Crack UPSC Exam : UPSC IAS પરીક્ષામાં આ 10 વિષય અપાવશે સૌથી વધુ માર્ક્સ, IPS એ શેર કર્યું લિસ્ટ
Crack UPSC Exam : IPS અધિકારી જયંત મુરલીએ UPSC ની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે 10 વિકલ્પ વિષયો વિશે જણાવ્યું છે. મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુ આ વૈકલ્પિક વિષયોના આધારે લેવામાં આવે છે.

Crack UPSC Exam : દર વર્ષે લાખો ઉમેદવારો UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષામાં ભાગ લે છે. સારી તૈયારી માટે ઉમેદવારો મોટાભાગે જાડા પુસ્તકો વાંચતા જોવા મળે છે. જો કે UPSC પાસ કરવા માટે IAS-IPS ટિપ્સ પણ જરૂરી છે. IPS ઓફિસર જયંત મુરલીએ UPSC ની તૈયારી અંગે ટિપ્સ શેર કરી છે. ઉમેદવારોની મૂંઝવણને દૂર કરીને IPS એ UPSC મુખ્ય પરીક્ષા માટેના 10 શ્રેષ્ઠ વૈકલ્પિક વિષયો વિશે જણાવ્યું છે.
આ પણ વાંચો : UPSC Exam: સુપ્રીમ કોર્ટે દિવ્યાંગ ઉમેદવારોને IPS, RPF અને DANIPSમાં અરજી કરવાની આપી મંજૂરી
UPSC પ્રિલિમ પરીક્ષા પાસ કર્યા પછી મેન્સ પરીક્ષામાં બેસવા જઈ રહેલા ઉમેદવારો માટે વૈકલ્પિક વિષય છે. આ વૈકલ્પિક વિષયના આધારે મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુ રાઉન્ડનું આયોજન કરવામાં આવે છે. ઘણીવાર 2-3 પ્રયાસોમાં નિષ્ફળ થયા પછી ઉમેદવારો તેમના વૈકલ્પિક વિષયમાં ફેરફાર કરે છે. આવી સ્થિતિમાં IPS જયંત મુરલીની આ ટિપ્સ વૈકલ્પિક વિષય પસંદ કરવામાં મદદ કરશે.
IPS Jayant Murliએ આપી ટિપ્સ
IPSના મુરલીએ ટ્વીટ કરીને 10 વિષયોની યાદી શેર કરી છે. તેણે પોતાના ટ્વીટમાં દરેક વિષયના નામ અને વિગતો આપી છે. ઉદાહરણ તરીકે, ઇતિહાસ વિષયમાંથી ક્યા વિષયોમાંથી વધુ પ્રશ્નો આવે છે અને તેની તૈયારી માટે કેવી રીતે અભ્યાસ કરવો તે જણાવવામાં આવ્યું છે.
જુઓ ટ્વીટ
Philosophy – Philosophy can be beneficial for developing critical thinking, ethical reasoning, and analytical skills. It covers a wide range of topics from metaphysics to epistemology and is relevant for understanding the human condition.
— Jayanth Murali IPS (R),Author of “42 Mondays” (@jayantmuraliips) February 20, 2023
UPSC 10 Optional Subject
- ઇતિહાસ
- ભૂગોળ
- જાહેર વહીવટ
- સમાજશાસ્ત્ર
- રાજનીતિ વિજ્ઞાન
- માનવશાસ્ત્ર
- અર્થશાસ્ત્ર
- મનોવિજ્ઞાન
- સાહિત્ય
- ફિલોસોફી
હાલમાં જ નિવૃત્ત થયેલા IPS જયંત મુરલીએ તમામ વિષયોની વિશેષતા વિશે જણાવ્યું હતું. એવું પણ કહેવાય છે કે, છેલ્લાં કેટલાક વર્ષોના પરિણામો પર નજર કરીએ તો આ વિષયોના ઉમેદવારોએ વધુ સફળતા મેળવી છે. જો કે તેમણે એમ પણ કહ્યું છે કે વૈકલ્પિક વિષયો પસંદ કરવા તે વિદ્યાર્થીઓની પોતાની પસંદગી છે. જે વિદ્યાર્થી વિષયમાં સારો હોય તે તે વિષય પસંદ કરી શકે છે.