UPTETનુ પેપર વોટ્સએપ પર થયુ લીક, પરીક્ષા કરાઈ રદ્દ
પરીક્ષાનું પેપર મથુરા, ગાઝિયાબાદ, બુલંદશહેરના વોટ્સએપ ગ્રુપ પર વાયરલ થયું હતું. પેપર લીક થયા બાદ ઉતાવળમાં પરીક્ષા રદ કરવામાં આવી હતી. યુપી એસટીએફ સક્રિય બની અને ઝડપી કાર્યવાહી શરૂ કરી.
ઉત્તર પ્રદેશ શિક્ષક પાત્રતા કસોટી 2021 (Teacher Eligibility Test – TET) રદ કરવામાં આવી છે. પેપર લીક થયા બાદ અચાનક પેપર રદ કરવામાં આવ્યું હતું. જેના કારણે 21 લાખથી વધુ વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડી હતી. ઘણાએ કેન્દ્રની બહાર અને ઘણાએ રેલવે સ્ટેશનથી બસ સ્ટેન્ડ સુધી રાત વિતાવી હતી. પેપર આપવાનું શરૂ કર્યું કે થોડીવાર પછી તેમને પેપર કેન્સલ થયાની માહિતી મળી. UPSTFએ પેપર લીક કેસમાં ડઝનેક લોકોને ઝડપી લીધા છે અને તેમની પૂછપરછ કરી રહી છે.
રવિવારે યુપી TETનું પેપર લેવાનું હતું. પરીક્ષા બે પાળીમાં લેવાની હતી. પ્રાથમિક કક્ષાની શિક્ષક પાત્રતા કસોટી પ્રથમ પાળીમાં યોજાવાની હતી. જેના માટે 2,554 પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવ્યા હતા. આ કેન્દ્રો પર 12,91,628 ઉમેદવારો હાજર રહેવાના હતા.
વોટ્સએપ ગ્રુપમાં પેપર ફર્યુ ઉચ્ચ પ્રાથમિક કક્ષાની પરીક્ષા બીજી પાળીમાં યોજાવાની હતી, જેના માટે 1,747 પરીક્ષા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા હતા. આના પર 8,73,553 ઉમેદવારો હાજર રહેવાના હતા. કેન્દ્રો પર નજર રાખવા માટે પ્રથમ વખત લાઈવ સીસીટીવી સર્વેલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરીક્ષાના થોડા સમય પહેલા જ વોટ્સએપ ગ્રુપમાં પેપર લીક થયું હતું.
એક મહિનામાં ફરીથી પરીક્ષા યુપીમાં કુલ 21.65 લાખ ઉમેદવારો માટે 4309 કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા. ADG, કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમારે માહિતી આપી કે કથિત પેપર લીકને કારણે UPTET 2021ની પરીક્ષા રદ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે STFએ પેપર લીક કેસમાં ડઝનબંધ શંકાસ્પદોની અટકાયત કરી છે. તપાસ ચાલુ છે. યુપી સરકાર એક મહિનાની અંદર ફરીથી પરીક્ષા હાથ ધરશે.
UPTET 2021 examination scheduled to be held today stands cancelled due to alleged paper leak
Dozens of suspects detained by STF in the paper leak case, the investigation is on. UP government will conduct the exam again within a month: Prashant Kumar, ADG, Law & Order
(file pic) pic.twitter.com/U4gDXCYJ0a
— ANI UP (@ANINewsUP) November 28, 2021
મેરઠમાંથી ત્રણ લોકોની કરાઈ અટકાયત પરીક્ષાનું પેપર મથુરા, ગાઝિયાબાદ, બુલંદશહરના વોટ્સએપ ગ્રુપ પર વાયરલ થયું હતું. પેપર લીક થયા બાદ ઉતાવળમાં પરીક્ષા રદ કરવામાં આવી હતી. યુપી એસટીએફ સક્રિય બની અને ઝડપી કાર્યવાહી શરૂ કરી. સૂત્રોનું માનીએ તો મેરઠમાંથી ત્રણ લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય સ્થળોએ પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.
આ પણ વાંચોઃ
Antim Box Office Collection Day 2: બીજા દિવસે સલમાન-આયુષની ફિલ્મ ‘અંતિમ’ની કમાણી નિરાશાજનક, માત્ર આટલા કરોડનું કલેક્શન
આ પણ વાંચોઃ