હોંગકોંગ લાવ્યું ‘ટેલેન્ટ વિઝા’, શું ભારતીયોને મળશે મોટો ફાયદો ?
હોંગકોંગનું (Hong Kong)કાર્યબળ ઝડપથી સંકોચાઈ રહ્યું છે. જેના કારણે હવે શહેર નવા લોકોને આકર્ષવા માંગે છે. તેથી જ હોંગકોંગ ટોપ ટેલેન્ટ પાસ સ્કીમ લઈને આવ્યું છે.

હોંગકોંગમાં નવી વિઝા સ્કીમ લાવવામાં આવી રહી છે. આ યોજના દ્વારા ભારતીયોને મોટો ફાયદો થવાનો છે. ખાસ કરીને એવા ભારતીયો કે જેઓ ફિનટેક, લોજિસ્ટિક્સ અને બેન્કિંગ ક્ષેત્રો સાથે જોડાયેલા છે તેમને વધુ લાભ મળશે. ખરેખર, હોંગકોંગમાં બ્રેઇન ડ્રેઇન જોવા મળી રહ્યું છે. સરળ ભાષામાં બ્રેઈન ડ્રેઈન સમજીએ તો ભણેલા-ગણેલા હોશિયાર લોકો દેશ છોડીને બીજા દેશોમાં જતા રહે છે. આ જ કારણ છે કે હવે આ નવી વિઝા યોજના દ્વારા તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી શહેરના આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ સેન્ટરને બચાવી શકાય. કરિઅર ન્યુઝ અહીં વાંચો.
છેલ્લા બે વર્ષમાં શહેરના કર્મચારીઓની સંખ્યામાં લગભગ 140,000 લોકોનો ઘટાડો થયો છે. ચીફ એક્ઝિક્યુટિવ જોન લીએ આ મહિને ‘ટોપ ટેલેન્ટ પાસ સ્કીમ’ની જાહેરાત કરી હતી, જેમાં ઉચ્ચ કમાણી કરનારા અને ઉચ્ચ યુનિવર્સિટીના સ્નાતકોને પ્રોત્સાહન આપવામાં આવશે.
ટોપ ટેલેન્ટ પાસ સ્કીમમાં શું ખાસ છે?
- હોંગકોંગની આ યોજના હેઠળ બે વર્ષના વિઝા આપવામાં આવશે.
- જેઓ વર્ષે 2.5 મિલિયન હોંગકોંગ ડોલર (લગભગ $3,18,000) કમાય છે તેમને વિઝા આપવામાં આવશે.
- વિશ્વની ટોચની 100 યુનિવર્સિટીઓમાં ભણેલા અને છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ વર્ષ કામ કરનારા લોકોને પણ હોંગકોંગ તરફથી વિઝા આપવામાં આવશે.
હોંગકોંગમાં કેટલા ભારતીયો છે?
હોંગકોંગમાં ભારતના કોન્સ્યુલેટ જનરલની વેબસાઈટ પર જુલાઈ 2022ના ડેટા અનુસાર, હોંગકોંગમાં 42,000 થી વધુ ભારતીયો રહે છે, જેમાંથી 33,000 ભારતીય પાસપોર્ટ ધરાવે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘આશ્ચર્યની વાત એ છે કે હોંગકોંગ આવતા મોટાભાગના ભારતીય પ્રોફેશનલ્સ સર્વિસ ઈન્ડસ્ટ્રી, બેન્કિંગ અને ફાઈનાન્સ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, શિપિંગ સહિત અન્ય ક્ષેત્રોમાં કામ કરે છે.’
સરકારી ડેટા અનુસાર, હોંગકોંગે તેની સામાન્ય રોજગાર નીતિ હેઠળ 2021માં 1034 ભારતીયોની વિઝા અરજીઓને મંજૂરી આપી હતી. તે જ સમયે, 2022 ના પ્રથમ છ મહિનામાં 560 વિઝા અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે મહામારી પહેલા 2019માં ભારતીય નાગરિકોને સામાન્ય રોજગાર નીતિ હેઠળ 2684 વિઝા આપવામાં આવ્યા હતા.
હોંગકોંગમાં 150 વર્ષથી ભારતીય સમુદાય
કામના સંદર્ભમાં હોંગકોંગ ભારતીયો માટે પ્રિય સ્થળ છે. છેલ્લા 150 વર્ષથી અહીં એક વિશાળ ભારતીય સમુદાય રહે છે. આ જ કારણ છે કે ગ્લોબલ ફાઇનાન્સ અને ટ્રેડ હબ તરીકે શહેરના ઉદભવમાં ભારતીયોના યોગદાનને કોઈ નકારી શકે નહીં. હોંગકોંગમાં છ જાહેર ક્ષેત્રની બેંકો અને બે ખાનગી ક્ષેત્રની બેંકો કાર્યરત છે.