IT સેક્ટરે કર્મચારીઓની ‘દિવાળી’ સુધારી દીધી! ઇન્ફોસિસે પગારમાં 25 ટકા સુધીનો વધારો કર્યો તો વિપ્રોએ પ્રમોશનની લ્હાણી કરી

|

Oct 21, 2022 | 6:20 AM

વિપ્રો ઉપરાંત IT દિગ્ગજ Cognizant પણ તેના કર્મચારીઓના વાર્ષિક પગારમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ બાબતની જાણકારી ધરાવતા લોકોએ જણાવ્યું કે આ વર્ષે કોગ્નિઝન્ટના કર્મચારીઓનો સરેરાશ પગાર 10 ટકા વધી શકે છે.

IT સેક્ટરે કર્મચારીઓની દિવાળી સુધારી દીધી! ઇન્ફોસિસે પગારમાં 25 ટકા સુધીનો વધારો કર્યો તો વિપ્રોએ પ્રમોશનની લ્હાણી કરી
employees salary hiked

Follow us on

ઈન્ફોસિસ(Infosys)માં કામ કરતા કર્મચારીઓ માટે ખુશખબર આવી છે. ઈન્ફોસિસમાં કામ કરતા ઘણા કર્મચારીઓના પગારમાં 10-13 ટકાનો વધારો થયો છે. તે જ સમયે કંપનીમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનારા કર્મચારીઓને 20 થી 25 ટકાનો વધારો મળ્યો છે. આ વધારો સંપૂર્ણપણે કર્મચારીઓના ગ્રેડ પર આધારિત છે. ઇન્ફોસિસના સિનિયર મેનેજમેન્ટના પગારમાં વધારે વધારો થયો નથી કારણ કે તેમનો પગાર પહેલેથી જ વધારે છે. જો એક રીતે કહીએ તો દિવાળી પહેલા જ ઈન્ફોસિસના કર્મચારીઓ માટે દિવાળી આવી છે. એક અખબારી અહેવાલ મુજબ ઇન્ફોસિસના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને માનવ સંસાધનના જૂથ વડા ક્રિસ શંકરે જણાવ્યું હતું કે વધારો  ” 10 ટકાથી 13 ટકાની વચ્ચે છે.” અને કેટલાક કિસ્સાઓમાં ટોચના સ્તરે  20 થી 25 ટકા આપવામાં આવ્યા છે.

વિપ્રોમાં 10000 થી વધુ લોકોનું પ્રમોશન

અગાઉ વિપ્રોના મેનેજિંગ ડિરેક્ટર અને CEO થિયરી ડેલાપોર્ટે જણાવ્યું હતું કે કંપની નાણાકીય વર્ષ 2023 ના બીજા ક્વાર્ટર માટે તેના 85 ટકા કર્મચારીઓને 100 ટકા વેરિએબલ પગાર ચૂકવશે. બીજા ક્વાર્ટરના પરિણામો પછી એક પ્રેસ મીટમાં  તેમણે એમ પણ કહ્યું કે કંપનીએ 10,000 થી વધુ કર્મચારીઓને પ્રમોટ કર્યા છે અને તમામ ના પગારમાં પણ વધારો કર્યો છે.

વિપ્રોએ કહ્યું કે તેણે આ નાણાકીય વર્ષમાં 14000 લોકોને નોકરીઓ આપી છે. કંપનીએ આ નાણાકીય વર્ષ માટે 30000 લોકોને નોકરી પર રાખવાનું લક્ષ્ય રાખ્યું હતું. થિયરી ડેલાપોર્ટે જણાવ્યું હતું કે, ‘અમે H1 માં 14,000 થી વધુ ફ્રેશર્સનો સમાવેશ કર્યો છે,જે ગયા વર્ષે ભરતી કરાયેલા કુલ કર્મચારીઓના લગભગ 72% છે.’

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

Cognizant માં પણ પગાર વધાર્યો

વિપ્રો ઉપરાંત IT દિગ્ગજ Cognizant પણ તેના કર્મચારીઓના વાર્ષિક પગારમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ બાબતની જાણકારી ધરાવતા લોકોએ જણાવ્યું કે આ વર્ષે કોગ્નિઝન્ટના કર્મચારીઓનો સરેરાશ પગાર 10 ટકા વધી શકે છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર ન્યૂ જર્સી સ્થિત સોફ્ટવેર સર્વિસે તેના કર્મચારીઓને કહ્યું કે તેમને ઔપચારિક ઈ-લેટર્સ મળશે. જેમાં તેમના વધેલા પગાર વિશે માહિતી આપવામાં આવશે. આ નવો પગાર ઓક્ટોબરથી લાગુ થશે.

બીજા ક્વાર્ટરના પરિણામો બાદ ઈન્ફોસિસના સ્ટોકમાં આવેલી તેજી

બીજા ક્વાર્ટરના પરિણામો બાદ સ્ટોકમાં આવેલી તેજીને કારણે ઈન્ફોસિસ (Infosys) બજાર મૂલ્યની દૃષ્ટિએ દેશની ચોથી સૌથી મોટી કંપની બની ગઈ છે. કંપનીએ આજે ​​HULને પાછળ છોડીને આ સ્થાન હાંસલ કર્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં તેનો નફો 11 ટકા વધ્યો છે. તે જ સમયે, આવકમાં 23 ટકાથી વધુનો વધારો થયો છે. ETના મતે કંપનીની કમાણી અને નફાના આંકડા બજારના અંદાજ કરતાં સારા રહ્યા છે. આ પછી શેરમાં વધારો જોવા મળ્યો છે.

Next Article