં પણ વધારો થયો છે. ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ 694 હતા, જે આજે વધીને 837 થયા છે.

રાજ્યમાં આજે કોરોના વાયરસથી મુક્ત થઇને 34 દર્દીઓ સાજા થયા છે, આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8 લાખ 18 હજાર 232 દર્દીઓ કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.

રાજ્યમાં આજે ઓમિક્રોનના 6 નવા કેસ રાજ્યમાં આજે કોરોના વાયરસના ઓમિક્રોન વેરીએન્ટના 6 નવા કેસ નોંધાયા છે જેની વિગત આ પ્રમાણે છે :

1) રાજકોટ શહેરમાં યુકેથી આવેલી 22 વર્ષીય યુવતી ઓમિક્રોન સંક્રમિત

2)ખેડામાં લંડનથી આવેલા 38 વર્ષના એક પુરુષ, 28 વર્ષની એક મહિલા અને 10 વર્ષની એક બાળકી ઓમિક્રોન સંક્રમિત

3)અમદાવાદમાં 50 વર્ષની એક સ્ત્રી અને 28 વર્ષની એક સ્ત્રી ઓમિક્રોન સંક્રમિત થઇ છે, આ બંનેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">