AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દર વર્ષે ભારતીયોને મળશે 3000 UK Work Visa, આ રીતે કરો એપ્લાય

UK Skilled Worker Visa Program એવા લોકો માટે છે, જેમને યુકેમાં નોકરીદાતાઓ દ્વારા નોકરીની ઓફર કરવામાં આવી છે. ચાલો જાણીએ કે યુકે વર્ક વિઝા કેવી રીતે મેળવશો.

દર વર્ષે ભારતીયોને મળશે 3000 UK Work Visa, આ રીતે કરો એપ્લાય
Image Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2022 | 6:23 PM
Share

બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે બુધવારે યુકે-ઈન્ડિયા યંગ પ્રોફેશનલ્સ સ્કીમ લોન્ચ કરી. આ યોજના હેઠળ 18થી 30 વર્ષની વય જૂથના ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને 24 મહિના સુધી યુકેમાં રહેવા અને કામ કરવા માટે વાર્ષિક 3,000 વિઝા આપવામાં આવશે. તેવી જ રીતે બ્રિટિશ નાગરિકોને ભારતમાં રહેવા અને કામ કરવા માટે વિઝા આપવામાં આવશે. આ યોજનાની શરૂઆત કરતા વડાપ્રધાન ઋષિ સુનકે તેને બજારોની ટોચની પ્રતિભાઓની સરળ હિલચાલ સુનિશ્ચિત કરવા માટે એક મહાન પગલું ગણાવ્યું હતું.

ભારત માટે યુકે વિઝા પોલિસીમાં ત્રણ વિઝાનો સમાવેશ થાય છે. પ્રથમમાં સ્કીલ્ડ વર્કર વિઝા, સ્ટાર્ટ અપ વિઝા અને ઈનોવેટર વિઝાનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ કે યુકે સ્કીલ્ડ વર્કર વિઝા માટે કેવી રીતે અરજી કરવી. યુકે સ્કીલ્ડ વર્કર વિઝા પ્રોગ્રામ એવા ઉમેદવારો માટે છે જેમને યુકેમાં નોકરીદાતાઓ દ્વારા નોકરીની ઓફર કરવામાં આવી છે. આ વિઝાએ ટિયર 2 (સામાન્ય) વર્ક વિઝાનું સ્થાન લીધું છે.

Work Visa Application Link

યુકે વર્ક વિઝા માટે કેવી રીતે અરજી કરવી?

  1. વર્ક વિઝા માટે અરજી કરવા માટે વ્યક્તિએ સત્તાવાર વેબસાઈટ gov.uk પર જવું પડશે.
  2. અરજી ફોર્મ ભરો અને તમામ પ્રશ્નોના જવાબ આપો.
  3. વિઝા ફી ઓનલાઈન ચૂકવો.
  4. વિઝા એપ્લિકેશન સેન્ટર ખાતે એપોઈન્ટમેન્ટ બુક કરો.
  5. હેલ્થ સરચાર્જ ચૂકવો.
  6. બાયોમેટ્રિક રેસિડેન્સ પરમિટ માટે તમારા બાયોમેટ્રિક્સ (ફિંગરપ્રિન્ટ અને ફોટો) સાચવો.
  7. છેલ્લે તમારું એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને તેને સાચવો.

બાયોમેટ્રિક વિગતો

ઉમેદવારોએ તેમની અરજી પૂર્ણ કરવા માટે તેમના બાયોમેટ્રિક્સ (ફિંગરપ્રિન્ટ અને ચહેરાનો ફોટો) આપવાની જરૂર છે. અરજી પ્રક્રિયા સાથે આગળ વધવા માટે ઉમેદવારોએ તેમના નિયુક્ત VACની મુલાકાત લેવી પડશે.

યુકે વર્ક વિઝા માટે એલિજિબિલિટી ક્રાઈટેરિયા

  1. ઉમેદવાર પાસે યુકેમાં સ્કિલ્ડ જોબ ઓફર હોવી જોઈએ.
  2. તમે એક માન્ય એમ્પ્લોયર માટે કામ કરશો.
  3. તમારી નોકરી લઘુત્તમ વેતનની જરૂરિયાતોને પૂર્ણ કરે છે.
  4. તમે અંગ્રેજી બોલી, વાંચી, લખી અને સમજી શકો છો.

વર્ક વિઝા માટે જરૂરી દસ્તાવેજો

  1. ઉમેદવારના એમ્પ્લોયર દ્વારા પ્રદાન કરાયેલ સ્પોન્સરશિપ સંદર્ભ નંબરનું પ્રમાણપત્ર.
  2. અંગ્રેજીનું જ્ઞાન સાબિત કરતો દસ્તાવેજ
  3. માન્ય પાસપોર્ટ
  4. ઉમેદવારનું જોબ ટાઈટલ અને વાર્ષિક પગારની વિગતો
  5. ઉમેદવારનો જોબ ઓક્યુપેશન કોડ
  6. ઉમેદવારના એમ્પ્લોયરનું નામ અને તેના સ્પોન્સરનો લાઈસન્સ નંબર
  7. ઉપરોક્ત દસ્તાવેજો સિવાય, અન્ય દસ્તાવેજો પણ દૂતાવાસ દ્વારા સંજોગો અનુસાર માંગવામાં આવી શકે છે.

g clip-path="url(#clip0_868_265)">