Navy Recruitment 2021: ઈન્ડિયન નેવીમાં આ પદ માટે બમ્પર ભરતી જાહેર, આ રીતે કરો અરજી

|

Nov 21, 2021 | 6:29 PM

રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર 2021 છે. છેલ્લી તારીખ પછી કરવામાં આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે નેવલ ડોકયાર્ડ એપ્રેન્ટિસ સ્કૂલ, વિશાખાપટ્ટનમમાં કુલ 275 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

Navy Recruitment 2021: ઈન્ડિયન નેવીમાં આ પદ માટે બમ્પર ભરતી જાહેર, આ રીતે કરો અરજી
Navy Recruitment 2021

Follow us on

Navy Recruitment 2021: ભારતીય નૌકાદળમાં ઈલેક્ટ્રોનિક્સ મિકેનિક, પેઈન્ટર, કારપેન્ટર સહિત વિવિધ એપ્રેન્ટિસ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. લાયક અને રુચિ ધરાવતા ઉમેદવારો એપ્રેન્ટિસશીપ (Apprenticeship) ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને અરજી કરી શકે છે.

 

અરજી શરૂ થઈ ગઈ છે, રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 14 ડિસેમ્બર 2021 છે. છેલ્લી તારીખ પછી કરવામાં આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે નેવલ ડોકયાર્ડ એપ્રેન્ટિસ સ્કૂલ, વિશાખાપટ્ટનમમાં કુલ 275 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

શૈક્ષણિક લાયકાત 

જે ઉમેદવારો એપ્રેન્ટિસની જગ્યાઓ (Apprentice Vacancy) માટે અરજી કરવા માગે છે, તેમણે 50 ટકા માર્ક્સ સાથે SSC પાસ કરેલુ હોવુ જોઈએ અને 65 ટકા માર્ક્સ સાથે ITI પ્રમાણપત્ર હોવું ફરજિયાત છે. અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) શ્રેણીના ઉમેદવારોનો જન્મ 1લી એપ્રિલ 1996થી 1લી એપ્રિલ 2008ની વચ્ચે થયેલો હોવો જોઈએ. નૌકાદળના કર્મચારીઓના બાળકોને IHQ/MODની મંજૂરીને આધીન વધારાના બે વર્ષની છૂટછાટ આપવામાં આવશે.

 

પસંદગી પ્રક્રિયા

સૂચના અનુસાર પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યુનો (Interview) સમાવેશ થાય છે. જેમાં લેખિત કસોટી હેતુલક્ષી પ્રકારની હશે, જેમાં 50 પ્રશ્નો (ગણિતના 20, સામાન્ય વિજ્ઞાનના 20, સામાન્ય જ્ઞાનના 10), પ્રત્યેક પ્રશ્ન દોઢ (1½) ગુણનો હશે. લેખિત કસોટીમાં મેરીટના ક્રમમાં ઉમેદવારોને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. વિવિધ શ્રેણીઓ અને અનામતને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખો

લેખિત કસોટી – 27 જાન્યુઆરી, 2022

લેખિત પરીક્ષાના પરિણામની ઘોષણા – 29 જાન્યુઆરી, 2022

ઇન્ટરવ્યુની તારીખ – 31મી જાન્યુઆરી, 1લી, 2જી અને 3જી ફેબ્રુઆરી, 2022

મેડિકલ તપાસ – 7 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી, 2022

 

 

આ પણ વાંચો: Goverment Jobs : સરકારી વિભાગોમાં મોટાપાયે થઈ રહી છે ભરતી, જાણો વિગતવાર માહિતી અને કઈ રીતે કરવી અરજી

 

આ પણ વાંચો: Bank Job: સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં સ્પેશિયલ ઓફિસરના પદ માટે જગ્યા ખાલી, જુઓ વિગત

Next Article