Sainik School admission 2021: સૈનિક શાળામાં પ્રવેશ લેવા માંગો છો? તો જલ્દી અહીં કરો અરજી

જો તમે પણ તમારા બાળકને સૈનિક શાળાઓમાં દાખલ કરાવવા માંગો છો તો આ સમાચાર તમારા માટે છે. સૈનિક શાળા વર્ગ 6 અને 9માં પ્રવેશ માટે હજુ પણ અરજી કરવાની તક છે.

Sainik School admission 2021: સૈનિક શાળામાં પ્રવેશ લેવા માંગો છો? તો જલ્દી અહીં કરો અરજી
Sainik School admission 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 5:47 PM

Sainik School admission 2021 application form: જો તમે પણ તમારા બાળકને સૈનિક શાળાઓમાં દાખલ કરાવવા માંગો છો તો આ સમાચાર તમારા માટે છે. સૈનિક શાળા વર્ગ 6 અને 9માં પ્રવેશ માટે હજુ પણ અરજી કરવાની તક છે. આ પ્રવેશ શૈક્ષણિક સત્ર 2022-23 માટે લેવામાં આવશે. પરંતુ જો તમે અરજી કરી નથી તો ઝડપથી કરી શકો છો. કારણ કે હવે સૈનિક સ્કૂલ એપ્લિકેશન ફોર્મ 2021 ભરવા માટે થોડો સમય બાકી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 26 ઓક્ટોબર 2021 (સાંજે 5 વાગ્યા સુધી) છે. અરજી ફી 26 ઓક્ટોબર 2021 રાત્રે 11.50 વાગ્યા સુધી ચૂકવી શકાશે.

જનરલ કેટેગરી, ડિફેન્સ સ્ટાફ, ભૂતપૂર્વ કર્મચારી અને OBC NCL માટે અરજી ફી 550 રૂપિયા છે. જ્યારે એસસી અને એસટી કેટેગરીની ફી 400 રૂપિયા છે. તે ફોર્મ ભરવાની સાથે ઓનલાઈન સબમિટ કરવાનું રહેશે. તમે aissee.nta.nic.inની મુલાકાત લઈને સૈનિક શાળા એડમિશન 2021 ફોર્મ ભરી શકો છો. અથવા તમે નીચે આપેલી સીધી લિંક પર ક્લિક કરીને સરળતાથી અરજી કરી શકો છો. સૈનિક શાળા પ્રવેશ 2021ની સૂચના પણ આગળ આપવામાં આવી છે.

Sainik School admission form 2022: અરજી કેવી રીતે કરવી

સૈનિક શાળા પ્રવેશ ફોર્મ AISSEE વેબસાઇટ aissee.nta.nic.in પર ઉપલબ્ધ છે. આ વેબસાઈટની મુલાકાત લઈને તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. આ સમાચારમાં ફોર્મની સીધી લિંક પણ આગળ આપવામાં આવી છે. તમે તે લિંક પર ક્લિક કરીને સરળતાથી અરજી કરી શકો છો. અન્ય કોઇ માધ્યમથી અરજી સ્વીકારવામાં આવશે નહીં.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

AISSEE 2021: પરીક્ષા ક્યારે યોજાશે

સૈનિક શાળામાં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. તેનું નામ અખિલ ભારતીય સૈનિક શાળા પ્રવેશ પરીક્ષા એટલે કે AISSEE 2021 છે. આ પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવે છે. આ વખતે સૈનિક સ્કૂલની પ્રવેશ પરીક્ષા 09 જાન્યુઆરી 2022ના રોજ લેવામાં આવશે.

Sainik School admission helpline

NTAએ સૈનિક શાળા પ્રવેશ 2022 સંબંધિત કોઈપણ સમસ્યાને ઉકેલવા માટે હેલ્પલાઈન નંબર પણ બહાર પાડ્યો છે. તમે નીચે આપેલા નંબરો પર સોમવારથી શનિવાર, સવારે 10 થી સાંજે 5 સુધી સંપર્ક કરી શકો છો.

011-40759000 અથવા 011-69227700

આ સીવાય તમે aissee@nta.ac.in પર ઈમેઈલ કરીને પણ મદદ મેળવી શકો છો.

Sainik School admission notification 2022 માટે અહિંયા ક્લિક કરો. Sainik School application form માટે અહિંયા ક્લિક કરો.

આ પણ વાંચો: પત્ની પૈસા અને ફોન! પત્નીને બે લાખમાં વેચીને પતિએ ખરીદ્યો મોંઘો સ્માર્ટફોન, 2 મહિના પહેલા જ થયા હતા લગ્ન

આ પણ વાંચો: Railway Recruitment 2021: રેલવેમાં 2206 જગ્યાઓ પર ભરતી, પરીક્ષા વગર 10 પાસ માટે નોકરીની તક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">