UPSC Geo Scientist Admit Card: UPSC જીઓ સાયન્ટિસ્ટ ભરતી પરીક્ષાનું એડમિટ કાર્ડ થયું જાહેર
UPSC Geo Scientist Admit Card: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ જીઓ સાયન્ટિસ્ટ ભરતી પરીક્ષા માટે એડમિટ કાર્ડ જારી કર્યું છે.

UPSC Geo Scientist Admit Card: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ જીઓ સાયન્ટિસ્ટ ભરતી પરીક્ષા માટે એડમિટ કાર્ડ જારી કર્યું છે. UPSC જીઓ સાયન્ટિસ્ટ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો UPSCની અધિકૃત વેબસાઈટ પર જઈને UPSC જીઓ સાયન્ટિસ્ટ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. જણાવી દઈએ કે, આ પરીક્ષા દ્વારા કુલ 197 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ પોસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારોએ પરીક્ષા માટે તેમની તૈયારી પૂર્ણ કરવી જોઈએ કારણ કે પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં જ લેવામાં આવશે. આ ખાલી જગ્યા માટે અરજી પ્રક્રિયા 22 સપ્ટેમ્બર 2021 ના રોજ શરૂ કરવામાં આવી હતી. ઉમેદવારો વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચના દ્વારા તમામ આગામી પ્રક્રિયાઓની વિગતો ચકાસી શકે છે.
જીઓ સાયન્ટિસ્ટની જગ્યા માટે 12 ઓક્ટોબર 2021 સુધી અરજીઓ મંગાવવામાં આવી હતી. પ્રિલિમ પરીક્ષા (UPSC Geo Scientist Prelims Exam 2022)નું એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે. પરીક્ષા 30 ફેબ્રુઆરી 2022ના રોજ લેવામાં આવશે. તે જ સમયે, UPSC દ્વારા જાહેર કરાયેલ કેલેન્ડર અનુસાર, આ ખાલી જગ્યા માટેની મુખ્ય પરીક્ષા 25 અને 26 જૂન 2022 ના રોજ યોજવામાં આવી શકે છે.
એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું
- એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે, સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ upsconline.nic.in પર જાઓ.
- વેબસાઇટના હોમ પેજ પર ADMIT CARD પર ક્લિક કરો.
- હવે UPSC Combined Geo-Scientist (Preliminary) Examination, 2022 લિંક પર ક્લિક કરો.
- હવે ઉમેદવારો તેમનો એપ્લિકેશન નંબર અને પાસવર્ડ દાખલ કરે છે.
- એકવાર સબમિટ કર્યા પછી, પ્રવેશ કાર્ડ સ્ક્રીન પર ખુલશે.
- એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો અને વધુ ઉપયોગ માટે પ્રિન્ટ આઉટ લો.
કોણ કરી શકે છે અરજી ?
જીઓ સાયન્ટિસ્ટની જગ્યા માટે અરજી કરનારા ઉમેદવારોએ જીઓલોજિકલ સાયન્સ વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએટ હોવું ફરજિયાત હતું. તે જ સમયે, કેટલીક પોસ્ટ્સ માટે વિવિધ લાયકાત નક્કી કરવામાં આવી હતી. ઉપરાંત, ઉમેદવારોની ઉંમર 21 વર્ષથી વધુ અને 30 વર્ષથી ઓછી માંગવામાં આવી હતી. જણાવી દઈએ કે અનામતના દાયરામાં આવતા ઉમેદવારોને ઉચ્ચ વય મર્યાદામાં વિશેષ છૂટ આપવામાં આવી હતી.
ખાલી જગ્યાની વિગતો
જાહેર કરાયેલ નોટિફિકેશન મુજબ કુલ 197 જગ્યાઓ પર ભરતી થવાની છે. તમામ જગ્યાઓ માટે વિવિધ લાયકાત અને વય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. જીઓલોજિસ્ટ ગ્રુપ A- આ ખાલી જગ્યા મુજબ કેમિસ્ટ ગ્રુપ Aની જગ્યા માટે 100 સીટો નક્કી કરવામાં આવી છે. જેમાં જિયોફિઝિસિસ્ટ સાયન્ટિસ્ટ માટે 50 બેઠકો નક્કી કરવામાં આવી છે. આમાં, ભૂસ્તરશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. કેમિસ્ટ ગ્રુપ A માટે 20 અને સાયન્ટિસ્ટ B માટે 22 સીટ નક્કી કરવામાં આવી છે.
આ પણ વાંચો: NLC India Ltd Recruitment 2022: સ્નાતકો માટે એપ્રેન્ટિસની પોસ્ટ પર ભરતી, અરજી પ્રક્રિયા આજથી શરૂ