RBI Recruitment 2024 : જો તમે પણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી મેળવવા ઈચ્છો છો અને તમારી પાસે જરૂરી લાયકાત પણ છે, તો તમારા માટે મહત્વની તક છે. આરબીઆઈમાં 90 થી વધુ ખાલી જગ્યાઓની ભરતી માટે અરજી મંગાવવાની પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા ઈચ્છે છે તેઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને ફોર્મ ભરી રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા હાથ ધરી શકે છે.
આ ભરતી અભિયાન દ્વારા કુલ 94 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ ઓફિસર્સ ગ્રેડ B ની છે. જનરલની 66 જગ્યાઓ, ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમિક એન્ડ પોલિસી રિસર્ચની 21 જગ્યાઓ અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ ઈન્ફોર્મેશન મેનેજમેન્ટની 7 જગ્યાઓ છે.
અરજી કરવા માટેની પાત્રતાના માપદંડ પોસ્ટ પ્રમાણે બદલાય છે. વિગતવાર માહિતી મેળવવા માટે સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલ નોટિફિકેશનને તપાસવું વધુ સારું રહેશે. ઉદાહરણ તરીકે, ઓફિસર ગ્રેડ બી જનરલ પોસ્ટ્સ માટે નક્કી કરવામાં આવ્યું છે કે માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે બેચલર ડિગ્રી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. અનામત વર્ગ માટે તે 50 ટકા છે. તેવી જ રીતે ઓફિસર્સ ગ્રેડ B DEPRની પોસ્ટ માટે અર્થશાસ્ત્ર અથવા ફાઇનાન્સ અથવા PGDM/MBAમાં માસ્ટર્સ કર્યું હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે. તેવી જ રીતે બાકીની જગ્યાઓ માટે અરજી કરવાની લાયકાત અને વય મર્યાદા અલગ નક્કી કરવામાં આવી છે.
આ પદો માટે અરજીઓ 25મી જુલાઈથી શરૂ થઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 16મી ઓગસ્ટ 2024 છે. પાત્ર અને રસ ધરાવતા ઉમેદવારો છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે.
આરબીઆઈની આ જગ્યાઓ માટે અરજી કરવા માટે, જનરલ કેટેગરીના ઉમેદવારોએ 850 રૂપિયા ફી ચૂકવવી પડશે. આરક્ષિત શ્રેણી માટે તે 100 રૂપિયા છે જેની સાથે GST પણ ચૂકવવો પડશે. આરબીઆઈ કર્મચારીઓએ અરજી કરવા માટે કોઈ ફી ચૂકવવાની જરૂર રહેશે નહીં તેમ જણાવાયું છે.
આ પોસ્ટ્સ પર પસંદગી મેળવવા માટે તમારે પરીક્ષાના એક કરતાં વધુ તબક્કામાં હાજર રહેવું પડશે. પ્રથમ તબક્કામાં પસંદગી પામનારાઓને જ આગામી તબક્કાની પરીક્ષામાં બેસવાની તક મળશે. આખરી પસંદગી ફેઝ 1, 2 અને ઈન્ટરવ્યુ પાસ કરનારની થશે.
પસંદ કરાયેલ ઉમેદવારોને પોસ્ટ મુજબ સારો પગાર મળશે. આ પોસ્ટના આધારે દર મહિને રૂપિયા 1 લાખ સુધીની છે. કેટલીક પોસ્ટનો પગાર 1,22,717 રૂપિયા પ્રતિ મહિને છે. આ સિવાય વિશેષ ભથ્થું, ગ્રેડ ભથ્થું, મોંઘવારી ભથ્થું, લર્નિંગ ભથ્થું, મકાન ભાડું ભથ્થું વગેરે જેવી ઘણી સુવિધાઓ ઉપલબ્ધ થશે.