Study Tips: ઝડપથી અંગ્રેજી બોલવા માંગો છો, તો આજે જ આ ટિપ્સને કરો ફોલો

|

Aug 15, 2023 | 9:51 AM

સારી કરિયર માટે વ્યક્તિએ અંગ્રેજી કેવી રીતે બોલવું અને વાંચવું તે જાણવું આવશ્યક છે. આનાથી કરિયરમાં ઘણા ફાયદા થાય છે. અહીં દર્શાવેલ પદ્ધતિ અપનાવવાથી તમે પણ ખૂબ જ ઝડપથી અંગ્રેજી બોલી અને લખી શકો છો.

Study Tips: ઝડપથી અંગ્રેજી બોલવા માંગો છો, તો આજે જ આ ટિપ્સને કરો ફોલો
Study Tips

Follow us on

Study Tips : તમારી કરિયરમાં સારી વૃદ્ધિ માટે તમારે હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓ પર સારી પકડ હોવી જોઈએ. ઉમેદવારો ઘણીવાર હિન્દી ભાષા પર પકડ ધરાવે છે, પરંતુ તેમનું અંગ્રેજી નબળું રહે છે. જેના કારણે તેને કરિયરમાં ઘણી વખત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. અંગ્રેજી ભાષા પર મજબુત પક્કડ રાખવાથી કારકિર્દીમાં પણ ઘણા ફાયદા થાય છે. અહીં કેટલીક ટિપ્સ જણાવવામાં આવી રહી છે, જેને અનુસરીને તમે પણ ઝડપથી અંગ્રેજી બોલી શકો છો.

આ પણ વાંચો : Study Tips : ટોપર્સ કેવી રીતે અભ્યાસ કરે છે? તમે પણ ફોલો કરી શકો છો આ ટિપ્સ, મેળવી શકો છો સારા માર્ક્સ

ટીપ્સને ફોલો કરીને તમે અંગ્રેજી શીખી શકો છો

સારી કરિયર માટે વ્યક્તિએ અંગ્રેજી કેવી રીતે બોલવું અને વાંચવું તે જાણવું આવશ્યક છે. આનાથી કરિયરમાં ઘણા ફાયદા થાય છે. અહીં દર્શાવેલ પદ્ધતિ અપનાવવાથી તમે પણ ખૂબ જ ઝડપથી અંગ્રેજી બોલી અને લખી શકો છો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

અંગ્રેજી ભાષા સારી હોય તો તમે બેરોજગાર રહી શકતા નથી

સરકારી સંસ્થા હોય, ઓફિસ હોય કે ખાનગી ક્ષેત્ર હોય, દરેક જગ્યાએ અંગ્રેજી ભાષાનું મહત્વ છે. જો અંગ્રેજી ભાષા મજબૂત હોય, તો તમે ટ્રાન્સલેટર તરીકે પણ કામ કરી શકો છો. તેની મોટી કંપનીઓ સારા પેકેજ આપે છે. તમે કોઈપણ પ્રકાશન ગૃહમાં ટ્રાન્સલેટર તરીકે કામ મેળવી શકો છો. સરળ શબ્દોમાં કહીએ તો, જો તમારી પાસે અંગ્રેજી ભાષા સારી હોય તો તમે બેરોજગાર રહી શકતા નથી.

અંગ્રેજી સુધારવા માટેની ટીપ્સ

વાંચો – વધુ ને વધુ અંગ્રેજી પુસ્તકો વાંચો. આ તમારા શબ્દભંડોળને મજબૂત કરશે, જે અંગ્રેજી બોલવામાં મદદરૂપ થશે.

સાંભળો – અંગ્રેજીમાં સમાચાર સાંભળો, યુટ્યુબ પર ઘણા વીડિયો છે, તેને સાંભળો. શબ્દકોશનો ઉપયોગ કરો.

અખબારો વાંચો – અંગ્રેજી ભાષાના અખબારો વાંચો. વાંચતી વખતે તમને ન સમજાય તેવા શબ્દોની નોંધ કરો.

લખો – અંગ્રેજીમાં ટૂંકી નોંધો લખો, મેલ્સ લખો. આ તમારી વ્યાકરણ શૈલીને સુધારશે અને ભાષા પર પણ પકડ બનાવશે.

બોલો – દરરોજ અંગ્રેજીમાં બોલવાની પ્રેક્ટિસ કરો. આ માટે થોડો સમય ફાળવો. ધીમે-ધીમે તેમાં પકડ આવતી જશે. ભૂલ થાય તો ડરો નહીં. બીજા લોકોની મદદ લો.

દિનચર્યામાં શામેલ કરો – દૈનિક વાતચીતમાં અંગ્રેજીનો સમાવેશ કરો. મિત્રો સાથે અને ઓફિસમાં માત્ર અંગ્રેજી ભાષામાં જ વાત કરો. જે લોકોનું અંગ્રેજી સારૂ છે તેની હેલ્પ લો.

પુસ્તક વાંચો – તમારી રુચિ મુજબ અંગ્રેજી ભાષામાં પુસ્તક વાંચો. થોડો સમય દરરોજ એક પુસ્તક વાંચવું જોઈએ.

શિક્ષણના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article