UPSC Exam: સુપ્રીમ કોર્ટે દિવ્યાંગ ઉમેદવારોને IPS, RPF અને DANIPSમાં અરજી કરવાની આપી મંજૂરી

પ્રીમ કોર્ટે UPSC પરીક્ષા પાસ કરનાર દિવ્યાંગ ઉમેદવારોને IPS, RPF અને DANIPSમાં નોકરીઓ માટે અરજી સબમિટ કરવાની પણ મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટની પરવાનગી બાદ આ લોકો 1 એપ્રિલ સાંજે 4 વાગ્યા સુધી અરજી કરી શકશે.

UPSC Exam: સુપ્રીમ કોર્ટે દિવ્યાંગ ઉમેદવારોને IPS, RPF અને DANIPSમાં અરજી કરવાની આપી મંજૂરી
ફાઈલ ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2022 | 1:38 PM

UPSC Exam: સુપ્રીમ કોર્ટે UPSC પરીક્ષા પાસ કરનાર દિવ્યાંગ ઉમેદવારોને (Disabled Candidates) IPS, RPF અને DANIPSમાં નોકરીઓ માટે અરજી સબમિટ કરવાની પણ મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટની (Supreme Court) પરવાનગી બાદ આ લોકો 1 એપ્રિલ સાંજે 4 વાગ્યા સુધી અરજી કરી શકશે. જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, આ વચગાળાનો આદેશ છે. આ લોકોને સેવામાં લેવામાં આવશે કે નહીં તે અંતિમ આદેશ પર નિર્ભર રહેશે. જસ્ટિસ એએમ ખાનવિલકર અને અભય એસ ઓકાની બેન્ચે એનજીઓ નેશનલ પ્લેટફોર્મ ફોર ધ રાઈટ્સ દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ પિટિશનમાં વચગાળાનો આદેશ આપ્યો હતો. જણાવી દઈએ કે, IRMSની 150 ખાલી જગ્યાઓમાંથી 6 અલગ-અલગ વિકલાંગ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે. IRMSની નવી ખાલી જગ્યા માટેની લાયકાત એ જ છે, જે સિવિલ સર્વિસ પરીક્ષા 2022 માટે રાખવામાં આવી છે.

UPSCએ 2 ફેબ્રુઆરીએ સિવિલ સર્વિસ પરીક્ષા 2022ની સૂચના બહાર પાડી હતી. જેમાં આ વર્ષ માટે 861 જગ્યાઓ ખાલી હતી. જો કે, હવે રેલ્વેની 8 સેવાઓને મર્જ કરીને એક કેડર IRMS ગ્રુપ Aની રચના કરવામાં આવી છે અને આ ભરતી સિવિલ સર્વિસ પરીક્ષા દ્વારા કરવામાં આવશે. તાજેતરમાં તેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અરવિંદ પી દાતારે અરજદારો અને સમાન હોદ્દા ધરાવતા વ્યક્તિઓને આગામી સપ્તાહ સુધીમાં તેમની અરજીઓ UPSCના સેક્રેટરી જનરલને સબમિટ કરવાની મંજૂરી આપતા વચગાળાના આદેશની માંગ કરી હતી અને રજૂઆત કરી હતી કે તેમના દાવા પર વિચાર કરી શકાય.

આ વખતે પરીક્ષામાં 1000થી વધુ બેઠકો છે

સિવિલ સર્વિસ એક્ઝામમાં પાંચ વર્ષ બાદ આવું થઈ રહ્યું છે, જ્યારે 1000થી વધુ સીટોની પસંદગી કરવામાં આવશે. અગાઉ વર્ષ 2017માં એક હજારથી વધુ બેઠકોની પસંદગી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ પછી, જે વિદ્યાર્થીઓએ સિવિલ સર્વિસ પરીક્ષા 2022 માટે અરજી કરી છે તેઓએ ફરીથી અરજી કરવાની જરૂર નથી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

IAS IPSની પસંદગી આ રીતે થાય છે

UPSC મેઈન્સ પરીક્ષાનું પરિણામ જાહેર થયા પછી ઉમેદવારે વિગતવાર એપ્લિકેશન ફોર્મ (DAF) ભરવાનું રહેશે, જેના આધારે વ્યક્તિત્વ પરીક્ષણ હાથ ધરવામાં આવે છે. ફોર્મમાં ભરેલી માહિતીના આધારે ઇન્ટરવ્યુ દરમિયાન પ્રશ્નો પૂછવામાં આવે છે. ઇન્ટરવ્યુમાં મેળવેલા માર્ક્સ ઉમેરીને મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે અને તેના આધારે ઓલ ઈન્ડિયા રેન્કિંગ નક્કી કરવામાં આવે છે.

આ પણ વાંચો: School Teacher Mobile Ban: ડીએમનો આદેશ, શિક્ષકોને ક્લાસમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ

આ પણ વાંચો: CUET 2022: હવે કોલેજમાં એડમિશન કેવી રીતે મેળવવું? જાણો તમારા દરેક પ્રશ્નનો જવાબ 10 પોઈન્ટમાં

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">