UPSC, CSEથી માત્ર IAS, IPS જ નથી બનતા, આ 21 સેવાઓમાં મળે છે ટોપ જોબ

Types of Civil Services India : UPSC સિવિલ સર્વિસમાંથી કેટલી પ્રકારની સેવામાં જઈ શકાય છે ? IAS, IPS સહિત કુલ 21 એવી સેવાઓ છે, જેમાં UPSC, CSE દ્વારા નોકરી મેળવી શકાય છે.

UPSC, CSEથી માત્ર IAS, IPS જ નથી બનતા, આ 21 સેવાઓમાં મળે છે ટોપ જોબ
UPSC Exam
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2023 | 1:22 PM

List of Services through UPSC CSE : UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2023ની સૂચના અને અરજી ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે. upsc.gov.in પર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. UPSC Prelims 2023 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 ફેબ્રુઆરી છે. દર વર્ષે લગભગ 10 લાખ ઉમેદવારો UPSC સિવિલ સર્વિસ પરીક્ષા પ્રિલિમ્સ માટે અરજી કરે છે. યુપી, બિહાર, દિલ્હી, રાજસ્થાન સહિત દેશભરમાં સિવિલ સર્વિસનો જબરદસ્ત ક્રેઝ છે. આ પરીક્ષાની તૈયારી કરતા મોટાભાગના ઉમેદવારોનું સ્વપ્ન છે IPS કે IAS જ હોય છે.

આ પણ વાંચો : UPSC સિવિલ સર્વિસની પરીક્ષા કેટલી વાર આપી શકાય ? દરેક માટે અલગ-અલગ નિયમો છે

મોટાભાગના લોકો સિવિલ સર્વિસનો અર્થ ફક્ત આ બે સેવાઓ (IAS, IPS) જ સમજે છે પણ એવું નથી. કુલ 21 સેવાઓ છે, જેમાં સિવિલ સર્વિસ દ્વારા નિમણૂંક કરવામાં આવે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

UPSC સિવિલ સર્વિસિસની લિસ્ટ

  1. ભારતીય વહીવટી સેવા (IAS)
  2. ભારતીય પોલીસ સેવા (IPS)
  3. ભારતીય વિદેશ સેવા (IFS)
  4. ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ સર્વિસ, ગ્રુપ A
  5. ભારતીય સિવિલ એકાઉન્ટ્સ સર્વિસ, ગ્રુપ A
  6. ઇન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ્સ સર્વિસ, ગ્રુપ A
  7. ભારતીય કોર્પોરેટ લો સર્વિસ, ગ્રુપ એ
  8. ઇન્ડિયન ડિફેન્સ એસ્ટેટ સર્વિસ, ગ્રુપ એ
  9. ભારતીય માહિતી સેવા, ગ્રુપ એ
  10. ભારતીય ટપાલ સેવા, ગ્રુપ એ
  11. ભારતીય P&T એકાઉન્ટ્સ એન્ડ ફાઇનાન્સ સર્વિસ, ગ્રુપ A
  12. ભારતીય રેલવે પ્રોટેક્શન ફોર્સ સર્વિસ, ગ્રુપ એ
  13. ભારતીય મહેસૂલ સેવા (કસ્ટમ અને ઈન્ડાઈરેક્ટ ટેક્ષ), ગ્રુપ A
  14. ઇન્ડિયન રેવન્યુ સર્વિસ (ઇન્કમ ટેક્સ), ગ્રુપ A
  15. ભારતીય ટ્રેડ સર્વિસ, ગ્રુપ A (ગ્રેડ 3)
  16. ઇન્ડિયન રેલવે મેનેજમેન્ટ સર્વિસ (IRMS), ગ્રુપ A
  17. આર્મ્ડ ફોર્સીસ હેડક્વાર્ટર સિવિલ સર્વિસ, ગ્રુપ બી (સેક્શન ઓફિસર્સ ગ્રેડ)
  18. દિલ્હી, આંદામાન નિકોબાર, લક્ષદ્વીપ, દમણ દીવ, દાદર નગર હવેલી સિવિલ સર્વિસ (DANICS), ગ્રુપ B
  19. દિલ્હી, આંદામાન નિકોબાર, લક્ષદ્વીપ, દમણ દીવ, દાદર નગર હવેલી પોલીસ સેવા (DANIPS), ગ્રુપ B
  20. પોંડિચેરી સિવિલ સર્વિસ (PONDICS), ગ્રુપ બી
  21. પોંડિચેરી પોલીસ સર્વિસ (PONDIPS), ગ્રુપ બી

આ વર્ષે યુનિયન પબ્લિક સર્વિસ કમિશને સિવિલ સર્વિસીસ 2023 માટે કુલ 1,105 ખાલી જગ્યાઓ બહાર પાડી છે. આ સંખ્યા છેલ્લા 7 વર્ષમાંથી સૌથી વધુ છે. UPSC પ્રિલિમ પરીક્ષા 2023નું આયોજન 28 મેના રોજ કરવામાં આવશે.

UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષા ત્રણ તબક્કામાં લેવામાં આવે છે. ત્રણેય તબક્કાઓ ઑફલાઇન છે. સૌ પ્રથમ પ્રિલિમ એટલે કે પ્રિલિમિનરી પરીક્ષા છે. આમાં ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો (MCQ) પૂછવામાં આવે છે. પરીક્ષા OMR શીટ પર આપવાની હોય છે. આમાં પાસ થનારાઓએ UPSC Mains આપવાની હોય છે જેમાં ડિસ્ક્રિપ્ટીવ પેપર હોય છે અને છેલ્લે ઇન્ટરવ્યુ હોય છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">