AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC CSE 2022: UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2022ની ખાલી જગ્યાઓ વધી, રેલવે માટે પણ નવી જગ્યાઓ ઉમેરવામાં આવી

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને સિવિલ સર્વિસ પરીક્ષા 2022 સંબંધિત એક મહત્વપૂર્ણ સૂચના બહાર પાડી છે. આ માહિતી અનુસાર આ વર્ષે યોજાનારી UPSC સિવિલ સર્વિસ પરીક્ષાની ખાલી જગ્યાઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.

UPSC CSE 2022: UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2022ની ખાલી જગ્યાઓ વધી, રેલવે માટે પણ નવી જગ્યાઓ ઉમેરવામાં આવી
upsc (પ્રતિકાત્મક તસવીર)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 5:20 PM
Share

UPSC Civil Seva Pariksha 2022: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસ પરીક્ષા 2022 સંબંધિત એક મહત્વપૂર્ણ સૂચના બહાર પાડી છે. આ UPSC સિવિલ સર્વિસીસ 2022માં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો વિશે છે. આયોગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વર્ષે યોજાનારી UPSC સિવિલ સર્વિસ પરીક્ષાની ખાલી જગ્યાઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ખાલી જગ્યાઓ વધારવાનું કારણ રેલવે માટે કેટલીક નવી પોસ્ટનો ઉમેરો છે. હવે ભારતીય રેલ્વે મેનેજમેન્ટ સર્વિસ એટલે કે, IRMS ગ્રુપ Aની ભરતી (IRMS group A recruitment) પણ UPSC સિવિલ સર્વિસ પરીક્ષા દ્વારા કરવામાં આવશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આ અંગે જાહેર કરાયેલ નોટિસ આગળ જોઈ શકાય છે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા upsc.gov.in પર જાહેર કરાયેલ સિવિલ સર્વિસ પરીક્ષા 2022ની લેટેસ્ટ સૂચના અનુસાર હવે ભરતીની જગ્યામાં 150 પદો વધારવામાં આવી છે. અગાઉ જ્યાં UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષા 861 પદો માટે લેવાતી હતી હવે તે કુલ 1,011 પદો માટે થશે. નવી 150 જગ્યાઓ IRMSમાં ભરવામાં આવશે જે ભારતીય રેલ્વેનો એક ભાગ છે. જો કે આ સંભવિત ખાલી જગ્યા છે. જરૂરિયાત મુજબ તેને વધારી કે ઘટાડી પણ શકાય છે.

IRMS શું છે?

ભારતીય રેલ્વેએ તાજેતરમાં એક નોટિસ જાહેર કરી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે, દેશની 8 અલગ-અલગ નેશનલ ટ્રાન્સપોર્ટર સર્વિસને મર્જ કરવામાં આવી છે. આ તમામ ટ્રાન્સપોર્ટરોને જોડીને IRMS બનાવવામાં આવ્યો છે. તેનું પૂરું નામ ઇન્ડિયન રેલ્વે મેનેજમેન્ટ સર્વિસ છે.

IRMS ગ્રુપ A ખાલી જગ્યા

IRMSમાં ગ્રુપ Aની જગ્યાઓ માટે ભરતી UPSC સિવિલ સર્વિસ પરીક્ષા દ્વારા કરવામાં આવશે. આ વર્ષે આ વિભાગમાં 150 જગ્યાઓ ભરવામાં આવશે. તેમાંથી 6 જગ્યાઓ અલગ-અલગ-વિકલાંગ વર્ગ માટે અનામત રાખવામાં આવશે.

શું હશે પાત્રતા – UPSC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, IRMS ગ્રુપ Aની નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારોએ પણ UPSC CSEની અન્ય સેવાઓની જેમ UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2022માં બેસવા માટે સમાન લાયકાત પુરી કરવી પડશે. તેથી જે ઉમેદવારોએ UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2022 માટે અરજી કરી છે તેઓએ ફરીથી અરજી કરવાની જરૂર નથી.

આ પણ વાંચો: CISF Recruitment 2022: ધોરણ 12 પાસ માટે CISFમાં કોન્સ્ટેબલની ભરતી, જાણો પગાર અને અરજીની વિગતો

આ પણ વાંચો: IAF Recruitment 2022: ભારતીય વાયુસેનામાં એપ્રેન્ટિસની જગ્યા માટે ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">