AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે વિદ્યાર્થીઓને જલવાયુ ફેલોશિપ કાર્યક્રમ અંતર્ગત મળશે ઇન્ટર્નશિપ કરવાની તક, જાણો સમગ્ર વિગતો

મહારાષ્ટ્ર સરકારના પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગ તેના જલવાયુ ફેલોશિપ પ્રોગ્રામ 2021-22 હેઠળ યોગ્ય ઉમેદવારોને ઇન્ટર્નશિપ આપી રહી છે

હવે વિદ્યાર્થીઓને જલવાયુ ફેલોશિપ કાર્યક્રમ અંતર્ગત મળશે ઇન્ટર્નશિપ કરવાની તક, જાણો સમગ્ર વિગતો
The Government of Maharashtra is providing internship under Climate Fellowship Programme.
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2021 | 4:54 PM
Share

મહારાષ્ટ્ર સરકારના પર્યાવરણ અને આબોહવા પરિવર્તન વિભાગ તેના જલવાયુ ફેલોશિપ પ્રોગ્રામ 2021-22 હેઠળ યોગ્ય ઉમેદવારોને ઇન્ટર્નશિપ આપી રહી છે. આ બાબતે એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે, વિભાગે દેશ અને વિદેશમાં માન્ય યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ અને રિસર્ચ ફેલો પાસેથી છ મહિનાની ઇન્ટર્નશિપ માટે અરજીઓ મંગાવી છે.

તેમણે માહિતી આપી કે, પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેના નેતૃત્વ હેઠળના વિભાગ દ્વારા 20 ઇન્ટર્નશિપ પોસ્ટ્સની જાહેરાત કરવામાં આવી છે. પ્રકાશન મુજબ, ઇન્ટર્ન વિભાગના કાર્ય સાથે વાતચીત કરશે, તેના એકમોને સમજશે અને આબોહવા પરિવર્તન પર આંતરરાષ્ટ્રીય જોડાણોમાં સહયોગ કરશે. અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2021 રાખવામાં આવી છે.

IIT ભુવનેશ્વર ખાતે નવું શૈક્ષણિક કેમ્પસ બનાવવામાં આવ્યું છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શુક્રવારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ભુવનેશ્વરમાં શૈક્ષણિક કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું અને આશા વ્યક્ત કરી કે, વધારાની માળખાગત સુવિધાઓ આ પ્રીમિયર સંસ્થાના વિદ્યાર્થીઓને વધુ શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરવા માટે સક્ષમ બનાવશે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક ચોથી ઔદ્યોગિક ક્રાંતિએ વિશ્વને વ્યવસાય અને વિકાસના નવા મોડલ બનાવવા અનિવાર્ય બનાવ્યા છે અને આઇઆઇટી ભુવનેશ્વરે આવા આદર્શો બનાવવા, રોજગારી પેદા કરવા અને આધુનિક સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરવી જોઇએ.

પ્રધાને અહીં સંસ્થામાં પુષ્પગિરિ વ્યાખ્યાન હોલ સંકુલ અને રૂષિકુલ્યા હોલ ઓફ રેસિડેન્સનું ઉદ્ઘાટન કર્યા બાદ જણાવ્યું હતું કે, ઓડિશા જેવા આપત્તિગ્રસ્ત રાજ્યમાં સ્થાનિક અને પર્યાવરણીય મુદ્દાઓને ઉકેલવા સંસ્થાઓ વચ્ચે વધુ સહયોગની જરૂર છે. તેમણે કહ્યું, “વિશ્વસ્તરીય સંશોધન અને નવીનતા પર અમારા ધ્યાન સાથે, આપડા દેશના IIT ખરેખર ભારતની પ્રગતિ અને ઉચ્ચ શિક્ષણમાં સફળતાના પ્રતીક બની ગયા છે.”

કેન્દ્રીય મંત્રીએ કહ્યું, “આપણી આઇઆઇટી વિશ્વની ટોચની યુનિવર્સિટીઓમાંની એક છે અને વૈશ્વિક તકનીકી જરૂરિયાતોમાં ફાળો આપી રહી છે.” આઇઆઇટી ભુવનેશ્વરના ડિરેક્ટર પ્રોફેસર રાજા કુમારે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં બેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બાંધકામ હાથ ધર્યું છે. તેના માટે 1,260 કરોડ રૂપિયા માટે મંજૂર કરવામાં આવ્યા છે.

નીટ યૂજી માટે જાહેર કરવામાં આવ્યુ પરીક્ષા કેન્દ્રોનુ લિસ્ટ

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 12 સપ્ટેમ્બરે યોજાનાર નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રસ ટેસ્ટ (NEET UG 2021) માટે પરીક્ષા કેન્દ્રના શહેરોની જાહેરાત કરી દીધી છે.   NEET અરજી ફોર્મ ભરતી વખતે પસંદ કરેલા શહેરોના આધારે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે.   NEET UG માટે ઉપસ્થિત થનારા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રનું શહેર સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર ચેક કરી શકે છે.

આ પણ વાંચો: ગૌતમ અદાણીને મોટો ફટકો, સેબીએ Adani Wilmar આઈપીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ

આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
g clip-path="url(#clip0_868_265)">