સરકારનો Tour of Duty હેઠળ દરવર્ષે 50 હજાર “અગ્નિવીર”ની નિમણૂકનો વિચાર, ભારતીય સૈન્યમાં ભરતી મેળવી દેશ સેવાનું લાખો યુવાનોનું સ્વપ્ન સાકાર થશે

|

Jun 08, 2022 | 8:49 AM

નવી યોજના હેઠળ પ્રારંભિક પગાર 30,000 રૂપિયા હશે. જે ચોથા વર્ષના અંત સુધીમાં વધીને 40,000 રૂપિયા થઈ જશે. જો કે, સર્વિસ ફંડ સ્કીમ હેઠળ પગારના 30 ટકા બચત તરીકે રાખવામાં આવશે. સરકાર દ્વારા દર મહિને સમાન રકમનું યોગદાન પણ આપવામાં આવશે.

સરકારનો Tour of Duty હેઠળ દરવર્ષે 50 હજાર અગ્નિવીરની નિમણૂકનો વિચાર, ભારતીય સૈન્યમાં ભરતી મેળવી દેશ સેવાનું લાખો યુવાનોનું સ્વપ્ન સાકાર થશે
Indian Army

Follow us on

કેન્દ્ર સરકાર (Central Government) આજથી સશસ્ત્ર દળો માટે સૈનિકોની ભરતીની પદ્ધતિમાં નોંધપાત્ર ફેરફારની જાહેરાત કરી શકે છે. ટુર ઓફ ડ્યુટી સિસ્ટમ (Tour of Duty system) હેઠળ સૈનિકોની ચાર વર્ષ માટે ફોર્સમાં ભરતી કરવામાં આવશે. સેવા પૂરી થવા પર તેમને કરમુક્ત રીતે(Tax Free) રૂ. 10 લાખ આપવામાં આવશે અને તેમની સેવાઓ માટે પ્રમાણપત્ર અથવા ડિપ્લોમા આપવામાં આવશે. ટૂર ઑફ ડ્યુટીને ‘અગ્નિપથ’ નામ આપવામાં આવે તેવી શક્યતા છે જ્યારે સૈનિકોને ‘અગ્નિવીર’ કહેવામાં આવશે. ત્રણેય સેવાઓમાં નીચેના અધિકારીઓ માટે દર વર્ષે લગભગ 45,000-50,000 ‘અગ્નિવીર’ની ભરતી કરવાનું સરકારનું લક્ષ્ય છે.

એક મીડિયા રિપોર્ટ મુજબ, નિયમો હેઠળ સૈનિકોની છ મહિનાના સમયગાળામાં દર વર્ષે બે વખત ભરતી કરવામાં આવશે. કાર્યકાળના અંતે 25 ટકા સૈનિકોને ફરીથી દળોમાં સામેલ કરવામાં આવશે. જો કે આ પ્રક્રિયાને આખરી ઓપ આપવાનો હજુ બાકી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે 17.5 વર્ષથી 21 વર્ષની વયના ટુર ઓફ ડ્યુટી સિસ્ટમ માટે અરજી કરી શકશે. તેમની ભરતી હાલના લાયકાતના માપદંડો હેઠળ કરવામાં આવશે. ભરતી થયેલા સૈનિકોને છ મહિનાની તાલીમ આપવામાં આવશે અને તેઓ બાકીના કાર્યકાળ માટે સેવા આપશે. હાલમાં એક સૈનિક લગભગ 17 થી 20 વર્ષ સેવા આપે છે.

સારો પગાર મળશે

નવી યોજના હેઠળ પ્રારંભિક પગાર 30,000 રૂપિયા હશે. જે ચોથા વર્ષના અંત સુધીમાં વધીને 40,000 રૂપિયા થઈ જશે. જો કે, સર્વિસ ફંડ સ્કીમ હેઠળ પગારના 30 ટકા બચત તરીકે રાખવામાં આવશે. સરકાર દ્વારા દર મહિને સમાન રકમનું યોગદાન પણ આપવામાં આવશે. ચાર વર્ષના અંતે સૈનિકને 10 લાખથી 12 લાખ રૂપિયા સુધીની કુલ રકમ આપવામાં આવશે. સૈનિકોને મળેલી આ રકમ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી હશે. સૂત્રોએ જણાવ્યું કે કાર્યકાળ દરમિયાન મેળવેલી તાલીમ અને કૌશલ્યોના આધારે સૈનિકોને ડિપ્લોમા અથવા ક્રેડિટ આપવામાં આવે તેવી શક્યતા છે. તેનો ઉપયોગ આગળના શિક્ષણ માટે થઈ શકે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સૈન્યમાં 1 લાખથી વધુ પોસ્ટ ખાલી

ચાર વર્ષની સેવા બાદ સરકાર આ સૈનિકોને સામાન્ય જીવનમાં પાછા ફરવામાં પણ મદદ કરશે. આ પગલાથી સશસ્ત્ર દળોને લગતા ઘણા મુદ્દાઓ ઉકેલાય તેવી શક્યતા છે. આ સાથે આર્મી, નેવી અને એરફોર્સમાં જોડાવા ઈચ્છતા લાખો યુવાનોને તક મળવાની આશા છે. છેલ્લા બે વર્ષમાં ત્રણેય સેવાઓ માટે સૈનિકોની લગભગ કોઈ ભરતી થઈ નથી. રક્ષા મંત્રાલય દ્વારા 28 માર્ચે સંસદમાં જાહેર કરાયેલ ડેટા અનુસાર આર્મીમાં અન્ય રેન્કના જુનિયર કમિશન્ડ ઓફિસર્સ માટે એક લાખથી વધુ જગ્યાઓ ખાલી છે.

Published On - 8:44 am, Wed, 8 June 22

Next Article