IBPS Result 2021 : RRB PO મેઈન્સ પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે ચકાસો પરિણામ
IBPS દ્વારા RRB PO મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ibps.in પર જઈને પરિણામ ચકાસી શકે છે.
IBPS Result 2021 : ઈન્સ્ટિટ્યુટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેકશન દ્વારા RRB PO મેઈન્સ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા આપી હતી તેઓ ibps.in પર IBPS ની સત્તાવાર વેબસાઇટ પર જઈને પોતાનું પરિણામ ચકાસી શકે છે. પરિણામ સત્તાવાર વેબસાઇટ પર 20 ઓક્ટોબરથી 19 નવેમ્બર, 2021 સુધી ઉપલબ્ધ રહેશે.
ઉલ્લેખનીય છે કે, મુખ્ય પરીક્ષા 25 સપ્ટેમ્બર, 2021 ના રોજ લેવામાં આવી હતી. જે ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં ક્વોલિફાય (Qualify) થશે તેમને ઇન્ટરવ્યૂ રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. સત્તાવાર સૂચના મુજબ, ઇન્ટરવ્યૂ 8 નવેમ્બર, 2021 થી યોજવામાં આવશે.
RRB PO મેઈન્સ પરીક્ષાનુ પરિણામ આ રીતે ચકાસો
Step 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ ibps.in પર જાઓ. Step 2: વેબસાઈટ પર આપેલી રિઝલ્ટ લિંક પર ક્લિક કરો. Step 3: હવે તમારો રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ સબમિટ કરો. Step 4: તમારું પરિણામ તમારી સ્ક્રીન પર દેખાશે. Step 5: હવે તેને તપાસો. Step 6: ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટ આઉટ લો.
PO ના 4135 પદ માટે ભરતી પ્રક્રિયા શરૂ
ઈન્સ્ટિટ્યુટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેકશન દ્વારા પ્રોબેશનરી ઓફિસરના (Probationary Officer) પદ માટે ભરતી જાહેર કરી છે. જેની અરજી પ્રક્રિયા પણ શરૂ થઈ છે. સરકારી બેંકોમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે આ ખૂબ જ સારી તક છે. આ વખતે બહાર પાડવામાં આવેલી ભરતી મુજબ કુલ 4135 PO ના પદ પર ભરતી થશે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ibps.in પર જઈને અરજી કરી શકે છે.
ઈન્સ્ટિટ્યુટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન, આઈબીપીએસ (IBPS) દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અનુસાર, આ ખાલી જગ્યા દ્વારા પ્રોબેશનરી ઓફિસર અથવા મેનેજમેન્ટ ટ્રેની -11 ના પદ માટે ભરતી કરવામાં આવશે. ઉમેદવારોને ઓનલાઇન અરજી કરવા માટે 10 નવેમ્બર 2021 સુધીનો સમય આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: IBPS PO Recruitment 2021: POની 4135 જગ્યાઓ પર ભરતી માટેની અરજી શરૂ, સીધી લિંક દ્વારા અહીં કરો અરજી