Sarkari Naukri : સરકારી નોકરી શોધી રહ્યા છો? આ અહેવાલ તમને મદદરૂપ થશે, જાણો વેકેન્સી અને અરજીની પ્રક્રિયા વિશે

|

May 05, 2022 | 10:46 AM

MPSC Recruitment 2022:આ પદો માટે અરજી કરવા માટે રસ ધરાવતા અને પાત્રતા ધરાવતા ઉમેદવારો MPSCની અધિકૃત વેબસાઇટ mpsc.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12 મે છે.

Sarkari Naukri : સરકારી નોકરી શોધી રહ્યા છો? આ અહેવાલ તમને મદદરૂપ થશે, જાણો વેકેન્સી અને અરજીની પ્રક્રિયા વિશે
Sarkari Naukri

Follow us on

MPSC Recruitment 2022:પબ્લિક સર્વિસ કમિશન (PSC) માં નોકરી (Sarkari Naukri) શોધી રહેલા યુવાનો માટે એક સુવર્ણ તક છે. આ માટે મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC) એ સ્ટેનોગ્રાફર (ઉચ્ચ ગ્રેડ), સ્ટેનોગ્રાફર (લોઅર ગ્રેડ), સ્ટેનો-ટાઈપિસ્ટ (મરાઠી) અને સ્ટેનો-ટાઈપિસ્ટ (અંગ્રેજી) પોસ્ટ્સ  ની જગ્યાઓ ભરવા માટે અરજીઓ આમંત્રિત કરી છે.  આ પદો માટે અરજી કરવા માટે રસ ધરાવતા અને પાત્રતા ધરાવતા ઉમેદવારો MPSCની અધિકૃત વેબસાઇટ mpsc.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12 મે છે.

આ ઉપરાંતઉમેદવારો આ પોસ્ટ્સ માટે આ લિંક https://mpsc.gov.in/ દ્વારા સીધી અરજી કરી શકે છે. ઉપરાંત, આ લિંક https://mpsc.gov.in/downloadFile/english/4878 દ્વારા તમે સત્તાવાર નોટિફિકેશન (MPSC Recruitment 2022) પણ ચકાસી શકો છો. આ ભરતી  પ્રક્રિયા હેઠળ કુલ 253 જગ્યાઓ ભરવામાં આવશે. તેમાંથી સ્ટેનોગ્રાફર (ઉચ્ચ ગ્રેડ) માટે 62, સ્ટેનોગ્રાફર લોઅર ગ્રેડ માટે 100, સ્ટેનો-ટાઈપિસ્ટ (મરાઠી) માટે 52 અને સ્ટેનોટાઈપિસ્ટ અંગ્રેજી માટે 39 પોસ્ટ છે.

MPSC Recruitment 2022 માટેની મહત્વની માહિતી

MPSC Recruitment 2022 ની ભરતીની સંખ્યા

સ્ટેનોગ્રાફર (ઉચ્ચ ગ્રેડ) – 62
સ્ટેનોગ્રાફર (નીચા ગ્રેડ) – 100
સ્ટેનો-ટાઈપિસ્ટ (મરાઠી) 52
સ્ટેનો-ટાઈપિસ્ટ (અંગ્રેજી) 39
કુલ સંખ્યા – 253

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

MPSC ભરતી 2022 માટે પાત્રતા

ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ. તેમજ ટાઈપીંગ સ્પીડ પણ સારી હોવી જોઈએ.

MPSC ભરતી 2022 માટે વય મર્યાદા

ઉમેદવારોની વય મર્યાદા 18 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

અરજી કરવાની છેલ્લી તારીખ: 12 મે 2022

 

India Post GDS Recruitment 2022 :જો તમે 10મું પાસ છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક મોટી તક આવી છે. ઇન્ડિયા પોસ્ટે ધોરણ 10 પાસ ઉમેદવારો માટે નોકરીઓ જાહેર કરી છે. આ ભરતીઓ સમગ્ર દેશમાં ગ્રામીણ પોસ્ટ ઓફિસો (Gramin Dak Sevak) માં પોસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવશે. વધુ માહિતી માટે તમે તેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને નોટિફિકેશન વાંચી શકો છો. 38,926 ગ્રામીણ ડાક સેવકો (GDS) ને સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોમાં BPM/ABPM/ડાક સેવક તરીકે આ નોકરીઓ આપવામાં આવશે. પોસ્ટ વિભાગે આ જગ્યાઓ ભરવા માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. આ માટે અરજી કરવાની પ્રક્રિયા 2 મે 2022થી શરૂ કરવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 5મી જૂન 2022 છે. વધુ વિગત માટે અહીં ક્લિક કરો.

Published On - 10:46 am, Thu, 5 May 22

Next Article