NVS Recruitment 2022: નવોદય વિદ્યાલય સમિતિ (NVS) માં નોકરી મેળવવાની તક સામે આવી છે. આમાં વિવિધ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. સરકારી નોકરીઓ શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. નવોદય વિદ્યાલય સમિતિએ બમ્પર ભરતીઓ હાથ ધરી છે. NVS દ્વારા જાહેર કરાયેલ સૂચના અનુસાર, સહાયક કમિશનર, સહાયક વિભાગ અધિકારી વગેરેની 1925 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી દ્વારા, ગ્રુપ A, B અને Cની જગ્યાઓ પર નિમણૂકો કરવામાં આવશે. આમાં (Navodaya Vidyalaya Samiti Recruitment 2022) અરજીની પ્રક્રિયા 12 જાન્યુઆરી 2022થી શરૂ થઈ ગઈ છે. નવોદય વિદ્યાલય (Navodaya Vidyalaya) સમિતિ દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા માટે અરજી કરવા ઉમેદવારો અધિકૃત વેબસાઇટ navodaya.gov.in પર જઈને અરજી ફોર્મ ભરી શકે છે.
આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 10 ફેબ્રુઆરી 2022 છે. વધુ વિગતો માટે તમે સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચના જોઈ શકો છો.
નોંધણી શરૂ થઈ: 12 જાન્યુઆરી 2022 નોંધણી બંધ: 10 ફેબ્રુઆરી 2022 ફી જમા કરવાની શરુઆતની તારીશ : 12 જાન્યુઆરી 2022 ફી જમા કરાવવાની છેલ્લી તારીખ: 10 ફેબ્રુઆરી 2022 CBTની સંભવિત તારીખ: 09/03/2022 થી 11/03/2022
આ ખાલી જગ્યા હેઠળ મદદનીશ કમિશનરના પદ માટે અરજી કરનારા ઉમેદવારોએ 1500 રૂપિયાની અરજી ફી ચૂકવવાની રહેશે. બીજી તરફ, મહિલા નર્સિંગ સ્ટાફ માટે રૂ. 1200, લેબ એટેન્ડન્ટ, મેસ હેલ્પર અને MTS માટે રૂ. 750 અને અન્ય પોસ્ટ માટે અરજી કરવા માટે રૂ. 1000 અરજી ફી.
આ પણ વાંચો: GMRC Recruitment 2022: ગુજરાત મેટ્રોમાં બમ્પર ભરતી, જાણો લાયકાત અને સંપૂર્ણ વિગતો