Coal India jobs 2022: કોલ ઇન્ડિયામાં મેનેજમેન્ટ ટ્રેઇની માટે ભરતી, જાણો કેવી રીતે કરવું એપ્લાય

Coal India vacancy 2022: કોલ ઈન્ડિયાએ (Coal India jobs) ઘણાં પદો માટે વેકેન્સી બહાર પડી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 22મી જુલાઈ છે. કોલ ઈન્ડિયાની વેબસાઈટ coalndia.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો.

Coal India jobs 2022: કોલ ઇન્ડિયામાં મેનેજમેન્ટ ટ્રેઇની માટે ભરતી, જાણો કેવી રીતે કરવું એપ્લાય
Jobs
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 10:06 PM

Coal India Recruitment 2022: કોલ ઈન્ડિયાએ ઘણાં પદો માટે વેકેન્સી બહાર પાડી છે. આ પદો ભરવા માટે જોબ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. કોલ ઇન્ડિયાએ મેનેજમેન્ટ ટ્રેઇની માટે અરજીઓ બહાર પાડી છે. જે પણ ઉમેદવારો આ પદો (Coal India Bharti 2022) માટે અરજી કરવા લાયકાત ધરાવતા અને ઈચ્છુક છે તેઓ છેલ્લી તારીખ પહેલા એપ્લાય કરી શકે છે. અરજીની પ્રક્રિયા 23મી જૂનથી શરૂ થઈ ગઈ છે. અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 જુલાઈ 2022 છે. રાતે 11.59 વાગ્યા સુધી અરજી કરી શકો છો. એપ્લીકેશન ફોર્મ ઓનલાઈન (Coal India Vacancy) ભરવામાં આવી રહ્યા છે. કોલ ઈન્ડિયાની વેબસાઈટ coalndia.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો.

Coal India bharti 2022 લાયકાત

આ ભરતી અભિયાન અંતર્ગત કુલ મેનેજમેન્ટ ટ્રેઈનીની કુલ 1050 પદો ભરવામાં આવશે. કોલ ઈન્ડિયાની આ ભરતી માટે સંબંધિત ટ્રેડમાં 60 ટકા માર્ક્સ સાથે એન્જિનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ. સિવિલ માટે ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે સિવિલ એન્જિનિયરિંગમાં બીઈ/ બી.ટેક/બી.એસ (એન્જિનિયરિંગ)ની લાયકાત હોવી જોઈએ. વધુ જાણકારી માટે ઉમેદવાર નોટિફિકેશન જોઈ લે. અરજી કરતા પહેલા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે નોટિસ વાંચી લે. લાયકાત જોયા પછી જ અરજી ભરો.

કેટલી મળશે સેલેરી

આ ભરતીમાં પસંદગી થયેલા ઉમેદવારોને દર મહિને 50 હજાર રૂપિયાથી લઈને એક લાખ 60 હજાર રૂપિયા પ્રતિ માસ સુધીનો પગાર આપવામાં આવશે. ઉમેદવારોએ આ જરૂરી તારીખો યાદ રાખવી જોઈએ. ઓનલાઈન અરજીની શરૂઆત 23 જૂન 2022 છે અને છેલ્લી તારીખ 22 જુલાઈ 2022 છે. કુલ 1050 પદો પર ભરતી કરવામાં આવશે. કોલ ઈન્ડિયા ભરતીમાં નિયમાનુસાર આરક્ષણ રોસ્ટર લાગુ થશે.

આ પણ વાંચો

એપ્લિકેશન ફી

જનરલ (યુઆર) / ઓબીસી (ક્રીમી લેયર અને નોન-ક્રીમી લેયર) / ઈડબ્લયુએસ સાથે જોડાયેલા ઉમેદવારો માટે રૂ 1000 ચૂકવવા પડશે. પ્લસ જીએસટી 180 રૂપિયા લાગુ થશે. એટલે કે, ટોટલ 1180 રૂ ચૂકવવા પડશે. અરજી ફી માત્ર ઓનલાઈન મોડ દ્વારા ચૂકવવામાં આવશે. એસસી/એસટી/પીડબ્લયૂડી/ઈએસએમ ઉમેદવારો માટે કોઈ અરજી ફી ચૂકવવાની રહેશે નહીં.

વેકેન્સી ડિટેલ્સ

આ વેકેન્સી દ્વારા મેનેજમેન્ટ ટ્રેઈનીની કુલ 1050 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં માઈનીંગમાં 699 જગ્યાઓ, સિવિલમાં 160 જગ્યાઓ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશનમાં 124 જગ્યાઓ અને સિસ્ટમ અને ઈડીપીમાં 67 જગ્યાઓ માટે ભરતી થશે. વધુ વિગતો માટે નોટિફિકેશન જુઓ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">