એક દિવસમાં કોરોનાના નવા 16,561 કેસ, ચેપ દર વધીને 5.44 ટકા થયો, કોર્બેવેક્સના બૂસ્ટર ડોઝની કિંમત 250 રૂપિયા

|

Aug 12, 2022 | 12:19 PM

સક્રિય કેસોની વર્તમાન સંખ્યા કુલ કોવિડ સંક્રમિતના 0.28 ટકા છે. જ્યારે કોવિડમાંથી સાજા થનારા લોકોની ટકાવારી 98.53 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 1,541નો ઘટાડો થયો છે.

એક દિવસમાં કોરોનાના નવા 16,561 કેસ, ચેપ દર વધીને 5.44 ટકા થયો, કોર્બેવેક્સના બૂસ્ટર ડોઝની કિંમત 250 રૂપિયા
Covid Virus
Image Credit source: PTI

Follow us on

ભારતમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના ( Corona ) નવા કેસ 16,561 કેસ નોંધાયા છે.  શુક્રવારે સવારે અપડેટ થયેલા ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં 18,053 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. હવે દેશમાં સક્રિય કેસ ઘટીને 1,23,535 થઈ ગયા છે. નવા કેસ સહિત દેશમાં અત્યાર સુધીમાં  કુલ 4,42,23,557 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 49 લોકોના મોત સાથે કોવિડ-19 (covid 19)નો કુલ મૃત્યુઆંક વધીને 5,26,928 થયો છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં સૌથી વધુ 10 મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 16,561 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન ચેપ દર વધીને 5.44 ટકા થઈ ગયો.

સક્રિય કેસોની વર્તમાન સંખ્યા કુલ કોવિડ સંક્રમિતના 0.28 ટકા છે. જ્યારે કોવિડમાંથી સાજા થનારા લોકોની ટકાવારી 98.53 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 1,541નો ઘટાડો થયો છે.

કોરોના રસીકરણ કેન્દ્રો પર બૂસ્ટર ડોઝ ઉપલબ્ધ છે

Corbevax રસીનો બૂસ્ટર ડોઝ આજથી કોરોના રસીકરણ કેન્દ્રો પર ઉપલબ્ધ થશે. તેની ઉપલબ્ધતા કોવિન એપ પર ખાનગી અને સરકારી રસીકરણ કેન્દ્રો પર પણ જોઈ શકાશે. રસી ઉત્પાદક બાયોલોજિકલ ઇ લિમિટેડે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારને રસીના 10 કરોડ ડોઝ સપ્લાય કરવામાં આવ્યા છે. Corbevax ને 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે કોરોના બૂસ્ટર શૉટ તરીકે મંજૂરી આપવામાં આવી છે. એટલે કે કોર્બેવેક્સનો બૂસ્ટર એવા લોકોને ત્રીજા ડોઝ તરીકે આપી શકાય જેમણે અગાઉ કોવિશિલ્ડ અને કોવેક્સિન બંને ડોઝ લીધા છે. આરોગ્ય મંત્રાલયે પણ NEAGI ની ભલામણને પગલે Corbevax ના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. ખાનગી કેન્દ્રો પર કોર્બેવેક્સના એક ડોઝની કિંમત રૂ. 250 છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

દેશમાં(India) કોરોનાના (Corona) નવા કેસમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. દરમિયાન, બાળકોમાં કોરોના ફરીથી ચેપના કેસ નોંધાઈ રહ્યા છે, જે બાળકો જાન્યુઆરી અથવા એપ્રિલમાં કોવિડથી સંક્રમિત થયા હતા. તેઓ ફરીથી પોઝિટિવ આવી રહ્યા છે. જોકે, સારા સમાચાર એ છે કે બાળકોમાં (children) હળવા લક્ષણો છે અને તેઓ ઘરે સ્વસ્થ થઈ રહ્યા છે. આ દરમિયાન બાળકો પણ વાયરલ અને ફ્લૂની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ડૉક્ટરો સલાહ આપે છે કે બાળકોને કોવિડથી બચાવવા માટે તમામ જરૂરી નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ.

Next Article