SBI Recruitment 2021 : ઉમેદવારો માટે ખુશખબર, આ રાષ્ટ્રીયકૃત બેંકમાં ઓફિસરના પદ માટે બમ્પર ભરતીની જાહેરાત

|

Oct 15, 2021 | 3:07 PM

ઉમેદવારો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જઈને PO ની પોસ્ટ માટે અરજી કરી શકે છે.

SBI Recruitment 2021 : ઉમેદવારો માટે ખુશખબર, આ રાષ્ટ્રીયકૃત બેંકમાં ઓફિસરના પદ માટે બમ્પર ભરતીની જાહેરાત
State Bank of India

Follow us on

SBI PO Recruitment 2021: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં પ્રોબેશનરી ઓફિસર (PO) ની પોસ્ટ માટે બમ્પર ભરતીઓ થવા જઈ રહી છે. જે લોકો બેંકિંગ ક્ષેત્રમાં સરકારી નોકરી શોધી રહ્યા છે તેમના માટે આ એક મોટી તક છે. PO ની જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક છે.

આ તારીખ સુધી ઉમેદવારો અરજી કરી શકશે

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિફિકેશન મુજબ અરજી પ્રક્રિયા 5 ઓક્ટોબર 2021 થી શરૂ થશે. ઉમેદવારોને ખાલી જગ્યા માટે અરજી કરવા 25 ઓક્ટોબર 2021 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ અંતર્ગત કુલ 2056 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો (Candidate) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ sbi.co.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચના દ્વારા ભરતીની સંપૂર્ણ વિગતો જોઈ શકે છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલી આ જગ્યા માટે 4 ઓક્ટોબર 2021 ના ​​રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતુ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

લાયકાત

ભારતીય સ્ટેટ બેંક (State Bank Of India) દ્વારા જારી કરવામાં આવેલી આ જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. વધુ માહિતી માટે ઉમેદવારો SBIની ઓફિશિયલ વેબસાઈટ (Official websites) પર જઈને માહિતી મેળવી શકે છે.

મહતમ ઉંમર

PO ઓફિસર પદ માટે અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર 21 વર્ષથી ઉપર અને 30 વર્ષથી ઓછી હોવી જોઈએ. જેમાં ભારતીય સ્ટેટ બેંકના નિયમો હેઠળ આરક્ષણના દાયરામાં આવતા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

આ રીતે અરજી કરો

Step 1: સૌ પ્રથમ સ્ટેટ બેંકની સત્તાવાર વેબસાઇટ- sbi.co.in પર જાઓ.
Step 2: વેબસાઈટના હોમ પેજ પર આપેલ Current Opening લિંક પર ક્લિક કરો.
Step 3: હવે RECRUITMENT OF PROBATIONARY OFFICERS લિંક પર ક્લિક કરો.
Step 4: New Registration વિકલ્પ પર ક્લિક કરો.
Step 5: હવે જરૂરી વિગતો ભરીને રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો.
Step 6: તેમાં રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડની મદદથી, તમે અરજી ફોર્મ ભરી શકો છો.
Step 7: અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

 

આ પણ વાંચો : JEE Advanced Result 2021 : JEE એડવાન્સ્ડનું પરિણામ જાહેર, આ વિદ્યાર્થીએ મારી બાજી

આ પણ વાંચો : Indian Navy Recruitment : ઈન્ડિયન નેવીએ જાહેર કરી બમ્પર ભરતી, જાણો ભરતીની સમગ્ર વિગત

Next Article