AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પત્ની પૈસા અને ફોન! પત્નીને બે લાખમાં વેચીને પતિએ ખરીદ્યો મોંઘો સ્માર્ટફોન, 2 મહિના પહેલા જ થયા હતા લગ્ન

એક યુવકે પોતાના લગ્નના બે મહિના પછી માત્ર 1 લાખ 80 હજાર રૂપિયામાં પોતાની પત્નીને 55 વર્ષના વૃધ્ધને વેચી દીધી હોવાની ઘટના સામે આવી છે.

પત્ની પૈસા અને ફોન! પત્નીને બે લાખમાં વેચીને પતિએ ખરીદ્યો મોંઘો સ્માર્ટફોન, 2 મહિના પહેલા જ થયા હતા લગ્ન
પ્રતિકાત્મક તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 5:14 PM
Share

રાજસ્થાનમાં એક યુવકે પોતાના લગ્નના બે મહિના પછી માત્ર 1 લાખ 80 હજાર રૂપિયામાં પોતાની પત્નીને 55 વર્ષના વૃધ્ધને વેચી દીધી હોવાની ઘટના સામે આવી છે. આ ગુના બદલ રાજસ્થાનમાં એક 17 વર્ષના કિશોરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કિશોર ઓડિશાના બોલાંગીર જિલ્લાનો રહેવાસી છે.

બેલપારા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ બુલુ મુંડાએ જણાવ્યું કે, સગીર કિશોર સોશિયલ મીડિયા દ્વારા 24 વર્ષની યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા, ત્યારબાદ તેમના પરિવારજનો પરંપરાગત રીતે લગ્ન કરવા રાજી થયા હતા. લગ્નના બરાબર બે મહિના પછી કિશોરે કેટલીક આર્થિક સમસ્યાઓને ટાંકીને, તેની પત્નીને તેની સાથે રાયપુર જઈને ઈંટના ભઠ્ઠામાં કામ કરવા અને સાથે કમાવા કહ્યું, પરંતુ તેના બદલે તે તેની પત્નીને રાજસ્થાનના એક ગામમાં લઈ ગયો.

55 વર્ષના શખ્સને વેચી દીધી પોતાની પત્નીને

ઓગસ્ટમાં દંપતી ઈંટના ભઠ્ઠામાં કામ કરવા માટે રાયપુર અને ઝાંસી થઈને રાજસ્થાન ગયા હતા. જો કે તેની નવી નોકરીના થોડા દિવસો પછી કિશોરે તેની પત્નીને બારન જિલ્લાના 55 વર્ષીય વ્યક્તિને 1.80 લાખ રૂપિયામાં વેચી દીધી હતી.

પત્નીને વેચ્યા પછી કિશોરે જમવા પર ઘણો ખર્ચ કર્યો અને તે પૈસાથી મોંઘો સ્માર્ટફોન પણ ખરીદ્યો અને તેના પિતાને ઓડિશામાં ઘરે બોલાવીને આરોપ લગાવ્યો કે, તે કોઈની સાથે ભાગી ગઈ છે. યુવતીના પરિવારે તેની વાત ન સ્વીકારી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસે તેના કોલ રેકોર્ડ તપાસ્યા અને તેની વાતમાં કંઈક ખોટું જણાયું. ફરિયાદના આધારે બોલંગીર એસપી નીતિન કુસલકર દ્વારા આ મામલાની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી હતી. એસપીએ કહ્યું કે, અમે તેની પૂછપરછ કરી અને ખબર પડી કે તેણે તેની પત્નીને વેચી દીધી છે. બોલાંગીરથી એક ટીમ રાજસ્થાનમાં યુવતીને શોધવા ગઈ હતી.

યુવતીને બચાવવા માટે ઘણી મહેનત કરવી પડી

ઓરિસ્સાની પોલીસ ટીમને બરન ગામ પહોંચ્યા બાદ યુવતીને બચાવવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો કારણ કે, ગ્રામવાસીઓએ રસ્તો રોકી દીધો હતો અને યુવતીને પોલીસ સાથે જવા દેવાના મૂડમાં નહોતા. 55 વર્ષના શખ્સે કહ્યું કે અમે તેને એક લાખ 80 રૂપિયામાં ખરીદી છે. જોકે, રાજસ્થાન પોલીસના જવાનોની મદદથી ઓડિશાની ટીમ યુવતીને નજીકના પોલીસ સ્ટેશન લઈ જવામાં સફળ રહી હતી. છોકરીને પૂછવા પર કે તે ક્યાં જવા માંગે છે, તેણે કહ્યું કે, તે ઓડિશામાં તેના માતા-પિતા પાસે પાછા જવા માંગે છે. તે પછી જ ગ્રામજનોએ તેને જવા દીધી હતી.

જો કે, કિશોરે દાવો કર્યો હતો કે તેણે તેની પત્નીને વેચી નથી, પરંતુ તેણીને 60,000 રૂપિયામાં ગીરવી મુકી છે. તેણે કહ્યું કે, તેને પૈસાની જરૂર છે કારણ કે તેને હૃદયની કેટલીક સમસ્યાઓ છે અને સર્જરીની જરૂર છે. શુક્રવારે 17 વર્ષીય કિશોરને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેને સુધારક ગૃહમાં મોકલવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: સિવિલ IKDRC માં 12 વર્ષની બાળકીને મળ્યું નવજીવન, સરકારના આ કાર્યક્રમોથી ફ્રીમાં થયું કિડનીનું પ્રત્યારોપણ

આ પણ વાંચો: અમદાવાદ કોર્પોરેશનની પાર્કિંગ પોલિસીને રાજ્ય સરકારની મંજૂરી, તબક્કાવાર અમલમાં મુકાશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">