SAIL Recruitment 2024 : સરકારી નોકરી માટે મળી રહી છે તક, જાણો વેકેન્સીની વિગતવાર માહિતી

|

Jul 06, 2024 | 8:55 AM

SAIL Recruitment 2024: સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (SAIL) માં સરકારી નોકરી મેળવવાની આ શ્રેષ્ઠ તક આવી છે. SAIL GATE-2024 દ્વારા મેનેજમેન્ટ ટ્રેઇની (ટેક્નિકલ) ની જગ્યાઓ માટે ભરતી કરી રહી છે.

SAIL Recruitment 2024 : સરકારી નોકરી માટે મળી રહી છે તક, જાણો વેકેન્સીની વિગતવાર માહિતી

Follow us on

SAIL Recruitment 2024: સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (SAIL) માં સરકારી નોકરી મેળવવાની આ શ્રેષ્ઠ તક આવી છે. SAIL GATE-2024 દ્વારા મેનેજમેન્ટ ટ્રેઇની (ટેક્નિકલ) ની જગ્યાઓ માટે ભરતી કરી રહી છે.

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો કે જેઓ આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેઓ SAIL ની સત્તાવાર વેબસાઇટ sail.co.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

SAIL Recruitment 2024 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

SAIL ભરતી 2024 હેઠળ કુલ 249 જગ્યાઓ ભરવામાં આવશે. એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ જગ્યાઓ માટે 25મી જુલાઈ સુધી અરજી કરી શકે છે. જો તમે પણ આ પોસ્ટ્સ પર નોકરી મેળવવાનું વિચારી રહ્યા છો, તો નીચે આપેલી બધી બાબતો ધ્યાનથી વાંચો.

આજનું રાશિફળ તારીખ : 05-10-2024
પત્નીએ કરી હતી આત્મહત્યા, હવે માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત
પ્રેમાનંદ મહારાજે જણાવ્યા ઘરના કલેશથી મુક્તિ મેળવવાના ઉપાયો
દારૂ પીવા કરતાં પણ વધુ ખતરનાક છે બદામ ખાવાની ખોટી રીત, સદગુરુએ જણાવી સાચી રીત
જો આ 3 જગ્યાએ ઘર બનાવશો તો મુશ્કેલી ક્યારેય નહીં છોડે તમારો સાથ
સવારે ખાલી પેટ તજનું પાણી પીવાથી જાણો શું થાય છે?

SAIL Recruitment 2024 હેઠળ કેટલી પોસ્ટ માટે કરવામાં આવી રહી છે?

SAIL માં મેનેજમેન્ટ ટ્રેઇની (ટેક્નિકલ) ની પોસ્ટ માટે તક છે. આના દ્વારા 249 જગ્યાઓ ઉપલબ્ધ છે.

SAIL Recruitment 2024 હેઠળ અરજી કરવાની વય મર્યાદા કેટલી છે?

SAIL ભરતી 2024 ની સત્તાવાર નોટિફિકેશન અનુસાર આ પોસ્ટ્સ માટે અરજી કરનારાઓની વય મર્યાદા 28 વર્ષ હોવી જોઈએ.

SAIL Recruitment 2024 હેઠળ નોકરી મેળવવા માટે આવશ્યક લાયકાત

ઉમેદવારો પાસે કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કેમિકલ, સિવિલ, કોમ્પ્યુટર, ઈલેક્ટ્રીકલ, ઈલેક્ટ્રોનિક્સ, ઈન્સ્ટ્રુમેન્ટેશન, મિકેનિકલ અને મેટલર્જીમાં ઈજનેરીની ડિગ્રી હોવી જોઈએ.

SAIL Recruitment 2024માં ફોર્મ ભરવા માટે અરજી ફી ચૂકવવાની રહેશે

  • જનરલ / OBC (NCL) / EWS ઉમેદવારો માટેની અરજી ફી – રૂ. 700
  • SC/ST/PWBD/વિભાગીય ઉમેદવારો માટેની અરજી ફી – રૂ. 200

SAIL Recruitment 2024માં કેટલો પગાર આપવામાં આવશે?

જો SAIL ની આ ભરતી હેઠળ કોઈપણ ઉમેદવારની પસંદગી થાય છે, તો તેને 50000 રૂપિયાનો માસિક પગાર મળશે. એક વર્ષની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી તેઓને મદદનીશ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવશે અને તેમને રૂ. 60000 થી રૂ. 180000 સુધીનો પગાર ધોરણ આપવામાં આવશે.

SAIL Recruitment 2024માં અરજી કરવા માટે સૂચના અને લિંક જુઓ

SAIL Recruitment 2024માં આ રીતે પસંદગી થશે

SAIL ભરતી 2024ની પસંદગી GATE 2024 પરીક્ષામાં ઉમેદવારના પ્રદર્શનના આધારે કરવામાં આવશે. સમિતિ GATE 2024 પરીક્ષાઓમાં ઉમેદવારો દ્વારા મેળવેલા ગુણના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરશે.

Next Article