PhD અને M.Philના વિદ્યાર્થીઓને મોટી રાહત, UGCએ થિસિસ રજૂ કરવાની અંતિમ તારીખ 6 મહિના સુધી લંબાવી

|

Mar 19, 2021 | 7:13 PM

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)એ M.Phil, PhD વિદ્યાર્થીઓ માટે થિસિસ (Thesis) રજૂ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર કરી છે.

PhD અને M.Philના વિદ્યાર્થીઓને મોટી રાહત, UGCએ થિસિસ રજૂ કરવાની અંતિમ તારીખ 6 મહિના સુધી લંબાવી

Follow us on

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)એ M.Phil, PhD વિદ્યાર્થીઓ માટે થિસિસ (Thesis) રજૂ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર કરી છે. અગાઉ, થિસિસ (Thesis) રજૂ કરવાની છેલ્લી તારીખ 30 જૂન હતી. UGCએ કહ્યું કે અમે રિસર્ચ સ્કૉલર્સના હિતોને ધ્યાનમાં રાખીને થિસિસ (Thesis) રજૂ કરવાની છેલ્લી તારીખ 6 મહિના સુધી લંબાવી છે. UGCની સૂચના મુજબ, “તમામ યુનિવર્સિટીઓને એમ પણ કહેવામાં આવ્યું છે કે છ મહિનાની આ મુદત પ્રકાશનના પુરાવા રજૂ કરવા અને બે પરિષદોના પ્રસ્તુતિ માટે આપી શકાય છે.”

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

UGCએ અગાઉ જણાવ્યું હતું કે, “કોવિડ-19 મહામારીને લીધે યુનિવર્સિટીઓ છેલ્લા ઘણા મહિનાઓથી બંધ હતી. તેથી, વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પ્રયોગશાળાઓમાં તેમના સંશોધન પ્રયોગો કરી શકતા ન હતા અથવા તેઓ ગ્રંથાલય સેવાઓનો ઉપયોગ કરી શક્યા ન હતા કે જે થિસિસ પૂર્ણ કરવા માટે મહત્વપૂર્ણ હતું. ડિસેમ્બરની શરૂઆતમાં UGCએ યુનિવર્સિટીઓને જૂનના અંત સુધીમાં વધુ છ મહિનાની સમયમર્યાદા વધારવા જણાવ્યું હતું. UGCની નવી સૂચના મુજબ યુનિવર્સિટીઓ થિસિસ માટેની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2021 સુધી લંબાવી શકે છે. જો કે, ફેલોશિપની અવધિમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં.

 

UGCએ આ મોટો નિર્ણય CA વિદ્યાર્થીઓના હિતમાં લીધો

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)એ આદેશ આપ્યો છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી (CA)ની લાયકાત હવે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રીની સમકક્ષ ગણવામાં આવશે. આ નિર્ણય ભારતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)ની વિનંતી પર લેવામાં આવ્યો છે. સંસ્થાનું કહેવું છે કે આનાથી ઉચ્ચ અભ્યાસ માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને જ મદદ મળશે નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે ભારતીય સીએની ગતિશીલતાને પણ સરળ બનાવશે. ICAIના સીસીએમ ધીરજ ખંડેલવાલે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. ખંડેલવાલે ટ્વીટ કર્યું છે કે આઈસીએઆઈ દ્વારા કરવામાં આવેલ રજૂઆતોના આધારે યુજીસીએ CA / CS / ICWA લાયકાત પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રીની સમકક્ષ મંજૂર કરી હતી. આ અમારા વ્યવસાય માટે એક મહાન માન્યતા છે.

 

આમ UGCના આ નિર્ણયથી વિદ્યાર્થીઓને લાભ થશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)ના આ નિર્ણયથી CA/CS/ICWAમાં આવતા વિદ્યાર્થીઓ માટે સરળતા ઊભી થશે. સાથે જે સમય મર્યાદાથી પણ PhD અને M.Phil વિદ્યાર્થીઓ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકશે.

 

આ પણ વાંચો: Sugar Candy Milk: એનર્જી વધારવા માટે પીવો સાકરવાળું દૂધ, થશે મોટા ફાયદા

Next Article