UGC NET admit card: ત્રીજા અને ચોથા દિવસની પરીક્ષા માટે UGC NET એડમિટ કાર્ડ કર્યું જાહેર, આ લિંક દ્વારા કરો અપડેટ

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ની રાષ્ટ્રીય પાત્રતા કસોટી 20 નવેમ્બર 2021 થી શરૂ થઈ રહી છે.

UGC NET admit card: ત્રીજા અને ચોથા દિવસની પરીક્ષા માટે UGC NET એડમિટ કાર્ડ કર્યું જાહેર, આ લિંક દ્વારા કરો અપડેટ
UGC NET admit card
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 5:54 PM

UGC NET Exam 2021 admit card download: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ની રાષ્ટ્રીય પાત્રતા કસોટી 20 નવેમ્બર 2021 થી શરૂ થઈ રહી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) UGC NET માટે દિવસ પ્રમાણે એડમિટ કાર્ડ બહાર પાડી રહી છે. 20 અને 21 નવેમ્બરની પરીક્ષા માટે NET પરીક્ષાના એડમિટ કાર્ડ પહેલેથી જ જાહેર કરવામાં આવ્યા હતા. હવે NTAએ 22 અને 24 નવેમ્બર 2021 ના ​​રોજ યોજાનારી UGC NET પરીક્ષા માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. આ NTA NETની સત્તાવાર વેબસાઇટ ugcnet.nta.nic.in પરથી ડાઉનલોડ કરી શકાય છે. તમે નીચે આપેલ સીધી લિંક પરથી UGC NET એડમિટ કાર્ડ 2021 પણ ડાઉનલોડ કરી શકો છો.

આ વિષયો માટે જાહેર કરાયા એડમિટ કાર્ડ

પરીક્ષા 22 નવેમ્બરે શિફ્ટ 1માં યોજાનાર પરીક્ષા – પોલિટિકલ સાયન્સ (ગ્રુપ 1), સંતાલી, યોગ 22 નવેમ્બરે શિફ્ટ 2માં યોજાનારી પરીક્ષાઓ – પોલિટિકલ સાયન્સ (ગ્રુપ 2), પબ્લિક એડમિનિસ્ટ્રેશન, વિમેન્સ સ્ટડીઝ 24મી નવેમ્બરે શિફ્ટ 1માં યોજાનાર પરીક્ષા – અર્થશાસ્ત્ર 24 નવેમ્બરે શિફ્ટ 2માં યોજાનાર પરીક્ષા – પુસ્તકાલય અને માહિતી વિજ્ઞાન, મરાઠી, પંજાબી, સંસ્કૃતિ પરંપરાગત વિષયો, ઉર્દુ

સત્તાવાર વેબસાઇટ્સ – ugcnet.nta.nic.in અને nta.ac.in

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

હેલ્પલાઇન

UGC NET પરીક્ષા 2021 અથવા એડમિટ કાર્ડ સંબંધિત કોઈપણ માહિતી માટે, NTA એ હેલ્પલાઈન નંબર અને ઈમેલ આઈડી જાહેર કર્યા છે. જો તમને UGC NET પરીક્ષા સંબંધિત કોઈ સ્પષ્ટતાની જરૂર હોય, તો તમે NTA હેલ્પ ડેસ્કનો 011-40759000 પર સંપર્ક કરી શકો છો. આ સિવાય તમે ugcnet@nta.ac.in પર ઈમેલ મોકલીને NTA હેલ્પ ડેસ્કનો પણ સંપર્ક કરી શકો છો.

પરીક્ષા 05 ડિસેમ્બર સુધી ચાલશે

COVID-19 રોગચાળાને કારણે ગયા વર્ષે UGC NET પરીક્ષા સમયસર લેવામાં આવી શકી ન હતી. તેથી આ વખતે NTA બંને સાયકલ માટે UGC NET ડિસેમ્બર 2020 અને UGC NET જૂન 2021 પરીક્ષાઓનું આયોજન કરી રહ્યું છે.

20 નવેમ્બર 2021 થી શરૂ થઈને આ પરીક્ષાઓ 05 ડિસેમ્બર 2021 સુધી લેવામાં આવશે. યુજીસી નેટની પરીક્ષા નવેમ્બરમાં 20, 21, 22, 24, 25, 26, 29 અને 30 તારીખે લેવામાં આવશે. જ્યારે ડિસેમ્બર 2021 માં, NET પરીક્ષા 01, 03, 04 અને 05 ના રોજ લેવામાં આવશે.

આ પણ વાંચો: વિદ્યાર્થીઓ માટે ખુશખબર : IIT એ નવી શિક્ષણ નીતિ હેઠળ આઠ વર્ષનો નવો અભ્યાસક્રમ કર્યો તૈયાર, જાણો અભ્યાસક્રમની તમામ વિગત

આ પણ વાંચો: NFL Recruitment 2021: નેશનલ ફર્ટિલાઇઝર્સમાં ભરતી માટે અરજી કરવાની આવતીકાલે છેલ્લી તારીખ, આ રીતે કરો અરજી

g clip-path="url(#clip0_868_265)">